- પોપ્યુલર એન્થોલોજીની ત્રીજી સીઝન આવશે
- કિરણ રાવ, વિક્રમાદિત્ય મોટવાને અને વિશાલ ભારદ્વાજ જુદા જુદા એપિસોડનું ડિરેક્શન કરશે
મુંબઈ : પોપ્યુલર બનેલી ઓટીટી એન્થોલોજી સીરિઝ 'લસ્ટ સ્ટોરીઝ'ની ત્રીજી સીઝન આવી રહી છે. આ સીઝનમાં જુદા જુદા એપિસોડમાં અદિતી રાવ હૈદરી, રાધિકા આપ્ટે તથા કોંકણા સેન શર્મા સહિતના કલાકારો કામ કરી રહ્યા છે.
આ સીઝનના ચાર એપિસોડનું દિગ્દર્શન વિક્રમાદિત્ય મોટવાને, શકુન બત્રા, વિશાલ ભારદ્વાજ અને કિરણ રાવ કરવાના છે. રાધિકા આપ્ટે અને કોંકણા સેન શર્મા વિક્રમાદિત્ય મોટવાનેના એપિસોડમાં કામ કરશે.
શકુન બત્રાના એપિસોડમાં રાધિકા મદાન અને અલી ફઝલ દેખાશે. કિરણ રાવના એપિસોડમાં ન્યૂ કમર સના થામ્પી અને ગુરફતેહ પિરઝાદા કામ કરી રહ્યા છે. જ્યારે વિશાલ ભારદ્વાજના એપિસોડમાં અદિતી રાવ હૈદરી મુખ્ય ભૂમિકામાં હશે.
આ સીરિઝ મોટાભાગે આ વર્ષના મધ્યભાગમાં રીલિઝ થાય તેવી સંભાવના છે.


