ત્રીજી વખત વરરાજા બનશે આમિર ખાન! 5 જુલાઈએ ગૌરી સાથે લેશે મંગળ ફેરા, સાદગીપૂર્ણ હશે સમારંભ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Amir Khan Remarriage: બોલિવૂડના 'મિસ્ટર પરફેક્શનિસ્ટ' આમીર ખાન ફરી એકવાર લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યો છે. આમીર ખાન ખૂબ જ ટૂંક સમયમાં પોતાની ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રેટ સાથે પોતાના સંબંધોને એક ડગલું આગળ લઈ જવા માટે તૈયાર છે. આમીર ખાનના નજીકના સૂત્રોએ આ ચોંકાવનારા સમાચાર આપ્યા છે અને લગ્નની સત્તાવાર તારીખ પણ જાહેર કરી દીધી છે. મળેલી માહિતી મુજબ, આમીર ખાન આગામી 5 Julyના રોજ લગ્ન કરવા જઈ રહ્યો છે.
આ લગ્ન કોઈ ભવ્ય પેલેસ કે રિસોર્ટમાં નહીં, પરંતુ અત્યંત સાદગીપૂર્ણ રીતે યોજાશે. જેમાં માત્ર પરિવારના સભ્યો અને ખૂબ જ નજીકના મિત્રો જ હાજર રહેશે.
ઘરમાં જ દસ્તાવેજો સાઇન કરીને ઓફિશિયલ કરશે મેરેજ
આમીર અને ગૌરીના એક નજીકના સૂત્રએ જણાવ્યું કે, બંને છેલ્લા આશરે 1 વર્ષથી એક પરિવારની જેમ સાથે જ રહી રહ્યા છે. બંનેએ સાથે મળીને એક ખુશહાલ દુનિયા બનાવી છે અને હવે તેઓ પોતાના આ સંબંધને કાનૂની અને સત્તાવાર નામ આપવા જઈ રહ્યા છે. અહેવાલો અનુસાર, લગ્ન માટે કોઈ મોટો ભપકો કે ગ્રાન્ડ સેલિબ્રેશન રાખવામાં આવ્યું નથી, પરંતુ ઘરમાં જ કેટલાક કાનૂની દસ્તાવેજો સાઇન કરીને લગ્નની વિધિ પૂર્ણ કરવામાં આવશે. નોંધનીય છે કે આમીર ખાને થોડા સમય પહેલાં જ એક વાતચીતમાં ગૌરીને પોતાની પત્ની ગણાવી દીધી હતી અને કહ્યું હતું કે તે દિલથી તો પહેલેથી જ ગૌરી સાથે લગ્ન કરી ચૂક્યો છે.
કોણ છે ગૌરી સ્પ્રેટ?
ગૌરી સ્પ્રેટ મૂળ બેંગલુરુની રહેવાસી છે અને તેનો મોટાભાગનો સમય ત્યાં જ વિત્યો છે. ગૌરીએ બ્લુ માઉન્ટેન સ્કૂલમાંથી અભ્યાસ કર્યા બાદ ફેશન ડિઝાઇનિંગનો કોર્સ કર્યો હતો. ત્યારબાદ તેણે 'યુનિવર્સિટી ઓફ ધ આર્ટ્સ, લંડન' માંથી FDA સ્ટાઇલિંગ અને ફોટોગ્રાફીનો કોર્સ પણ કર્યો છે.
વર્ષ 2025માં મીડિયા સાથેની વાતચીતમાં ગૌરીએ ખુલાસો કર્યો હતો કે તે અત્યારે આમીર ખાનના પ્રોડક્શન હાઉસ સાથે મળીને કામ કરી રહી છે. પર્સનલ લાઇફની વાત કરીએ તો ગૌરીને એક 6 વર્ષનો દીકરો છે. આમીર ખાન સાથે તેની ઓળખાણ આશરે 25 વર્ષ જૂની છે, પરંતુ બંનેએ આશરે 2 વર્ષ પહેલાં જ એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું હતું.
આ પણ વાંચો: દુબઈમાં એક કોમેડી રિલ ભારતીય સ્ટેન્ડઅપ કોમેડિયનને ભારે પડી, 47 દિવસ જેલમાં રહેવું પડ્યું
આમીર ખાનના અગાઉના બે લગ્ન અને છૂટાછેડા
• પ્રથમ લગ્ન: આમીર ખાને વર્ષ 1986માં રીના દત્તા સાથે લવ મેરેજ કર્યા હતા. આ એક સિક્રેટ કોર્ટ મેરેજ હતા, જેમાં આમીરના 10 રૂપિયા પણ ખર્ચાયા નહોતા. રીના અને આમીરના લગ્ન આશરે 16 વર્ષ ચાલ્યા બાદ વર્ષ 2002માં બંનેના છૂટાછેડા થયા હતા. તેમને બે બાળકો આયરા ખાન અને જુનૈદ ખાન છે.
• બીજા લગ્ન: રીનાથી અલગ થયા બાદ આમીરે વર્ષ 2005માં ફિલ્મ મેકર કિરણ રાવ સાથે બીજા લગ્ન કર્યા હતા. કિરણ અને આમીરને એક દીકરો આઝાદ રાવ ખાન છે. આ લગ્ન પણ આશરે 15 વર્ષ ચાલ્યા અને વર્ષ 2021માં બંનેએ પરસ્પર સંમતિથી અલગ થવાની જાહેરાત કરીને ફેન્સને ચોંકાવી દીધા હતા.









