Entertainment

અભિષેક બેનર્જી અને અહેસાસ ચન્નાની કોમેડી ફિલ્મમાં જોડી

By GS TEAM
7 Nov 20251 min read
અભિષેક બેનર્જી અને અહેસાસ ચન્નાની કોમેડી ફિલ્મમાં જોડી

- બંનેએ નવી ફિલ્મનું શૂટિંગ શરુ કર્યું 

- ગજરાજ રાવ સહિતના કલાકારો સાથે સ્ક્રીન શેર કરશેઃ શૂટિંગના ફોટા પોસ્ટ કર્યા

મુંબઇ: નવી પેઢીના લોકપ્રિય કલાકારો અભિષેક બેનરજી અને અહેસાસ ચન્ના હવે એક કોમેડી ફિલ્મમાં જોડી બનાવી રહ્યાં છે. તેમણે આ ફિલ્મનું શૂટિંગ શરુ પણ કરી દીધું છે. 

અભિષેક અને અહેસાસ બંને ઓટીટીનાં કારણે લોકપ્રિય થયાં છે. અહેસાસ ચન્ના યુવાનોમાં ખાસ્સી પોપ્યુલર છે અને સોશિયલ મીડિયા પર પણ  સારું ફેન ફોલોઈંગ ધરાવે છે.  ફિલ્મના સેટ પરથી તેમની કેટલીક તસવીરો વાયરલ થઈ હતી. 

આ ફિલ્મમાં ગજરાજ રાવ સહિતના અન્ય કલાકારો પણ કામ કરી રહ્યા છે. જોકે, આ ફિલ્મ માટે હજુ સુધી કોઈ ટાઈટલ નક્કી કરાયુું નથી.