પાકિસ્તાની હીરોઈનવાળી ફિલ્મ ચમકાવી, સની દેઓલનો આભાર ન માન્યો: દિલજીત પર ભડક્યો મીકા સિંહ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Mika Singh Diljit Dosanjh controversy: સિંગર મીકા સિંહે બોલિવૂડ ફિલ્મોના પ્રમોશનને લઈને પંજાબી સુપરસ્ટાર દિલજીત દોસાંજ પર સવાલ ઉઠાવ્યા છે. મીકાએ દાવો કર્યો છે કે દિલજીતે પોતાની ફિલ્મ ‘બોર્ડર 2’નું યોગ્ય પ્રમોશન કર્યું નથી. મીકાના જણાવ્યા મુજબ, દિલજીતે તે ફિલ્મ વિશે પોસ્ટ કરી હતી જેમાં પાકિસ્તાની અભિનેત્રી હાનિયા આમિર હતી, પરંતુ દેશની સૌથી મોટી ફિલ્મોમાં ગણાતી ‘બોર્ડર 2’ માટે તેમણે પૂરતું સમર્થન કે પ્રમોશન ન કર્યું. જોકે, વાસ્તવમાં દિલજીતે ડિસેમ્બર 2025માં આ ફિલ્મથી પોતાનું ફર્સ્ટ લુક અને શૂટિંગના બિહાઇન્ડ ધ સીન વીડિયો શેર કર્યા હતા.
દિલજીતની સફળતાથી ખુશ છું, પણ પ્રમોશન જરૂરી છે: મીકા સિંહ
એક ઈન્ટરવ્યૂમાં મીકા સિંહે સ્પષ્ટ કર્યું કે, 'મને દિલજીતથી કોઈ પ્રકારની ઈર્ષ્યા નથી, પરંતુ હું તેની સફળતાથી ગર્વ અનુભવું છું. દલેર મહેંદી પછી પાઘડી પહેરીને સિંગર તરીકે ઓળખ બનાવનાર દિલજીત ઉત્તમ કામ કરી રહ્યા છે. તેમ છતાં, જ્યારે તમે બોલિવૂડમાં કામ કરો છો, ત્યારે તેનું પ્રમોશન કેમ નથી કરતા? ‘બોર્ડર 2’ ભારતની સૌથી મોટી ફિલ્મોમાંની એક છે અને તેના વિશે સોશિયલ મીડિયા પર વાત ન કરવી તે યોગ્ય નથી.
પાકિસ્તાની અભિનેત્રી અને વિવાદો પર ચર્ચા
મીકા સિંહે દિલજીતની ફિલ્મ ‘સરદાર જી 3’નો પણ ઉલ્લેખ કર્યો, જેમાં પાકિસ્તાની અભિનેત્રી હાનિયા આમિર પણ છે. ગત વર્ષે પહલગામ આતંકી હુમલા બાદ ભારતમાં આ ફિલ્મની રિલીઝ અને પાકિસ્તાની કલાકારોની હાજરીને લઈને મોટો વિવાદ થયો હતો. આ અગાઉ પણ મીકાએ પાકિસ્તાની કલાકારો સાથે કામ કરવાને લઈને સવાલો ઉઠાવ્યા હતા. બીજી તરફ, પોતાની 2019ની કરાચી યાત્રા અને તેના પર થયેલા વિવાદ વિશે વાત કરતા મીકાએ કહ્યું કે, 'હું કોઈ ચોરી-છૂપીથી વિઝા વગર પાકિસ્તાન નહોતો ગયો, પરંતુ તે સમયે બંને દેશોના સંબંધો સારા હતા અને હું કાનૂની રીતે ત્યાં ગયો હતો.'




