Editorial

સંવેદના - મેનકા ગાંધી

By GS Team
13 Aug 20186 mins read
This article was originally published on 13 Aug 2018
TukuTouch Logo
થોડા વર્ષો થાય એટલે હું પ્રોફેસર અનિલ ગુપ્તા અને તેમની સંસ્થા સૃષ્ઠિની ટીમે ભારતભરમાં ફરીને કરેલા

Summarized by AI; it may make mistakes. Check important info

સંવેદના - મેનકા ગાંધી

ગુજરાતમાં જેને નફ્પટીયો કહે છે તે 'સદા સુહાગન' તરીકે ઓળખાતો પ્લાન્ટ અદ્રશ્ય થઈ ગયો છે, આંબલીના ઝાડ પણ અદ્રશ્ય થઈ રહ્યા છે...

મરચાના છોડના પાન વળી ના જાય એટલે ઉપર છાશ છાંટવામાં આવે છે : છાશ મૂળીયામાં રેડવાથી સારું ઉત્પાદન મળે છે

થોડા વર્ષો થાય એટલે હું પ્રોફેસર અનિલ ગુપ્તા અને તેમની સંસ્થા સૃષ્ઠિની ટીમે ભારતભરમાં ફરીને કરેલા આશ્ચર્યજનક સંશોધનો અંગે લખું છું. ગામડાના લોકો દેખાવે ગરીબ હોય છે પણ તેમનામાં રહેલું પાયાનું જ્ઞાાન, સિધ્ધાંતો અને માનવ મૂલ્યો વગેરે ગરીબ નથી હોતા. હકીકત તો એ છે કે જો આપણે ગામડાના લોકોના વળતર સંશોધનોનો ઉપયોગ કરીએ તો ઘણાં પૈસા બચાવી શકીએ. હાલમાં શહેરોમાં વિકાસ માટે લેવાતા પગલાં બિન કાર્યક્ષમ પુરવાર થાય છે. આવા પગલામાં ગૂંચવાઈ જવું તેના બદલે ગામડામાં વપરાતા સંશોધનોથી વધુ સુખી થવું જોઈએ.

ગામડાઓમાં પરંપરાગત રીતે વપરાતી ચીજો અને નવા આઇડયાને 'હની-બી' નામના મેેેગેઝીનમાં છાપવામાં આવે છે. આ મેગેઝીન નિયમિત આવે છે. તમામ અધિકારીઓ, ટેકનોલોજીસ્ટો અને રાજકારણીઓએ તે વાંચવું જોઈએ. તે વાંચવાથી દેશ કેવા સંશોધનોતી ચાલે છે અને દેશના ખરા હીરો કોણ છે તેની પણ ખબર પડશે.
આ મેગેઝીનને તાજેતરમાં ૨૫ વર્ષ થયા તે નિમિત્તે હાલમાં મેગેઝીનનો વધુ પાના ધરાવતો મોટો અંક બહાર પડયો છે. જેમાં ઉપયોગી હજારો સંશોધનો સમાવ્યા છે. તેમાંના કેટલાક અહીં સમાવ્યા છે.

(૧) કેટલાંક વર્ષથી હું મારા શાકભાજીના ગાર્ડનમાં મરચાં ઉગાડવા પ્રયાસ કરું છું. તેના પાંદડા વળી જાય છે અને પાક પણ ઓછો ઉતરે છે. વળી ગયેલા પાંદડા ડાળી પરથી હું કાપી નાખું છું અને રોજ પ્લાન્ટ પરથી સૂકા પાન ખંખેરી નાખું છું. છતાં કોઇ અસર થતી નથી. હું કોઇ પ્રકારના કેમીકલ નથી વાપરતી. ઘેર બનાવેલ લીમડાના પાનના સ્પ્રેની પણ કોઇ અસર થતી નથી. હવે મને ખબર પડી કે વળી જતાં પાંદડા પર બટર મિલ્ક (છાશ) છાંટવામાં આવે તો તે વળતાં નથી. તેનો મૂળીયામાં છાશ નખાય તો ચાના પાંદડાની જેમ છોડ પણ વિકસે છે.

(૨) મને એક પ્લાન્ટ બહુ ગમે છે. તે તો જોવા નથી મળતો અને લોકો પણ તેનું નામ ભૂલી ગયા છે. આ પ્લાન્ટનું નામ 'સદા સુહાગન' હતું. ઉત્તર પ્રદેશમાં તેને બેશરમ, બેહાયા કહેવાય છે તો ગુજરાતમાં તેને નફ્ફટીયો તરીકે ઓળખાય છે. તે ભીની માટીમાં ઉગે છે તેમજ ભરાયેલા પાણીવાળા વિસ્તારમાં ઉગે છે. અત્યાર સુધી તે દરેક સ્થળે જોવા મળતા હતા. તેના બ્લ્યૂ અને પીંક કલરના ફૂલ આવે છે. જયારે આ પ્લાન્ટ સાવ જ અદ્રશ્ય થઇ ગયો છે ત્યારે તેના ઉપયોગોનો ખ્યાલ આવ્યો છે.

તે ગૂમડાં મટાડવા, ચામડીના રોગોમાં, ચેપી ઘામાં, સાંધાના દુખાવામાં વપરાતા હતા. બોલીવીયામાં તે કેન્સર, ડાયાબીટીસ, એન્ટી-બેકટેરીયલ, લીવરને મજબુત બનાવવા, ઉંઘની દવા તરીકે ઓળખાય છે. તે કોઢ મટાડે છે. મેન્સ્ટ્રએશન નિયમિત કરે છે અને શરીરમાં પ્રવેશતા ભારે અપથ્ય કોરાક સામે રક્ષણ આપે છે. ખેતરમાં તે જંતુ નાશક તરીકે વપરાય છે, ઉધઈ સામે રક્ષણ આપે છે, પાંદડાને વળી જતા અટકાવે છે, જીવાણું તેમજ તીતી ઘોડા જેવા પાક નાશકોથી બચાવે છે.

આમ બધી રીતે આ ચમત્કારીક પ્લાન્ટ હતો. ભીની માટીના અભાવે આ પ્લાન્ટ અદ્રશ્ય થઇ ગયો. કોઇ વિજ્ઞાાનીએ આ પ્લાન્ટને સાચવવાની દરકાર ના કરી. કોઇએ આ પ્લાન્ટની માહિતી બાબા રામદેવની દવાઓ બનાવતી મેડિકલ ટીમને મોકલી આપવી જોઈએ.

(૩) બીન રસાયણિક ખેતી પર સંશોધન કરતા વિજ્ઞાાનીઓએ મારા મત વિસ્તાર પીલીભીતમાં જમીનનું ટેસ્ટીંગ હાલમાં જ પુરું કર્યું છે. અમારે ત્યાંની જમીનમાં માત્ર ઘઉં, ચોખા, શેરડી, મેન્થા ઉગે છે. ટેસ્ટીંગ કરનારાઓએ રીપોર્ટ આવ્યો છે કે આ જમીન ૩૮ જેટલા ખાતરોથી અસરગ્રસ્ત થયેલી છે. જેના કારણે કેન્સર સહિતના અન્ય રોગો વધે તો આશ્ચર્ય ના થાય એવી સ્થિતિ છે. કમનસીબી એ છે કે સરકાર સતત ઓર્ગેનીક ફાર્મીંગની વાતો કરે છે પણ તે અંગેની એક પણ યોજના અત્યાર સુધી નથી મુકાઇ.

પીલીભીત મત વિસ્તારને ઓર્ગેનીક ફાર્મીંગ તરફ આગળ વધારવા હું સતત પ્રયાસો કરું છું. કોઇપણ વિસ્તારને ઓર્ગેનીક ફાર્મીંગ વાળો બનાવવા પૈસાની મદદ ન કરો પણ જ્ઞાાન આપો. સિક્કીમના મુખ્ય પ્રધાને સાવ સરળ રીતે અપનાવી હતી. કેમીકલયુક્ત ખાતર પર પ્રતિબંધ મુકીને ૮૦૦ જેટલા તાલિમબદ્ધ શિક્ષકોને ઓર્ગેનીક ફાર્મીંગની સમજ આવવા કિસાનો સામે ગોઠવી દીધા હતા.આજે આ કિસાનો ૧૦૦ ટકા ઓર્ગેનીક ખેતી કરે છે.

મારા વિસ્તારમાં માટે પણ આવી પૈસા લઇને કામ કરતી ટીમ જોઈએ છે એવી રજૂઆત મેં કૃષિ મંત્રાલયને કરી હતી પણ તે બહેરા કાને અથડાઈ હોય એમ લાગે છે. ઓર્ગેનીક ફાર્મિંગ માટે મંત્રાલયને ૪૦૦ કરોડ ફાળવ્યા છે પરંતુ આ લોકો કોઇપણ વિસ્તારની એક એકર જમીનને કેમીકલ ફ્રી બનાવે છે. એક સાથે તે એક એકર જમીન લે છે એટલે સમય તેમજ પૈસા બંને વેડફાય છે. ઠીક છે. પણ દર શિયાળામાં આપણે મગફળી ખાઇએ છીએ.મગફળીને તેના ફોફા સાથે બાફી નાખીને તેને મકાઇના કે જુવારના ખેતરમાં ખાતર તરીકે વાપરવામાં આવે તો તે સારો પાક આપે છે.

(૪) ઉત્તર ભારતમાં આંબલીના ઝાડ લગભગ અદ્રશ્ય થઇ ગયા છે. આપણે દક્ષિણ એશિયાથી ઉતરતી કક્ષાની આંબલી મંગાવીએ છીએ. આ આપણું એક અદ્ભૂત વૃક્ષ છે. તેના મેડિકલ ઉપયોગ અનેક છે. સાથે-સાથે તેનો ટેસ્ટ પણ રસપ્રચુર હોય છે. તેના પાંદડાને સૂકવીને તેનો ઉપયોગ બિયારણને સાચવવામાં થાય છે. વર્ષોથી આ સિસ્ટમ ચાલે છે. કોઇપણ રાજ્ય સરકાર ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને આંધ્ર પ્રદેશે એક કરોડ જેટલા આંબલીના વૃક્ષો રોપવા જોઈએ.

(૫) તમાકુનો ઉપયોગ : કઠોણને કંતાનની થેલીમાં પેક કરાય છે. તેમાં કીડીઓના પ્રવેશ એટલે ૨૪ કલાક પાણીમાં, ડૂબેડાલા તમાકુના પાંદડા સૂકવીને ગોડાઉનમાં રાખ્યા બાદ તે સ્થળે અનાજની ગુણો રાખવી.
(૬) મારી મારી વિનંતીને માન આપીને સૃષ્ઠિ સંસ્થાવાળા પીલીભીત મત વિસ્તારમાં સફરજનનું નવા પ્રકારનું ઝાડ લઈ આવ્યા છે. જે સપાટ જગ્યામાં ઉગે છે અને વધુ પાક પણ આપે છે.

તેમણએ ૧૦૦ વૃક્ષો વહેંચ્યા હતા અને લગભગ બધાજ ઉછર્યા છે. વિચારો કે આ બધા ઉત્પાદન આવતા થશે ત્યારે કિસાનોને કેવી આવક થશે ? ગરીબ કિસાનો એક વીઘામાં આવા વૃક્ષો વાવીને કેમીકલ યુક્ત અનાજ કરતાં વધુ કમાઇ શકે છે.

(૭) સૂકા પાંદડાઓમાંથી બનાવેલ ખાતર માટે ખાડા ખોદવા અને તેને તૈયાર કરવું મુશ્કેલ હોય છે. તેમાંના અળસીયા નજીકની જમીનમાં જતા રહે છે. તેમાં પાણી ભરેલું હોઇ માખી મચ્છર થાય છે. ઉંદરો, કીડી અને ઉધઇ પણ તેના પર ત્રાટકતી હોય છે.

આ સ્થિતિને અટકાવવા બે ઝાડ વચ્ચે દોરી બાંધીને તેના પર ખાતર તૈયાર કરતી બેગો લટકાવો. દોરીની બંને સાઇડે ગ્રીસ લગાઓ. કોથળામાં કાણા પાડી તેમાં પાંદડાનો કચરો ભરો. થેલામાં અળશીયાં મુકો. થેલા પર દર અઠવાડીયે છાણ ભરેલું પાણી છાંટો. આમ ૪૫ દિવસમાં વઝી કોમ્પોસ્ટ તૈયાર થઇ જશે. તેમાં અળસીયાં પણ જીવતા હશે જે ખાતર માટે ખુબ કામમાં આવશે.

દર છ મહિને સૃષ્ઠિ વાળા શોધ યાત્રા કરે છે. તેના કાર્યકરો પસંદ કરેલા વિસ્તારો ખૂંદી કાઢે છે. કાર્યકરો સાથે પ્રોજેક્ટર્સ સહિતના કેટલાક ડીવાઇસ રાખે છે જેના કારણે તે નવા સંશોધનો અને પાયાનું જ્ઞાાન રેકોર્ડ કરી શકે. જયારે તેમનો સંપર્ક સંશોધન સાથે જોડાયેલા શિક્ષકો, ગૃપો સાથે થાય ત્યારે પોતે મેળવેલ પાયાના જ્ઞાાનની આપ-લે કરે છે. અત્યાર સુધીમાં સૃષ્ઠિના કાર્યકરોએ અનંતનાગથી ઇડુક્કી સુધીમાં ૩૪ શોધયાત્રા કરી છે.તમને કોઈ એવા વિસ્તારની ખબર હોય કે જે ઇનોવેશન આધારીત ખેતી કરે છે તો મને લખો કે પ્રોફેસર ગુપ્તાનો સંપર્ક કરો.