Get The App

ગોલમાલ ફાઈવમાં અક્ષય કુમાર વિલનનો રોલ ભજવશે

Updated: Feb 4th, 2026

GS TEAM

Google News
Google News
ગોલમાલ ફાઈવમાં અક્ષય કુમાર વિલનનો રોલ ભજવશે 1 - image

- ફિલ્મમાં કરીના કપૂરની પણ એન્ટ્રી 

- અજય અને કરીના અગાઉ ઓમકારા સહિતની ફિલ્મોમાં સ્ક્રીન શેર કરી ચૂક્યાં છે

મુંબઈ : રોહિત શેટ્ટીની 'ગોલમાલ ફાઈવ'માં  અજય દેવગણ મુખ્ય રોલમાં જોવા મળવાનો છે. હવે આ ફિલ્મને લઇને અપડેટ છે કે, અક્ષય કુમારની એન્ટ્રી વિલન તરીકે આ ફિલ્મમાં થઇ છે. આ ઉપરાંત ફિલ્મમાં કરીના કપૂર પણ મહત્વની ભૂમિકા ભજવવાની છે. 

રોહિત શેટ્ટી  શૂટિંગની મુંબઇમાં  તૈયારી કરી રહ્યો છે. પરંતુ હાલમાં તેના પર થયેલા ગોળીબારને લીધે તેને બેવડી સુરક્ષા, સેટ પર સખત નિયંત્રણો અને પોલીસની મંજૂરી લેવી પડશે. આ પછી જ તે પોતાની ફિલ્મનું શૂટિંગ શરૂ કરી શકશે. 

કરીના કપૂર અને અજય દેવગણની જોડીએ  અનેક ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. જેમા 'ઓમકારા' સહિતની ફિલ્મો સામેલ છે.  જોકે અજય દેવગણ, કરીના કપૂર અને અક્ષય કુમારની ત્રિપુટી આ ફિલ્મમાં પહેલીવખત સાથે જોવા મળશે.