'વિવાહિત પુરુષો સાથે અફેર કરતી મહિલાઓ વાહિયાત, આવા પુરુષો પણ ચરિત્ર વગરના...', અભિનેત્રીનું નિવેદન વાઈરલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Tanishaa Mukerji viral post: કાજોલની નાની બહેન અને અભિનેત્રી તનીષા મુખર્જી 48 વર્ષની ઉંમરે પણ અવિવાહિત છે અને તેણે હજુ સુધી લગ્ન કર્યા નથી. હાલમાં ડેટિંગ અને સંબંધોને લઈને તનીષા મુખર્જી દ્વારા આપવામાં આવેલા એક નિવેદનને કારણે સોશિયલ મીડિયા પર મોટી ચર્ચા શરુ થઈ ગઈ છે. અભિનેત્રીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જે સ્ત્રીઓ પરણિત પુરુષો સાથે સંબંધોમાં રહે છે, તેમને ક્યારેય ફેસ્ટિનિસ્ટ (નારીવાદી) ગણી શકાય નહીં.
પરણિત પુરુષો સાથેના સંબંધો પર સવાલ
અભિનેત્રી તનીષા મુખર્જીએ સોશિયલ મીડિયા પર પોતાના વિચારો વ્યક્ત કરતા જણાવ્યું છે કે જે મહિલાઓ પરણિત પુરુષો સાથે અફેર કરે છે તે ક્યારેય ફેમિનિસ્ટ હોતી નથી, પરંતુ વાસ્તવમાં તે મહિલાઓની જ વિરુદ્ધ હોય છે. કોઈકના પતિ સાથે સંબંધ બાંધવો એટલે તેની પત્નીનું અપમાન કરવા બરાબર છે. આ બાબતમાં પુરુષો પણ એટલા જ દોષી છે કારણ કે તેનું ચરિત્ર ખરાબ હોય છે અને જે મહિલાઓ પરણિત પુરુષો પાછળ દોડે છે તે સંપૂર્ણપણે દુષ્ટ હોય છે. તેઓ આપણા બાળકો માટે ક્યારેય રોલ મોડેલ ન હોવી જોઈએ.'

સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયાઓ અને યુઝર્સની અસહમતિ
તનીષાની આ પોસ્ટ સામે આવતા જ સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. કેટલાક લોકો તેની વાત સાથે સહમત છે, તો કેટલાક તેને ખોટી ઠેરવી રહ્યા છે. એક યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યું કે, 'બીજા નજરિયાથી જોવામાં આવે તો સિંગલ મહિલાઓએ કોઈ વફાદારીના સમ ખાધા નથી હોતા, પરંતુ પરણિત પુરુષોએ જરૂર ખાધા હોય છે. તેથી પહેલાં તે પુરુષો સામે સવાલો ઉઠાવવા જોઈએ જેઓ અફેર રાખીને પોતાની પત્ની, બાળકો અને લગ્નજીવનનું અપમાન કરે છે.'
જ્યારે અન્ય એક યુઝરે કટાક્ષ કરતા લખ્યું કે, 'બોલિવૂડમાં આવા લોકોની મોટી સંખ્યા છે અને યુઝર્સ આ મામલે તેના પરિવારના સભ્યોના નામ ઘસડીને તેને વ્યક્તિગત રીતે નિશાન બનાવી રહ્યા છે. જોકે, હકીકતમાં તનીષા પોતાના પરિવારના કોઈપણ સભ્યના કાર્યો માટે જવાબદાર નથી, પછી ભલે તે વ્યક્તિ તેમના પરિવારની હોય કે ન હોય.'




