Get The App

સુપરસ્ટાર માટે કાયદા અલગ નથી, બોલતા પહેલા વિચારવું જોઈએ: રણવીર સિંહને હાઈકોર્ટની ફટકાર

Updated: Feb 24th, 2026

GS TEAM

Google News
Google News
સુપરસ્ટાર માટે કાયદા અલગ નથી, બોલતા પહેલા વિચારવું જોઈએ: રણવીર સિંહને હાઈકોર્ટની ફટકાર 1 - image

Ranveer Singh Kantara Mimicry Controversy: કાંતારા ફિલ્મના પાત્રો પર કમેન્ટ અને મિમિક્રીને લઈને બૉલીવુડનો અભિનેતા રણવીર સિંહ ફસાઈ ગયો છે. કન્નડ ફિલ્મ કાંતારાના એક સીન પર રણવીર સિંહે કમેન્ટ અને મિમિક્રી કરી હતી, જેના પર કર્ણાટક હાઈકોર્ટે ફટકાર લગાવી છે. હાઈકોર્ટે રણવીરસિંહને લાપરવાહ બતાવી કહ્યું કે, 'અભિનેતા કે સુપર સ્ટાર કાયદાની ઉપર કોઈ નથી. તમે રણવીરસિંહ હોવ કે કોઈ બીજા. તમે બિલકુલ ઢીલે ઢાલે ન થઈ શકો. તમે એક અભિનેતા છો તમારી ઘણા લોકો પર અસર છે. તમારે જવાબદાર બનવું પડશે.'

શું છે સમગ્ર વિવાદ?

આ વિવાદ નવેમ્બર 2025 માં ગોવા ખાતે યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (IFFI) દરમિયાન સર્જાયો હતો. આક્ષેપ છે કે રણવીર સિંહે મંચ પર 'પંજુરલી' અને 'ગુલિગા' દૈવા (જે ફિલ્મ 'કાંતારા' દ્વારા પ્રખ્યાત થયા છે)ના પવિત્ર હાવભાવની હાંસી ઉડાવી હતી. વધુમાં, તેમણે ચામુંડી દેવતાને 'મહિલા ભૂત' તરીકે સંબોધ્યા હતા, જ્યારે તે કર્ણાટકના દરિયાકાંઠાના વિસ્તારોમાં દિવ્ય સ્ત્રી શક્તિ અને રક્ષક દેવી તરીકે પૂજાય છે. હિન્દુ ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચતા તેમની સામે ફરિયાદ દાખલ થઈ હતી.જે તે વખતે રણવીર સિંહે સોશિયલ મીડિયા પર માફી માંગતા સ્પષ્ટતા કરી હતી કે તેમનો ઈરાદો માત્ર ઋષભ શેટ્ટીના અભિનયની પ્રશંસા કરવાનો હતો અને તેઓ દરેક સંસ્કૃતિનું સન્માન કરે છે. જોકે, કોર્ટે આ મામલે ગંભીરતા દાખવી છે

'દેવી દેવતાને ભૂત ન કહી શકો'

રણવીરસિંહની અરજી પર સીનિયર એડવોકેટે દલીલો કરી હતી. જે બાદ કોર્ટે રણવીરસિંહને તપાસમાં સહયોગ કરવાનો નિર્દેશ કર્યો હતો. કોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે, રણવીરસિંહ હોય કે કોઈ પણ, લાપરવાહી બિલકુલ ન હોઈ શકે, તમે કોઈ દેવી દેવતાને ભૂત ન કહી શકો, બોલતા પહેલા તમારે રિસર્ચ કરવું જોઈતું હતું.

આ પણ વાંચો: કોણ છે કરોડપતિ બિઝનેસમેન? જેને ગુપચુપ ડેટ કરી રહી છે તૃપ્તિ ડિમરી, બર્થડે તસવીરો વાઈરલ

2 માર્ચ સુધી આંશિક રાહત આપી

રણવીરસિંહની FIR થયા બાદ હાઈકોર્ટેનો દરવાજો ખટખટાવ્યો હતો. રણવીર સિંહે કર્ણાટક હાઈકોર્ટમાં અરજી દાખલ કરી રાહતની માગ સાથે FIR રદ કરવાની અરજ કરી છે. અને કહ્યું છે કે તેમનો ઈરાદો કોઈને ઠેસ પહોંચાડવાનો ન હતો. તેમને ફિલ્મના વખાણ કર્યા હતા. અનેક દલીલો બાદ જજે વચગાળાનો આદેશ કર્યો, કોર્ટે નોટ કર્યું કે રણવીરસિંહે ચામુંડી દેવતા પર કમેન્ટ કરી હતી તે બાદ માફી પણ માગી હતી. હાલ કોર્ટે 2 માર્ચ સુધી રાજ્ય કોઈ જબરદસ્તીભર્યું પગલું ન લે તેવો નિર્દેશ કર્યો છે તેમજ સોમવારે સુનાવણી થાય ત્યાં સુધી રણવીરસિંહને સહયોગ કરવાનું કહ્યું છે.