Entertainment

'ધુરંધર' ફેમ એક્ટરની પત્નીની આપવીતી, હોટેલના રૂમમાં ડિરેક્ટર-પ્રોડ્યુસરે કરી એવી ડિમાન્ડ કે ભાગવું પડ્યું!

By GS Team
15 Jul 20263 mins read
TukuTouch Logo
ટીવી અભિનેત્રી શ્વેતા ક્વાત્રાએ દુબઈમાં એક પોડકાસ્ટમાં કાસ્ટિંગ કાઉચનો ભયાનક અનુભવ વર્ણવ્યો. 'કહાની ઘર ઘર કી' જેવી સિરિયલોથી લોકપ્રિય શ્વેતાએ જણાવ્યું કે, ઓડિશન માટે 5-સ્ટાર હોટેલમાં બોલાવી રૂમમાં કપડાં ઉતારવા કહ્યું. સ્વિમસૂટમાં કેવા લાગશો તે જોવાના બહાને આ દર્દનાક માંગણી કરાઈ. આ ઘટનાએ ઈન્ડસ્ટ્રીના કાળા સત્યને ફરી ઉજાગર કર્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'ધુરંધર' ફેમ એક્ટરની પત્નીની આપવીતી, હોટેલના રૂમમાં ડિરેક્ટર-પ્રોડ્યુસરે કરી એવી ડિમાન્ડ કે ભાગવું પડ્યું!

Shweta Kwatra casting couch: એક સમયની ટીવી ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી શ્વેતા ક્વાત્રા લાંબા સમયથી એક્ટિંગ દુનિયાથી દૂર છે અને હાલમાં પોતાના પરિવાર સાથે દુબઈમાં સમય વિતાવી રહી છે. 'કહાની ઘર ઘર કી', 'કુસુમ' અને 'ઘર એક મંદિર' જેવા સુપરહિટ શોઝ દ્વારા ઘરે-ઘરે લોકપ્રિય બનેલી શ્વેતાએ તાજેતરમાં જ એક પોડકાસ્ટમાં પોતાના અંગત અને વ્યાવસાયિક જીવનને લઈને અનેક ખુલાસા કર્યા છે. આ દરમિયાન તેણે ઈન્ડસ્ટ્રીમાં 'કાસ્ટિંગ કાઉચ' પર પણ ખુલીને વાત કરી છે અને પોતાના સાથે ઘટેલી એક દર્દનાક ઘટના શેર કરી છે.

જ્યારે 'ઓડિશન'ના નામે શ્વેતા ક્વાત્રા સામે મુકાઈ ગંદી શરત

શ્વેતા ક્વાત્રા ભલે આજે ઈન્ડસ્ટ્રીથી દૂર હોય, પરંતુ તેનો પતિ અને જાણીતો અભિનેતા માનવ ગોહિલ આ વર્ષની સુપરહિટ ફિલ્મ 'ધુરંધર'માં જોવા મળ્યો હતો. પોડકાસ્ટ દરમિયાન જ્યારે શ્વેતાને પૂછવામાં આવ્યું કે શું ઈન્ડસ્ટ્રીમાં ખરેખર કાસ્ટિંગ કાઉચ જેવી પ્રવૃત્તિઓ થાય છે? ત્યારે તેણે જણાવ્યું કે, 'હા, આ બિલકુલ સાચું છે.'

પોતાની સાથે બનેલી આપવીતી શેર કરતા શ્વેતાએ જણાવ્યું કે, 'મને ઘણીવાર ગંદા અને વિચિત્ર સવાલોનો સામનો કરવો પડતો હતો. કેટલીકવાર લોકો સીધું જ પૂછી લેતા કે શું તમે 'કોમ્પ્રોમાઈઝ' કરશો? શરૂઆતમાં મને આ શબ્દનો અર્થ પણ ખબર નહોતી. જ્યારે હું સામેથી પૂછતી કે આનો અર્થ શું છે, ત્યારે તેઓ એવા વિચિત્ર હાવભાવ બનાવતા કે જેથી હું સમજી જાઉં. એ સમયે એક છોકરી તરીકે મનમાં જે ડર પેદા થાય છે, તે હું શબ્દોમાં વર્ણવી શકું તેમ નથી.'

5-સ્ટાર હોટેલમાં બોલાવીને રૂમમાં કપડાં ઉતારવા કહ્યું

શ્વેતાએ વધુમાં જણાવ્યું કે, 'એકવાર મને એક ખૂબ જ સારી અને પ્રતિષ્ઠિત હોટેલમાં ઓડિશન માટે બોલાવવામાં આવી હતી. ત્યાં બહાર ઘણા બધા લોકો હોવાથી મને કોઈ અસુરક્ષિતતા ન લાગી, પરંતુ મનમાં થોડો સંકોચ જરૂર હતો. જ્યારે મને અંદર બોલાવવામાં આવી ત્યારે રૂમમાં રાઈટર, ડિરેક્ટર અને પ્રોડ્યુસર બધા હાજર હતા. તેમણે પહેલા મને સ્ક્રિપ્ટ વાંચી છે કે નહીં તે પૂછ્યું અને પછી ચાલીને બતાવવા કહ્યું. મેં બધું કર્યું, પરંતુ તે પછી જે થયું તેનાથી મારા હોશ ઊડી ગયા.'

અભિનેત્રીએ જણાવ્યું કે, 'તેમણે અચાનક મને કપડાં ઉતારવા (સ્ટ્રિપ કરવા) કહ્યું. મને લાગ્યું કે કદાચ મને સાંભળવામાં ભૂલ થઈ છે, પરંતુ તેમણે ફરીથી એ જ વાત દોહરાવી. જ્યારે મેં પૂછ્યું કે શા માટે? તો તેમનો જવાબ હતો કે અમે જોવા માંગીએ છીએ કે તમે સ્વિમસૂટમાં કેવા લાગશો. આ સાંભળતાં જ હું ખૂબ ડરી ગઈ અને ત્યાંથી તુરંત જ થેન્ક યુ કહીને ભાગી ગઈ.'

એકલતા અને ગુસ્સાનો એ ભયાનક અહેસાસ

તે સમયે કેવું અનુભવાઈ રહ્યું હતું તે અંગે વાત કરતા શ્વેતાએ જણાવ્યું કે, 'મને એ સમયે અત્યંત ગુસ્સો આવી રહ્યો હતો અને સાથે જ ભયાનક ડર પણ લાગતો હતો. ભલે રૂમની બહાર બીજા ઘણા લોકો હતા, પરંતુ એ બંધ રૂમની અંદર હું સાવ એકલી હતી.' શ્વેતાના આ ખુલાસાએ ફરી એકવાર ઈન્ડસ્ટ્રીમાં ઓડિશનના નામે થતા શોષણના કાળા સત્યને લોકો સમક્ષ ઉજાગર કર્યું છે.