WWE અને AEWના સ્ટાર રેસલર PACનું 40 વર્ષની વયે અચાનક નિધન, એક દિવસ પહેલાં જ લડ્યો હતો મેચ!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Wrestler Pac Passed Away: WWEની દુનિયામાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે, જેમાં 40 વર્ષીય જાણીતા રેસલર પૅક (PAC)નું અચાનક નિધન થયું છે. મૃત્યુના એક દિવસ પહેલા જ તે રેસલિંગ રિંગમાં ઉતાર્યો હતો. જોકે, તેના મૃત્યુનું ચોક્કસ કારણ હજુ સુધી સત્તાવાર રીતે બહાર આવ્યું નથી, પરંતુ પ્રાથમિક અટકળો મુજબ હાર્ટ અટેકને કારણે તેનું અવસાન થયું હોવાનું માનવામાં આવે છે. પૅક હાલમાં 'ઓલ એલીટ રેસલિંગ' (AEW) કંપની સાથે જોડાયેલો હતો.
AEW કંપનીએ કરી પુષ્ટિ
ઓલ એલીટ રેસલિંગ (AEW)એ પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર પૅકના નિધનની પુષ્ટિ કરતા શોક વ્યક્ત કર્યો છે. AEWમાં તેનું રિંગ નેમ 'પૅક' હતું, જ્યારે તેનું મૂળ નામ બેન્જામિન સેટરલી (Benjamin Saterley) હતું અને તે ઇંગ્લેન્ડના ન્યૂકેસલનો રહેવાસી હતો. AEWમાં જોડાતા પહેલા તે WWEમાં 'નેવિલ' (Neville)ના નામે રિંગમાં શાનદાર પ્રદર્શન કરતો હતો. ક્રૂઝરવેટ કેટેગરીમાં તેને અત્યંત કુશળ અને હાઈ-ફ્લાઈંગ રેસલર તરીકે ઓળખવામાં આવતો હતો.
મૃત્યુના એક દિવસ પહેલા જ ઉતર્યો હતો રિંગમાં
કંપનીના જણાવ્યા અનુસાર, પૅક પોતાના નિધનના માત્ર એક દિવસ પહેલા એટલે કે 26 સપ્ટેમ્બરના રોજ 'પે પર વ્યુ' (Pay-Per-View) મેચ માટે રિંગમાં ઉતર્યો હતો. તેના અચાનક નિધનના કારણે AEW અને WWE સહિત વિશ્વભરના રેસલિંગ પ્રશંસકોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. પૅક 2019માં AEW સાથે જોડાયો હતો અને પોતાના શાનદાર 'હાઈ-ફ્લાઈંગ' મૂવ્સ તેજ કૌશલ્યથી લાખો ફેન્સનું દિલ જીતી લીધું હતું. કંપનીએ તેમના પરિવાર, મિત્રો અને પ્રશંસકો પ્રત્યે પોતાની સંવેદનાઓ વ્યક્ત કરી છે.




