Entertainment

IT રેડના બીજા જ દિવસે બોલિવૂડ પ્રોડ્યુસર હોસ્પિટલમાં દાખલ, પરિવારે કહ્યું- અમને એકલા છોડી દો

By GS Team
30 Sep 20262 mins read
TukuTouch Logo
વર્ષોથી સફળ ફિલ્મો બનાવનાર અનુભવી ફિલ્મ પ્રોડ્યુસર વાસુ ભગનાનીને લંડનમાં હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જોકે, તેમને કયા કારણોસર દાખલ કરાયા તે સ્પષ્ટ નથી. મુંબઈ આવકવેરા વિભાગના રકુલ પ્રીત સિંહ અને તેમના સહિત 12 સ્થળો પર દરોડા બાદ આ સમાચાર આવ્યા છે. તપાસકર્તાઓ વિદેશી લેવડદેવડની તપાસ કરી રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

IT રેડના બીજા જ દિવસે બોલિવૂડ પ્રોડ્યુસર હોસ્પિટલમાં દાખલ, પરિવારે કહ્યું- અમને એકલા છોડી દો
IMAGE - IANS

Vashu Bhagnani hospitalized London: મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વેટરન ફિલ્મ પ્રોડ્યુસર વાસુ ભગનાનીને લંડનમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જોકે, તેમને કયા કારણોસર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે તેની સત્તાવાર માહિતી હજુ સુધી સામે આવી નથી. આ દરમિયાન, જ્યારે એજન્સી દ્વારા તેમના પરિવારનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે, 'અમને એકલા છોડી દો.'

આવકવેરા વિભાગના દરોડા બાદ સામે આવ્યા સમાચાર

વાસુ ભગનાનીના હોસ્પિટલ જવાની આ ઘટના મુંબઈ ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા બોલિવૂડ અભિનેત્રી રકુલ પ્રીત સિંહ, તેમના પિતા અને ફિલ્મ પ્રોડ્યુસર વાસુ ભગનાની તેમજ મુંબઈના પેનોરમા સ્ટુડિયો સાથે જોડાયેલા વિવિધ સ્થળો પર દરોડા પાડવામાં આવ્યાના થોડા દિવસો બાદ જ સામે આવી છે.

મુંબઈ આવકવેરા વિભાગે નાણાકીય અનિયમિતતાઓની આશંકા સાથે આશરે 12 સ્થળો પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. તપાસકર્તાઓનું માનવું છે કે ફિલ્મ પ્રોજેક્ટ્સના નાણાકીય ભંડોળની આડમાં મોટાપાયે નાણાં વિદેશમાં મોકલવામાં આવી રહ્યા હતા. હાલ આવકવેરા વિભાગની ટીમ વિદેશી લેવડદેવડ અને દસ્તાવેજોની ચકાસણી કરી રહી છે.

ભૂતકાળમાં પણ ચર્ચામાં રહ્યું છે નામ

અગાઉ, ડિસેમ્બર મહિનામાં મુંબઈ પોલીસે ડ્રગ્સ કેસમાં રકુલ પ્રીત સિંહના ભાઈ અમન પ્રીત સિંહની શોધખોળ હાથ ધરી હતી. ડ્રગ્સ વિરોધી દળો દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં બે વેપારીઓની ધરપકડ કરવામાં આવી હતી અને તેમની પાસેથી પ્રતિબંધિત પદાર્થો જપ્ત કરવામાં આવ્યા હતા, જેમાં અમનની સંડોવણી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી હતી.

સિનેમા જગતમાં વાસુ ભગનાનીનું યોગદાન

વાસુ ભગનાની હિન્દી ફિલ્મ જગતમાં એક જાણીતું નામ છે. તેમણે 1995માં 'પૂજા એન્ટરટેઈનમેન્ટ' બેનરની સ્થાપના કરી હતી અને ગોવિંદા અભિનીત ફિલ્મ 'કુલી નંબર 1' સાથે પ્રોડ્યુસર તરીકે ડેબ્યૂ કર્યું હતું.

ત્યારબાદ તેમણે વર્ષો સુધી અનેક સફળ ફિલ્મો આપી છે, જેમાં મુખ્યત્વે 'હીરો નંબર 1', 'બીવી નંબર 1', 'પ્યાર કિયા તો ડરના ક્યા', 'રહેના હૈ તેરે દિલ મેં'. આ ઉપરાંત, તેમના બેનર હેઠળ 'સરબજીત', 'બેલ બોટમ' અને વર્ષ 2024માં અક્ષય કુમાર તથા ટાઇગર શ્રોફ અભિનીત એક્શન ફિલ્મ 'બડે મિયાં છોટે મિયાં' જેવી ફિલ્મો પણ બની છે. હાલ વાસુ ભગનાનીની તબિયતને લઈને વધુ વિગતોની રાહ જોવામાં આવી રહી છે.