Entertainment

જેણે ઇન્ડસ્ટ્રીને 50 વર્ષ આપ્યા તેના માટે 50 મિનિટ ન મળી, ઉદ્યોગપતિના લગ્નમાં તો વેઈટર બની જતા હોવ છો: રઝા મુરાદ

By GS Team
26 Sep 20262 mins read
TukuTouch Logo
દિગ્ગજ અભિનેતા મુશ્તાક ખાનના નિધન બાદ મુંબઈમાં તેમના અંતિમ સંસ્કાર કરાયા. બોલીવુડના કોઈ મોટા સ્ટાર હાજર ન રહેતા, સિનિયર એક્ટર રઝા મુરાદ ભડક્યા. તેમણે સવાલ ઉઠાવ્યો કે જે વ્યક્તિએ 50 વર્ષ સિનેમાને આપ્યા, તેના માટે 50 મિનિટનો સમય પણ નહોતો? ઉદ્યોગપતિના લગ્નમાં વેઈટરની જેમ સેવા કરનારા સ્ટાર્સ, મુશ્તાક ખાનને અંતિમ વિદાય આપવા ન આવ્યા.

Summarized by AI; it may make mistakes. Check important info

જેણે ઇન્ડસ્ટ્રીને 50 વર્ષ આપ્યા તેના માટે 50 મિનિટ ન મળી, ઉદ્યોગપતિના લગ્નમાં તો વેઈટર બની જતા હોવ છો: રઝા મુરાદ

Raza Murad Slams Bollywood Stars for Skipping Mushtaq Khan Funeral: હિન્દી સિનેમામાં ચારથી પાંચ દાયકા સુધી સેંકડો યાદગાર ફિલ્મો આપનારા અને પોતાના અભિનયથી દર્શકોને હસાવનારા દિગ્ગજ અભિનેતા મુશ્તાક ખાનનું 24 સપ્ટેમ્બરના રોજ નિધન થયું હતું. બીજા દિવસે, એટલે કે 25 સપ્ટેમ્બરે મુંબઈમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. પરંતુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના આ પીઢ કલાકારની અંતિમ વિદાયમાં બોલીવુડનો એક પણ મોટો 'સુપરસ્ટાર' હાજર ન રહેતાં સિનિયર એક્ટર રઝા મુરાદનો ગુસ્સો ફાટી નીકળ્યો છે. રઝા મુરાદે પૂછ્યું છે કે જે વ્યક્તિએ સિનેમાને પોતાની આખી જિંદગી સમર્પિત કરી દીધી, તેના માટે ઇન્ડસ્ટ્રીના સ્ટાર્સ પાસે 50 મિનિટનો સમય પણ નહોતો?

'ઉદ્યોગપતિના દીકરાના લગ્ન હોત તો ત્યાં મહેમાનોની સેવા વેઇટરની જેમ કરત'

રઝા મુરાદે કહ્યું કે, દુઃખની વાત એ છે કે આવા મોકા પર કોઈ પણ સ્ટાર… જેમને આપણે સ્ટાર કહીએ છીએ… તેઓ પોતાનો આખરી સલામ રજૂ કરવા ન આવ્યા. જ્યારે કે તેમના ઘણા બધા કો-સ્ટાર્સ અને એક્ટર્સ આવ્યા. હા, જો કોઈ ઉદ્યોગપતિના દીકરાના લગ્ન હોત તો આ સિતારાઓ માત્ર ત્યાં હાજરી જ ન આપત, પણ ત્યાં મહેમાનોની સેવા વેઇટરની જેમ પણ કરત! જ્યારે કોઈ રાજકીય પક્ષ પોતાની તાકાત બતાવે છે, ત્યારે આ જ સિતારાઓ 'ભીગી બિલ્લી' બનીને ત્યાં હાજર થઈ જાય છે. પરંતુ જે માણસે ફિલ્મ ઇન્ડસ્ટ્રીને પોતાના 50 વર્ષ આપ્યા, પોતાની આખી જિંદગી ન્યોછાવર કરી દીધી, તેના માટે આ લોકો 50 મિનિટ પણ ફાળવી શક્યા નહીં.

'આજે તમારો આ ચહેરો ચમકે છે, કાલે એ પણ મુરઝાઈ જશે'

રઝા મુરાદે વધુમાં કહ્યું કે, એ ભૂલતા નહીં કે આજે તમારો આ ચહેરો ચમકે છે, કાલે એ પણ મુરઝાઈ જશે. કાલે આ બધું જ અંધારામાં ડૂબી જશે. જો કોઈ વસ્તુ તમારા કામ આવશે તો એ તમારો સારો વ્યવહાર અને તમારા કર્મો જ કામ આવશે, બીજું કંઈ જ કામ નહીં આવે. યાદ રાખો, આ માન-સન્માન કાયમ નથી રહેતાં. સંપત્તિ પણ એક પળનો તમાશો છે. જે ખુરશી પર તમે બેઠા છો, એ પણ તૂટી શકે છે.

'મુશ્તાક ખાનને મોટા સ્ટાર્સની ક્યારેય જરૂર નહોતી પડી'


મુશ્તાક ખાનની પ્રશંસા કરતા રઝા મુરાદે જણાવ્યું હતું કે તેમણે હંમેશાં પોતાના અદભુત કામના દમ પર પોતાની ઓળખ ઊભી કરી હતી. ઇન્ડસ્ટ્રીમાં સ્થાન જાળવી રાખવા માટે તેમણે ક્યારેય કોઈની ચાપલૂસી કરી નહોતી કે કોઈને ગેરમાર્ગે દોર્યા નહોતા. મુશ્તાક ખાનને તેમના જીવતેજીવ પણ આવા કહેવાતા મોટા સ્ટાર્સની ક્યારેય જરૂર નહોતી પડી અને મૃત્યુ પછી પણ તેમની કોઈ જરૂર રહેવાની નથી.