Entertainment

કોણ છે કરોડપતિ બિઝનેસમેન? જેને ગુપચુપ ડેટ કરી રહી છે તૃપ્તિ ડિમરી, બર્થડે તસવીરો વાઈરલ

By GS Team
24 Feb 20262 mins read
TukuTouch Logo
બોલિવૂડની ગોર્જિયસ એક્ટ્રેસ તૃપ્તિ ડિમરી આજે પોતાનો 32મો જન્મદિવસ ઉજવી રહી છે. તૃપ્તિએ ધમાકેદાર અંદાજમાં પોતાનો બર્થડે સેલિબ્રેટ કર્યો છે. એક્ટ્રેસના બર્થડે સેલિબ્રેશનના વીડિયો અને ફોટોઝ સોશિયલ માડિયા પર છવાઈ ગયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કોણ છે કરોડપતિ બિઝનેસમેન? જેને ગુપચુપ ડેટ કરી રહી છે તૃપ્તિ ડિમરી, બર્થડે તસવીરો વાઈરલ

Tripti Dimri Birthday Special: બોલિવૂડની ગોર્જિયસ એક્ટ્રેસ તૃપ્તિ ડિમરી આજે પોતાનો 32મો જન્મદિવસ ઉજવી રહી છે. તૃપ્તિએ ધમાકેદાર અંદાજમાં પોતાનો બર્થડે સેલિબ્રેટ કર્યો છે. એક્ટ્રેસના બર્થડે સેલિબ્રેશનના વીડિયો અને ફોટોઝ સોશિયલ માડિયા પર છવાઈ ગયા છે. 

એક્ટ્રેસના રુમર્ડ બોયફ્રેન્ડની સ્પેશિયલ વિશ

તૃપ્તિને તેના બર્થડે પર ચાહકો અને સેલિબ્રિટીઓ તરફથી અનેક શુભેચ્છાઓ મળી રહી છે. પરંતુ સૌથી સ્પેશિયલ વિશ તેને પોતાના રુમર્ડ બોયફ્રેન્ડ સેમ મર્ચન્ટ તરફથી મળી છે. સેમે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર તૃપ્તિ સાથેનો એક સુંદર ફોટો શેર કરીને તેને બર્થડે વિશ કર્યું. બંને બ્લેક આઉટફિટમાં ટ્વિનિંગ કરી રહ્યા છે. તેમની ક્લોઝનેસ તેમના સબંધોને જગજાહેર કરી રહી છે. 

સેમ સાથે તૃપ્તિએ મનાવ્યો જશ્ન

સેમ મર્ચન્ટે તૃપ્તિના બર્થડે સેલિબ્રેશનના ઘણા ઈનસાઈડ વીડિયો પણ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કર્યા છે. એક વીડિયોમાં તૃપ્તિ પોતાના નજીકના લોકો સાથે જશ્ન મનાવી રહી છે. તે કેક કટ કરતી નજર આવી. સેમ પણ તૃપ્તિની પાર્ટીમાં પણ હાજર રહ્યો હતો. સેમ મર્ચન્ટની પોસ્ટ્સ જોયા બાદ ચાહકો તૃપ્તિ સાથેના તેના સંબંધોને કન્ફર્મ માની રહ્યા છે. જોકે, બંનેએ હજુ સુધી પોતાના સબંધોને ઓફિશિયલ નથી કર્યા. 


કોણ છે તૃપ્તિનો બોયફ્રેન્ડ સેમ મર્ચન્ટ?

તૃપ્તિ અને સેમના સંબંધ વાત કરીએ તો તેઓ ઘણીવાર સાથે જોવા મળ્યા છે. બંનેન ઘણી વાર સાથે વેકેશન એન્જોય કરતા પણ સ્પોટ થયા છે. તૃપ્તિના રુમર્ડ બોયફ્રેન્ડની વાત કરીએ તો તે એક મોડેલ તરીકે કામ કરી ચૂક્યો છે. હવે તે બિઝનેસની દુનિયામાં એક્ટિવ છે. તે અનેક રેસ્ટોરન્ટનો માલિક છે, જેમાંથી તે તગડી કમાણી કરે છે.


આ પણ વાંચો: T20 World Cup: ભારત માટે ખતરાની ઘંટડી! વેસ્ટ ઈન્ડિઝનો રન રેટ આસમાને, પોઈન્ટ્સ ટેબલમાં ભૂકંપ

બીજી તરફ તૃપ્તિ વર્ક ફ્રન્ટ પર પોતાના કરિયરમાં ખૂબ સારું કરી રહી છે. ટૂંકા સમયમાં તેણે ઈન્ડસ્ટ્રીમાં પોતાની મોટી ઓળખ બનાવી લીધી છે. ફિલ્મ 'એનિમલ' બાદથી તેના કરિયરને જબરદસ્ત બૂસ્ટ મળ્યો છે. એક્ટ્રેસ ટૂંક સમયમાં બિગ બજેટ ફિલ્મ 'સ્પિરિટ'માં જોવા મળશે.