Editorial

શીખ સમુદાયે માંસ ખાવાથી દૂર રહેવું જોઇએ

By GS Team
23 Sep 20186 mins read
This article was originally published on 23 Sep 2018
શીખ સમુદાયે માંસ ખાવાથી દૂર રહેવું જોઇએ

કેટલાક ધર્મશાસ્ત્રીઓ શીખોને માંસ ખાવાની પરવાનગી આપે છે પણ તે મુસ્લીમો ખાય છે એવું હલાલ થયેલું ના હોવું જોઇએ

શીખો પોતાની માંસ ખાવાની ટેવને કોઇ અગમ્ય કારણોસર ગૌરવ ગણી રહ્યા છે. તેમની માન્યતા પ્રમાણે તેમના ધર્મમાં માંસાહાર માન્ય છે. માંસ ખાવા બાબતે શીખ ગુરૂએ નારાજગી વ્યક્ત કરી હોય એવા અનેક ઉદાહરણો છે.

જે લોકો ધર્મના બદલે ભૌતિક સુખો તરફ વધુ ધ્યાન કેન્દ્રીત કરે છે તે બધાનો આદી ગ્રંથમાં ઉપહાસ કરાયો છે. કઇ નવ ઈચ્છાઓ તરફ નારાજગી દર્શાવાઇ છે ? જેમાં ગોલ્ડ (સોનું), સિલ્વર, સ્ત્રી, સુગંધીત પદાર્થો, ઘોડા, પથારી, મહેલો, મીઠાઇ અને માંસ (વર્સ-૪૩/૧, પેજ-૩૪ (ગુરૂનાનક આદિ ગ્રંથ પેજ-૧૫)

કોઇપણ શીખ ગુરૂ માંસ નહોતા ખાતા. ગુરૂ હરરાઇજીનો ઝભ્ભો જ્યારે કેટલાક અનુયાયીઓએ ફાડી નાખ્યો ત્યારે તે ખૂબ દુખી થયા હતા. વિવાદ એ હતો કે ગુરૂ ગોવિંદસિંહજીએ ઔરંગઝેબ સામે લડવા ઊભી કરેલી શીખસેનાને માંસ ખાવા સાથે કોઇ લેવાદેવા નહોતી. દરેક ગુરૂ ખાસ કરીને ગુરૂ અર્જુન દેવજીએ એવો ઉપદેશ આપ્યો હતો કે ''જ્યારે અસ્તિત્વ સામે જોખમ ઊભું થાય ત્યારે જ કોઇની હત્યા કરો.'' SGGS પેજ-૫૦ ઉપર લખ્યું છે કે કોઇપણ શરીર એ ભગવાને આપેલી ગીફ્ટ સમાન છે; માટે આપણે દરેક શરીરને માન આપવું જોઇએ. જ્યારે દરેકમાં ભગવાન વસતો હોય ત્યારે શા માટે તમે પક્ષીઓને મારી નાખો છો. આ વિષય પર શ્રી ગુરૂ ગ્રંથ સાહીબજીના કેટલાક વ્યૂઝ સામેલ કર્યા છે.

ગુરૂએ આપેલા પાયાના સિધ્ધાંતો એવો ઉપદેશ આપે છે કે જો તમારું મન શુધ્ધ હોય તો શા માટે તમારે ધ્યાન કે ભજન કરવા જોઇએ ? જે વ્યક્તિ સિંહનો ખોરાક (માંસ ખાય) તરીકે ઉપયોગ કરવામાં માને છે તે ભગવાનને ઠગતો  માણસ છે એમ સમજવું જોઇએ. (Ang 485)

જો તમારે સન્માનપૂર્વક જીંદગી જીવવી હોય તો કોઇપણ જીવને યાતના ના પહોંચાડો. (Ang 322) કેટલાક ધર્મશાસ્ત્રીઓ શીખોને માંસ ખાવાની પરવાનગી આપે છે પણ તે મુસ્લીમો ખાય છે એવું હલાલ થયેલું ના હોવું જોઇએ.

હલાલની પધ્ધતિ એવી છે કે જેમાં પ્રાણીને બાંધી દેવામાં આવે છે અને તેના સ્પાઇનલ કૉડને અકબંધ રાખીને અણીદાર છરાથી તેના ગળા પરની બંને બાજુની મુખ્ય નસ કાપી નાખવામાં આવે છે. આમ તેને પ્રેયરરૂપે અર્પણ કરાય છે. પ્રાણી પછી લોહીના ખાબોચીયામાં મોતને ભેટે છે.

જો પ્રાણીને એક ઝાટકે કપાય જેમકે બકરાના માથાને એક ઝાટકે કપાય તો તેનું માંસ ખાઇ શકાય છે.હકીકત એ છે કે ભારતમાં પ્રાણીઓ કોઇ ફેશનથી નથી કપાતા, નથી તો તે માટે કોઇ પ્રાર્થના થતી. આ પ્રાણીઓને ખૂબ ક્રૂરતાથી કાપવામાં આવે છે. તેના માથા પર તે ઢળી ના પડે ત્યાં સુધી ફટકા મરાય છે. તે માટે ક્યાં તો છરો વપરાય છે કે  અણીદાર લાકડી વપરાય છે.

શીખ માંસ ખાતા વર્ગમાં જે ફેવરીટ છે તે મરઘીને કેવી રીતે કપાય છે ? તેને કાપનારનો ગંદો પગ તેના ગળા પર દબાવીને ગળું તેમજ પાંખો કાપી નખાય છે. જ્યાં સુધી તેના શ્વાસ બંધ ના થાય ત્યાં સુધી પગ હટાવાતો નથી. શીખો જે માંસ ખાય છે તે મોટાભાગે મુસ્લિમ કસાઇઓ દ્વારા કપાયેલું હોય છે.

આ લોકો ઝટકા સિસ્ટમ નથી વાપરતા કેમકે તે માટે વધુ સ્ટાફ જોઇએ. આ કસાઇઓ રોજ એટલા પ્રાણીઓ મારે છે કે તે પોતે રોગીષ્ટ બની ગયા હોય છે (સુપ્રીમ કોર્ટના આદેશથી દિલ્હીના કતલખાનાના કસાઇઓના આરોગ્ય ચેકીંગ દરમ્યાન જાણવા મળ્યું હતું કે મોટા ભાગના કસાઇઓ ક્ષયરોગથી પીડાય છે) એક ઝાટકે પ્રાણીઓ કાપવા એ શારીરિક રીતે પણ શક્ય નથી.

પ્રાણીઓની હત્યા પવિત્ર છે એવું બહાનું બતાવતા લોકોને ગુરૂ ગ્રંથ સાહિબ એવો પ્રશ્ન પૂછે છે કે તમે કોઇ જીવને મારવાને પ્રમાણિક પગલું ગણાવતા હોય તો હે ભાઇ તો તમે મને એ કહો કે અપ્રમાણિક પગલું એટલે શું ? જો ધાર્મિક લોકો માંસ ખાવા પ્રાણીઓની હત્યા કરે તો પછી ધર્મ એટલે શું ? જો તમે ધાર્મિક વ્યક્તિ છો તો પછી આપણે કસાઇ કોને કહીશું ? (Ang 1103) 

ઓ કબીર (મુલ્લાને કહો) જો જુલમ કરવા માટે ફોર્સ વાપરો છો (તમે ભગવાનના નામે પ્રાણીઓને પકડો છો અને પછી તેને મારી નાખો છો) તમારા કૃત્યને તમે કાયદેસરનું કહો છો (પરંતુ તમે પાપ કરી રહ્યા છો તે વિશે તમે વિચાર્યું છે ?)

જ્યારે ભગવાનની અદાલતમાં તમારો હિસાબ જોવાશે ત્યાં તમારી સ્થિતિ શું હશે તેની ખબર છે ? (૧૮૭) ઓ કબીર !! (મુલ્લાહ માંસ ખાય છે છતાં એમ કહે છે કે તે ભગવાનમાં માને છે) બી વાળું અનાજ કે ભાત ખાવો એ ઉત્તમ છે; તેમાં માત્ર મીઠું હોય છે. શા માટે પોતાના ખોરાક માટે કોઇનું ગળું કાપવું (પાપ ભોગવવું પડશે) અને માંસને બ્રેડ સાથે ખાવું ? (૧૮૮) (Ang 1374) 

ધર્મમાં ગુરૂ હોવા છતાં પાછળનું મુખ્ય કારણ એ છે કે તેમને સાંભળીને, તેમના આદેશોનું અનુકરણ કરવું. ઈતિહાસકાર ડૉ. ગેડાં સિંહએ ગુરૂ સાહિબે લખેલા આદેશો અને ઉપદેશોને ભેગા કરીને 'હુકમનામા' નામનું પુસ્તક પ્રકાશિત કર્યું છે. તેના પેજ ૬૪-૬૫ પર છઠ્ઠા નાયક ગુરૂ હરગોવિંદજીના હાથે લખેલ હુકમનામા (આદેશ)ને પંજાબીમાં ટ્રાન્સલેટ કરીને મૂક્યો છે.

હુકમનામામાં સ્પષ્ટ જણાવ્યું છે કે.. ક્યારેય માંસ-મચ્છી ના ખાવ. આ સમયના તમામ હુકમનામા શ્રી હરમીંદર સાહિબ, પટના સાહિબે આવકાર્યા હતા. શ્રી ગુરૂ હરગોવિંદ સાહિબ અંગે લખનાર સમકાલીન ઈતિહાસકાર મોહસીન ફાનીએ (૧૬૧૫-૭૦) પોતાના સંશોધન પર આધારીત દબીસ્તાન-એ-મઝાહીબ લખ્યું હતું.

તેમણે (નાનક) દારૂ પીવો અને માંસ ખાવા પર પ્રતિબંધ ફરમાવ્યો હતો અને પોતે પણ કોઇ જીવને ઈજા ના થાય એટલે માંસ નહોતા લેતા. તેમના પછી તેમના અનુયાયીઓએ તેમના ઉપદેશને ગણકાર્યો નહોતો. પણ તેમના વફાદાર અર્જુન માલના આવ્યા બાદ ફરી માંસ ખાવા પર પ્રતિબંધ ફરમાવ્યો હતો. તેમણે  કહ્યું કે નાનકે આ ચીજો ખાવાની  સંમતિ  નહોતી આપી.

ત્રીજા ગુરૂની ભત્રીજા અને અન્ય ગુરૂઓની પણ નજીક રહેનાર તેમજ તત્વજ્ઞાાની એવા ભાઇ ગુરૂદાસજી શીખ ધર્મને ખૂબ માન આપતા હતા. બકરાને માંસ માટે તેની પોતાની નજર સામે જ મારવાનો અર્થ તેમણે સમજાવ્યો હતો. 

ભાઇ ગુરૂદાસજી આ વાતને રીપીટ પણ કરે છે (Vaar 37, Pauri 2) બકરાને કાપીને તેના માંસના ટુકડા કરવામાં આવે છે, ઉપર મીઠું ભભરાવાય છે. જ્યારે બકરાને મારવામાં આવે છે ત્યારે બકરો કહે છે કે હું તો માત્ર ઘાસ ખાઉં છું તો પણ મારી આ દશા છે. જે લોકો છરાથી મારું ગળું કાપે છે તેમની દશા ભગવાનની કોર્ટમાં શું થશે ?  (Vaar 37, Pauri 21) 

ગુરૂગોવિંદ સિંહજીએ ભાઇ દયાસિંહજીને સુધારમ મારગ ગ્રંથમાં ઉપદેશ આપ્યો છે કે જે ચોરી નથી કરતો, વ્યભિચાર નથી કરતો, કોઇની નિંદા નથી કરતો, જુગાર નથી રમતો, માંસ નથી ખાતો કે દારૂ નથી પીતો તેને જીવનમુક્તિ મળે છે. તેમના પર કરૂણા વરસાવવામાં આવે છે. ગ્રંથ સાહિબ કહે છે :૬૮ તીરથ ધામમાં પવિત્ર સ્નાન કરવું; દાન કરવું તેના કરતાં પણ વધુ મહત્વનું અને ભગવાન માટે પ્રશંસાભર્યું કામ દરેક જીવો પ્રત્યે દયા રાખવાનું છે.

જો કોઇના કપડાં લોહીના ડાઘથી ખરડાયેલા હોય, તો આખું પહેરણ બગડે છે. જે લોકો અન્ય જીવોનું લોહી પીવે છે તે લોકો કેવી રીતે પવિત્ર હોઇ શકે ?  (Ang 140) પ્રથમ શીખ ગુરૂએ શાકાહારી રસોડાં શરૂ કર્યા હતા. ૧૮૭૧માં ૩,૧૫,૦૦૦ શીખોએ  બ્રિટીશરો  સામે આંદોલન  કરીને કતલખાના  બંધ કરાવ્યા હતા.

મારા સૌ શીખ બંધુઓને મારું પોતાનો તર્ક એવો છે કે દુનિયાએ તમને જે ચીજો કુદરતી રીતે અને વિનામૂલ્યે આપી છે તેનો ઉપયોગ કરો. ફળો અને અનાજની સુગંધ જ તેમની તરફ આકર્ષે છે તે દર્શાવે છે કે તમે અમારો ઉપયોગ કરો, અમને ખોરાકમાં લો અને અમારા બીયામાંથી છોડવા ઉગાડો.

પાકા ફળો પ્રાણીઓને ખાવા માટે ખેંચે છે અને કુદરતી રીતે નવા પ્લાંટ વિકસે છે.જ્યારે તમે કોઇ જીવને ખાવા માટે મારો છો ત્યારે તે તમને પોતાની જાતને ખાવા માટે ઓફર નથી કરતું. આવા આનાકાની કરતા પ્રાણીઓના માંસ તમારા શરીર અને મનને અસર કરે છે. વિશ્વનું અસ્તિત્વ દયા અને સંવેદનશીલતા પર આધારીત છે.

જો તમે પ્રાણીઓનો ખોરાક માટે ઉપયોગ કરશો તો અસ્તિત્વ કેવી રીતે ટકશે ?

- લેખક સંપર્ક : gandhim@nic.in