Entertainment

માત્ર અજય દેવગન જ નહીં, અક્ષય કુમારે પણ મોહનલાલની ફિલ્મોની રીમેક બનાવીને છાપ્યા કરોડો રૂપિયા, જાણો કઈ ફિલ્મો છે…

By GS Team
26 May 20263 mins read
TukuTouch Logo
બોલિવૂડમાં સાઉથની સુપરહિટ ફિલ્મોની હિન્દી રીમેક બનાવવાનો ટ્રેન્ડ ઘણો જૂનો અને સફળ રહ્યો છે. 'કબીર સિંહ', 'ગજની', 'સિંઘમ' અને 'વોન્ટેડ' જેવી અનેક બ્લોકબસ્ટર ફિલ્મો આ વાતની સાક્ષી પૂરે છે. સામાન્ય રીતે જ્યારે પણ સાઉથની રીમેક અને બોલિવૂડ સુપરસ્ટાર્સની વાત આવે છે, ત્યારે દરેકના મનમાં અજય દેવગન અને તેની સુપરહિટ ફ્રેન્ચાઈઝી 'દ્રશ્યમ'નો ખ્યાલ આવે છે. અજય દેવગને મલયાલમ સિનેમાના સુપરસ્ટાર મોહનલાલની 'દ્રશ્યમ'ની રીમેકથી બોક્સ ઓફિસ પર કરોડોની કમાણી કરી છે. આ ઓરિજિનલ ફિલ્મનો ત્રીજો પાર્ટ બોક્સ-ઓફિસ પર ધમાલ મચાવી રહ્યો છે અને હવે એની રીમેકમાં ફરી અજય દેવગન જોવા મળશે. જોકે બોલિવૂડમાં વધુ એક મોટો ખેલાડી છે જેણે મોહનલાલની ફિલ્મોના સહારે બોક્સ ઓફિસ પર નોટોનો વરસાદ કર્યો છે, અને તે છે અક્ષય કુમાર.

Summarized by AI; it may make mistakes. Check important info

માત્ર અજય દેવગન જ નહીં, અક્ષય કુમારે પણ મોહનલાલની ફિલ્મોની રીમેક બનાવીને છાપ્યા કરોડો રૂપિયા, જાણો કઈ ફિલ્મો છે…

Akshay Kumar in Remake of Mohanlal Films: બોલિવૂડમાં સાઉથની સુપરહિટ ફિલ્મોની હિન્દી રીમેક બનાવવાનો ટ્રેન્ડ ઘણો જૂનો અને સફળ રહ્યો છે. 'કબીર સિંહ', 'ગજની', 'સિંઘમ' અને 'વોન્ટેડ' જેવી અનેક બ્લોકબસ્ટર ફિલ્મો આ વાતની સાક્ષી પૂરે છે. સામાન્ય રીતે જ્યારે પણ સાઉથની રીમેક અને બોલિવૂડ સુપરસ્ટાર્સની વાત આવે છે, ત્યારે દરેકના મનમાં અજય દેવગન અને તેની સુપરહિટ ફ્રેન્ચાઈઝી 'દ્રશ્યમ'નો ખ્યાલ આવે છે. અજય દેવગને મલયાલમ સિનેમાના સુપરસ્ટાર મોહનલાલની 'દ્રશ્યમ'ની રીમેકથી બોક્સ ઓફિસ પર કરોડોની કમાણી કરી છે. આ ઓરિજિનલ ફિલ્મનો ત્રીજો પાર્ટ બોક્સ-ઓફિસ પર ધમાલ મચાવી રહ્યો છે અને હવે એની રીમેકમાં ફરી અજય દેવગન જોવા મળશે. જોકે બોલિવૂડમાં વધુ એક મોટો ખેલાડી છે જેણે મોહનલાલની ફિલ્મોના સહારે બોક્સ ઓફિસ પર નોટોનો વરસાદ કર્યો છે, અને તે છે અક્ષય કુમાર.

મોહનલાલની શાનદાર વાર્તાઓ અને અભિનયનો બોલિવૂડના મેકર્સે હંમેશા ભરપૂર ફાયદો ઉઠાવ્યો છે. તે જોતાં મોહનલાલને બોલિવૂડ માટે 'લકી ચાર્મ' કહેવા ખોટા નથી. અક્ષય કુમારની કરિયરની સૌથી યાદગાર અને કલ્ટ ક્લાસિક ગણાતી ફિલ્મો જેવી કે 'ભૂલ ભુલૈયા', 'ગરમ મસાલા' અને 'ખટ્ટા મીઠા' વાસ્તવમાં મોહનલાલની ફિલ્મોની જ હિન્દી રીમેક છે.

અક્ષય કુમારનું 'રીમેક કનેક્શન' અને ડિરેક્ટર પ્રિયદર્શન

અક્ષય કુમારની જે સુપરહિટ ફિલ્મો મોહનલાલની ફિલ્મો પરથી પ્રેરિત છે, તે તમામનું નિર્દેશન પ્રખ્યાત ડિરેક્ટર પ્રિયદર્શન દ્વારા કરવામાં આવ્યું છે. મોહનલાલની વાર્તા અને પ્રિયદર્શનના નિર્દેશનની જોડીએ અક્ષય કુમારને બોક્સ ઓફિસ પર મોટી સફળતા અપાવી છે. ચાલો વિગતવાર જાણીએ અક્ષય કુમારની આ ફિલ્મો વિશે:

1. ભૂલ ભુલૈયા (2007)

વર્ષ 2007માં રિલીઝ થયેલી અક્ષય કુમાર અને વિદ્યા બાલનની ફિલ્મ 'ભૂલ ભુલૈયા' આજે પણ લોકોની ઓલ-ટાઇમ ફેવરિટ છે. આ ફિલ્મ વાસ્તવમાં મોહનલાલની 1993માં આવેલી આઇકોનિક મલયાલમ ફિલ્મ 'મણિચિત્રથજુ'ની સત્તાવાર હિન્દી રીમેક છે. બોક્સ ઓફિસ પર આ ફિલ્મ સુપરહિટ સાબિત થઈ હતી.

બજેટ: ₹32 કરોડ

કુલ કમાણી: ₹82.35 કરોડ

2. ગરમ મસાલા (2005)

અક્ષય કુમાર અને જોન અબ્રાહમની શાનદાર કોમેડી અને કેમિસ્ટ્રીથી સજ્જ ફિલ્મ 'ગરમ મસાલા' વર્ષ 2005માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ મોહનલાલની 1985ની હિટ ફિલ્મ 'બોઇંગ બોઇંગ'ની રીમેક છે. રસપ્રદ વાત એ છે કે, મૂળ મલયાલમ ફિલ્મ અને હિન્દી રીમેક બંનેનું નિર્દેશન પ્રિયદર્શને જ કર્યું હતું. બોક્સ ઓફિસ પર આ ફિલ્મ હિટ રહી હતી.

બજેટ: ₹17 કરોડ

કુલ કમાણી: ₹54.66 કરોડ

આ પણ વાંચો: દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાના ઘરે ગુંજી કિલકારી: અભિનેત્રીએ જોડિયા બાળકોને આપ્યો જન્મ, કેપ્શનમાં લખ્યું- 'મેરે કરણ અર્જુન આ ગયે'

3. ખટ્ટા મીઠા (2010)

રાજકીય અને સામાજિક કટાક્ષ સાથે કોમેડી પીરસતી અક્ષય કુમાર અને ત્રિશા સ્ટારર ફિલ્મ 'ખટ્ટા મીઠા' વર્ષ 2010માં આવી હતી. આ ફિલ્મ મોહનલાલની વર્ષ 1988માં આવેલી સુપરહિટ ફિલ્મ 'વેલ્લાનકલોડે નાડુ'ની હિન્દી રીમેક છે. બોક્સ ઓફિસ પર અક્ષય કુમારની આ ફિલ્મે એવરેજ પ્રદર્શન કર્યું હતું, પરંતુ સેટેલાઇટ અને ટીવી પર આ ફિલ્મને ભારે લોકપ્રિયતા મળી છે.

બજેટ: ₹35 કરોડ

કુલ કમાણી: ₹62.80 કરોડ

આ આંકડા અને ફિલ્મો સાબિત કરે છે કે સાઉથના કન્ટેન્ટ, ખાસ કરીને મોહનલાલની પાવરફુલ વાર્તાઓએ બોલિવૂડના ખિલાડી અક્ષય કુમારના કરિયરના ગ્રાફને ઉપર લઈ જવામાં અને તેમને કોમેડીના કિંગ બનાવવામાં ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવી છે.