Get The App

ધુરંધર 2 બાદ હવે બોક્સ ઓફિસ પર 'પ્રલય' મચાવવા તૈયાર રણવીર સિંહ! 300 કરોડમાં બની રહી છે એક્શન મૂવી

Updated: Feb 12th, 2026

GS TEAM

Google News
Google News
ધુરંધર 2 બાદ હવે બોક્સ ઓફિસ પર 'પ્રલય' મચાવવા તૈયાર રણવીર સિંહ! 300 કરોડમાં બની રહી છે એક્શન મૂવી 1 - image

Ranveer Singh: રણવીર સિંહે ધુરંધર સાથે પોતાના કરિયરની સૌથી મોટી હિટ ફિલ્મ આપી છે. આ જાસૂસી થ્રિલર બ્લોકબસ્ટર બાદ હવે રણવીર સિંહ બોક્સ ઓફિસ પર 'પ્રલય' મચાવવા તૈયાર છે. એક્ટર પોતાના આગામી પ્રોજેક્ટને લઈને ખૂબ જ એક્સાઈટેડ છે. પ્રલય નામની આ જોમ્બી ડ્રામા ફિલ્મ તેના કરિયરની સૌથી મોટી ફિલ્મોમાંથી એક ગણાવવામાં આવી રહી છે. 

પ્રાપ્ત માહિતી પ્રમાણે આ ફિલ્મનું ડાયરેક્શન ફિલ્મ મેકર હંસલ મહેતાનો દીકરો જય મહેતા કરી રહ્યો છે. કોરોના મહામારીના બેકગ્રાઉન્ડ પર આધારિત આ ફિલ્મના બજેટની જાણકારી પણ સામે આવી રહી છે. એક મીડિયા અહેવાલ પ્રમાણે પ્રલયનું બજેટ 300 કરોડ રૂપિયા છે. આ રણવીરની અત્યાર સુધીની સૌથી મોંઘી સોલો ફિલ્મ હોઈ શકે છે. 

અહેવાલ પ્રમાણે રણવીરની 'પ્રલય' મોટા પાયાની એક્શન ફિલ્મ છે, જે ફેમિલીના ઈમોશન ડ્રામા પર આધારિત છે. 300 કરોડના બજેટમાં બનવા જઈ રહેલી 'પ્રલય' બોલિવુડ એક્ટરની અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મ બની શકે છે. બીજી તરફ ધુરંધરની વાત કરીએ તો તે પણ મોટા પાયે બનાવવામાં આવી હતી. જો કે, બે ભાગમાં બનાવવામાં આવી હોવાથી તેનો ખર્ચ બે ભાગમાં વહેંચાઈ ગયો છે. 

રણવીર સિંહનું વર્ક ફ્રન્ટ

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો રણવીર સિંહ છેલ્લે આદિત્ય ધરની જાસૂસી થ્રિલર ફિલ્મ ધુરંધરમાં જોવા મળ્યો હતો. ગત વર્ષે 5 ડિસેમ્બરે રિલીઝ થયેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ઘણા રેકોર્ડ તોડી નાખ્યા હતા. અક્ષય ખન્ના, આર. માધવન અને સંજય દત્ત સ્ટારર આ ફિલ્મને વિવેચકો અને દર્શકો બંને તરફથી ખૂબ જ પ્રશંસા મળી હતી. 

'ધુરંધર 2' 19 માર્ચે મોટા પડદા પર રિલીઝ થશે

ફિલ્મની જબરદસ્ત સફળતાના ત્રણ મહિના બાદ રણવીરની ધુરંધર 2 સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે. આદિત્ય દ્વારા નિર્દેશિત આ બીજા પાર્ટને મોટા પાયે પિક્ચરાઈઝ કરવામાં આવ્યું છે. રણવીર આ ફિલ્મમાં હમઝાની ભૂમિકામાં નજર આવશે. તેના સહ-કલાકારો પણ પહેલા ભાગની પોત-પોતાની ભૂમિકાઓ ફરીથી ભજવશે. B62 સ્ટુડિયો અને જિયો સ્ટુડિયો દ્વારા નિર્મિત 'ધુરંધર 2' 19 માર્ચે મોટા પડદા પર રિલીઝ થવાની છે.

રણવીરે બેકએન્ડ પ્રોફિટ-શેરિંગ ડીલ કરી છે અને સ્ક્રિપ્ટ ડેવલપમેન્ટથી લઈને VFX પ્લાનિંગ સુધી દરેક લેવલ પર તે સામેલ છે. આ તેની પ્રોડક્શન કંપની 'મા કસમ ફિલ્મ્સ' હેઠળનો પહેલો પ્રોજેક્ટ છે, જે તેને તેના માટે વધુ ખાસ બનાવે છે.

રિપોર્ટમાં આગળ જણાવ્યું છે કે, રણવીર અને જયની ફિલ્મ 'પ્રલય'માં વિઝ્યુઅલ ઈફેક્ટ્સ અને કન્ટેન્ટ બંનેનો ભરપૂર ઉપયોગ કરવામાં આવશે. જોકે, આ પ્રોજેક્ટ વિશે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ શૂટિંગ મે અથવા જૂન 2026માં શરૂ થવાની અપેક્ષા છે. અભિનેત્રી કલ્યાણી પ્રિયદર્શન 'પ્રલય'માં મુખ્ય ભૂમિકા ભજવશે. નિર્માતાઓએ હજુ સુધી કાસ્ટિંગની સત્તાવાર જાહેરાત નથી કરી.