Entertainment

'રામાયણ' ટ્રેલર રિવ્યૂ: રાવણ બનેલો યશ છવાયો, રણબીર કપૂરના લુક પર બે ભાગમાં વહેંચાયા નેટિઝન્સ!

By GS Team
30 Jul 20262 mins read
TukuTouch Logo
નિતેશ તિવારીની બહુચર્ચિત ફિલ્મ 'રામાયણ'નું ટ્રેલર આજે સવારે 4:15 વાગ્યે રિલીઝ થયું. રણબીર કપૂર રામ, સાઈ પલ્લવી સીતા અને યશ રાવણના રોલમાં છે. DNEGના શાનદાર VFX અને એ.આર. રહેમાનના સંગીતની પ્રશંસા થઈ રહી છે. ફિલ્મ 8 નવેમ્બરે વિશ્વભરમાં રિલીઝ થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

'રામાયણ' ટ્રેલર રિવ્યૂ: રાવણ બનેલો યશ છવાયો, રણબીર કપૂરના લુક પર બે ભાગમાં વહેંચાયા નેટિઝન્સ!

Nitesh Tiwari’s Ramayana Trailer Out: ડાયરેક્ટર નિતેશ તિવારીની બહુચર્ચિત ફિલ્મ 'રામાયણ'નું ઓફિશિયલ ટ્રેલર આજે સવારે 4:15 વાગ્યે રિલીઝ થઈ ગયું છે. આ ટ્રેલરમાં ફિલ્મની ભવ્ય અને અદ્ભુત દુનિયાની સુંદર ઝાંખી જોવા મળે છે. ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન રામ, સાઈ પલ્લવી માતા સીતા, રવિ દુબે લક્ષ્મણ અને એક્ટર યશ રાવણના રોલમાં નજરે પડે છે. જૂના ટીઝર કરતા આ ટ્રેલરમાં અયોધ્યા અને લંકાના ભવ્ય સેટ્સ જોવા મળે છે. આ ઉપરાંત, વધારે પડતી કાલ્પનિક બાબતો બતાવવાને બદલે મુખ્ય પાત્રોની ભાવનાત્મક સફર પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે.

ટ્રેલરમાં શું ખાસ છે?

ટ્રેલરની શરૂઆત રાવણ (યશ)ના લંકાના મહેલમાં આગમન અને તેની તાકાતથી થાય છે, જ્યાં તે 'રાવણ રાજ'ની શરૂઆત ઘોષિત કરે છે. ત્યારબાદ રાક્ષસોના ત્રાસ વચ્ચે અયોધ્યાના રાજા દશરથ (અરુણ ગોવિલ)ના ઘરે ભગવાન વિષ્ણુ રામ સ્વરૂપે જન્મ લે છે. ટ્રેલરમાં રામ અને લક્ષ્મણની રાક્ષસો સામેની લડાઈ, માતા કૈકેયી (લારા દત્તા)ના વચન બાદ રામનો 14 વર્ષનો વનવાસ અને માતા સીતાનું તેમની સાથે જવાનો નિર્ણય દર્શાવવામાં આવ્યો છે. રસપ્રદ વાત એ છે કે, આ ટ્રેલરમાં ભગવાન હનુમાનનો કોઈ લુક બતાવવામાં આવ્યો નથી, જેના પરથી એવું માનવામાં આવે છે કે મેકર્સ આ સરપ્રાઈઝ બીજા ભાગ માટે બચાવીને રાખી રહ્યા છે.

રાવણ તરીકે યશનો દબદબો અને VFXના વખાણ

ટ્રેલર રિલીઝ થતાં જ સોશિયલ મીડિયા પર ફેન્સનો ઉત્સાહ જોવા મળ્યો હતો. ખાસ કરીને રાવણના રોલમાં સાઉથ ઇન્ડિયન એક્ટર યશની સ્ક્રીન પ્રેઝન્સ અને પાવરફુલ ડાયલોગ્સે દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા છે. નેટિઝન્સ તેના પર્ફોર્મન્સને માઇન્ડબ્લોઇંગ ગણાવી રહ્યા છે. આ ઉપરાંત, અગાઉ વિઝ્યુઅલ ઈફેક્ટ્સ (VFX) માટે થયેલી ટીકાઓ બાદ આ વખતે DNEG દ્વારા કરવામાં આવેલા VFX, કલર ગ્રેડિંગ અને એ.આર. રહેમાન તથા હાંસ ઝિમરના ભવ્ય બેકગ્રાઉન્ડ મ્યુઝિકના લોકો મુક્તમને વખાણ કરી રહ્યા છે.

રણબીર કપૂરના લુક પર યુઝર્સ બે ભાગમાં વહેંચાયા

બીજી તરફ, ભગવાન રામના પાત્રમાં રણબીર કપૂરના અભિનય અને લુકને લઈને સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિક્રિયા જોવા મળી રહી છે. એક વર્ગનું માનવું છે કે રણબીરે શ્રી રામની શાંતિ, મર્યાદા અને ગંભીરતાને ખૂબ જ સુંદર રીતે સ્ક્રીન પર ઉતારી છે. પરંતુ બીજા વર્ગે તેના ડાયલોગ ડિલિવરી અને લુક પર અસંતોષ વ્યક્ત કર્યો છે.

મ્યુઝિક રાઈટ્સ અને ગ્લોબલ રિલીઝ ડેટ

નિર્માતા નામિત મલ્હોત્રાની આ ફિલ્મ માટે T-Series દ્વારા ₹75 કરોડમાં મ્યુઝિક રાઈટ્સ ખરીદવામાં આવ્યા છે, જે એક મોટો રેકોર્ડ છે. આ ભવ્ય પૌરાણિક ફિલ્મ 'રામાયણ: પાર્ટ વન' આ વર્ષે દીવાળીના શુભ અવસરે 8 નવેમ્બરે વિશ્વભરમાં રિલીઝ થશે, જ્યારે ફિલ્મનો બીજો ભાગ વર્ષ 2027માં સિનેમાઘરોમાં આવશે.