Get The App

અજય દેવગણ અને અક્ષય કુમાર બોક્સ ઓફિસ પર ટકરાશે

Updated: May 13th, 2026

GS TEAM

Google News
Google News
અજય દેવગણ અને અક્ષય કુમાર બોક્સ ઓફિસ પર ટકરાશે 1 - image

- અક્ષયની નવી ફિલ્મનું શૂટિંગ પૂર્ણતાના આરે

- અજયની રેન્જર તથા અક્ષયની અનટાઈટલ્ડ ફિલ્મ ડિસે.માં એક જ તારીખે રજૂ થશે

મુંબઇ: આગામી ડિસેમ્બરમાં અક્ષય કુમાર અને અજય દેવગણ બોક્સ ઓફિસ પર ટકરાય તેવી સંભાવના છે. અજય દેવગણની 'રેન્જર' ફિલ્મ તા. ચોથી ડિસેમ્બરે રીલિઝ થવાની છે. 

હવે અક્ષય કુમારની નવી ફિલ્મ પણ આ જ દિવસે રીલિઝ કરવાનું નક્કી કરાયું છે. અનીસ બાઝમીએ બનાવેલી આ ફિલ્મનું ટાઈટલ હજુ નક્કી થયું નથી પરંતુ તેનું શૂટિંગ પૂર્ણતાને આરે છે. 

બહુ વહેલી તકે આ ફિલ્મનુ શીષક અને અને અન્ય બાબતો સત્તાવાર રીતે ઘોષણા કરવામાં આવશે.  આ ફિલ્મમાં અક્ષય સાથે  વિદ્યા બાલન અને રાશિ ખન્ના પણ છે.

 અક્ષય કુમાર લાંબા સમય બાદ અનીસ બાઝમીનાં દિગ્દર્શન હેઠળ કામ કરી રહ્યો છે. આ જ રીતે તે અને વિદ્યા બાલન પણ લાંબા સમય પછી સ્ક્રીન શેર કરવાનાં છે. ફિલ્મનું એક શૂટિંગ  શિડયુલ તાજેતરમાં કેરલમાં પૂર્ણ થયું હતું. અક્ષય કુમારે આ શૂટિંગની તસવીરો  શેર કરી હતી.