Entertainment

આલિયા અને શર્વરીની આલ્ફા ફલોપ, રૂ. 25 કરોડ ગુમાવશે

By GS Team
18 Jul 20261 min read
TukuTouch Logo
આલિયા ભટ્ટ અને શર્વરી વાઘ અભિનીત એક્શન ફિલ્મ 'આલ્ફા' ત્રણ અઠવાડિયામાં ફ્લોપ સાબિત થઈ છે. શિવ રવૈલ નિર્દેશિત આ ફિલ્મે ત્રીજા શુક્રવારે માત્ર 25 લાખ રૂપિયા કમાયા. ભારતીય બોક્સઓફિસ પર 53.70 કરોડની કમાણી સાથે ફિલ્મને 25 કરોડનું નુકસાન થવાનો અંદાજ છે. હિરોઈન-કેન્દ્રિત એક્શન ફિલ્મો ભારતમાં ચાલતી નથી, તે ફરી સાબિત થયું.

Summarized by AI; it may make mistakes. Check important info

આલિયા અને શર્વરીની આલ્ફા ફલોપ, રૂ. 25 કરોડ ગુમાવશે

મુંબઇ: આલિયા ભટ્ટ અને શર્વરી વાઘને એક્શન હિરોઇન તરીકે ચમકાવતી આલ્ફા ફિલ્મ ત્રણ અઠવાડિયાના અંતે ફલોપ પુરવાર થઇ રહી છે. શિવ રવૈલ દ્વારા નિર્દેશિત આ ફિલ્મને ત્રીજા શુક્રવારે માત્ર ૨૫ લાખ રૂપિયાની કમાણી થઇ હતી જે આગલા દિવસની સરખામણીમાં ૫૫ ટકાનો ઘટાડો દર્શાવે છે.
ભારતીય બોક્સઓફિસ પર આલ્ફાને ૫૩.૭૦ કરોડ રૂપિયાની કમાણી થઇ છે. ફિલ્મ હવે અંતિમ તબક્કામાં હોઇ વર્તમાન ટ્રેન્ડ અનુસાર ફિલ્મને ભારતમાંથી કુલ ૫૬ કરોડ રૂપિયાની કમાણી થવાનો અંદાજ છે.
એક સારું બજેટ ધરાવતી ફિલ્મ આલ્ફાને આશરે ૨૫ કરોડ રૂપિયાનું નુકશાન જશે તેમ મનાય છે. ફિલ્મને પહેલાં અઠવાડિયામાં જ મહત્તમ ૪૫.૨૫ કરોડ રૂપિયાની કમાણી થઇ હતી. બીજા શુક્રવારે ૧.૩૦ કરોડ રૂપિયાની કમાણી કરનારી આલ્ફાને ત્રીજા શુક્રવારે માત્ર ૨૫ લાખ રૂપિયાની કમાણી થઇ હતી. પ્રથમ દિવસે નવ કરોડ રૂપિયાનું ઓપનિંગ ન મળ્યું હોત તો નિર્માતાઓને મોટો ફટકો પડયો હોત.
ભારતમાં હિરોઇનોને ચમકાવતી એક્શન ફિલ્મો બોક્સ ઓફિસ પર ચાલતી નથી તેવી માન્યતા આ ફિલ્મના કિસ્સામાં સાચી પુરવાર થઇ છે.