આવી લોહીમાં સાકર તો જલ્સા-કર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- બખડજંતર-નટખટ નાગર
- 'લાભુ, મતના ખજાના પર જ નજર રાખતી સરકાર મોકો જોઈને મોંઘવારી ઘટાડતા કે વધારતા ક્યાં વાર લગાડે છે? એ તો મોકો જોઈને વાર (પ્રહાર) કરે છે.'
'આનંદો… આનંદો… આજે મીઠું મોઢું નહીં પણ કડવું મોઢુ ં કરો…'
'લાભુ, તારૂ ભેજું ફરી ગયું છે કે શું? આનંદો… આનંદો પોકારીને મીઠું મોઢું કરાવવાને બદલે કડવું મોઢું કેમ કરાવે છે?'
'અરે મારા રાજ્જા જરા કારણ તો સમજો? સાકરના ભાવ વધીને બમણાં થઈ ગયા છે તમને ખબર નથી? ખાંડના ખર્ચાને માંડ માંડ પહોંચી વળાય છે, ખબર નથી તમને?'
'લાભુ, ખાંડના ભાવમાં ભડકો થયો એમાં તું કડવું મોઢું શું કામ કરાવે છે?'
'તમને ખબર નથી? મને અને લીલાને ડાયાબિટીસ છે અને અમે બન્ને ડાયાબિટીસ મંડળના મેમ્બર છીએ. હવે અમારે તો સાકર તો ખવાય નહીં, એટલે સાકરના આ ભાવવધારાથી અમે બધા બચી ગયા. એટલે ડાયાબિટિસ મંડળવાળાએ આજે ઉજવણી કરી અને કારેલાની કેક કાપી. બસ, આ કેક કાપ્યા પછી એક કટકો તમારૃં મોઢું કડવું કરાવવા લાવ્યો છું.'
'લાભુ, વધતી મોંઘવારી અને ખાંડની વધતી કિંમત જોઈને મને એક જોડકણું નહીં તોડકણું સૂઝયું છે તું પણ સાંભળઃ
ભાવવધારા સામે સહુ હારેલા
એટલે ક-મને ખાવા પડે કારેલા
સરકાર ચૂંટણી હોય ત્યાં કરે સોંઘવારી
ચૂંટણી પછી સહુને મોંઘવારીમાં મારેલા.'
'વાહ ભાઈ વાહ, આ સરકાર હવે સોંઘવારી લાવશે એવું માનનારા નમોભક્તો ખાંડ જ ખાય છે હો? એટલે મનેય એક જોડકણું સૂઝયું છે, સાંભળો-
જ્યાં ચૂંટણી ત્યાં
જનતાને દે તારી
મતદારો પણ ખોબલે ખોબલે કરે
મતદાન ભારી
ચૂંટણી જીત્યા પછી ડૂચો કાઢે
મોંઘવારીથી મારી મારી.'
'લાભુ, તને ખબર નથી? બે દિવસ પહેલાં મેં બ્લડ ટેસ્ટ કરાવ્યો તો બ્લડમાં આવી શુગર, બોલ!'
'અરે વાહ,
બ્લડમાં આવી શુગર
તો હવે જલ્સા કર
મીઠી-પેશાબ મંડળે જ
મેળવ્યો વિજય ખાંડના ભાવવધારા પર.'
'લાભુ, મને લાગે છે કે શેરડીમાંથી વાહનોનું ઈંધણ (ઈથેનોલ) બનવા માંડયું છે એટલે ખાંડના ભાવ વધવા માંડયા છે કે શું?'
'અરે ભાઈ, આ સરકારની મહત્ત્વાકાંક્ષી ઈથેનોલ ઈંધણ યોજના માટે શેરડીનો પૂરતો સ્ટોક હોવા છતાં તહેવારોના દિવસોમાં મીઠી સાકર કડવી થાય ત્યારે જનતાની કેવી દશા થાય?'
'લાભુ, મતના ખજાના પર જ નજર રાખતી સરકાર મોકો જોઈને મોંઘવારી ઘટાડતા કે વધારતા ક્યાં વાર લગાડે છે? એ તો મોકો જોઈને વાર (પ્રહાર) કરે છે. એટલે જ વધુ એક જોડકણ ું જોડવ ું પડે-
જનતાની કેડે ભાવ વધારાનો ભાર
ચૂનાવી રાજકારણનો આ છે સાર
લાગ જોઈ ભાવની વધઘટમાં કરે નહીં વાર
સરકાર તો કરે વારંવાર 'વાર'.
'વાહ, વાહ… આને જોડકણું નહીં પણ ભાવવધારાથી પ્રજાની કમર તોડી નાખે એવું તોડકણું કહેવાય, બરાબરને?'
'લાભુ, તારી વાત સાવ સાચી છે હો? લાભુ આજે ગરમી બહુ છે એટલે ચાલ તને શેરડીનો રસ પીવડાવું.'
'અરે ભાઈ, આપણા એરિયામાં શેરડીના રસની દુકાન ક્યાં છે?'
'લાભુ, કાંઈ વાંધો નહીં. શેરડીના રસની દુકાન નથી તો શ ું થયું, તને હું પેટ્રોલ પમ્પ પર લઈ જઈને પીવડાવું.'
'અરે? તમારૃં ભેજું ચસકી ગયું છે કે શું? પેટ્રોલ પમ્પ પર કઈ રીતે શેરડીનો રસ પીવડાવશો?'
'લાભુ, લાભુ …તને હું ચોખ્ખું ઈથેનોલ પીવડાવીશ,ઈથેનોલ શેરડીના રસમાંથી જ બને છેને? '
'ેંહા, હા, હા… તમ ે તો ભારે કરી હો? સરકારે પેટ્રોલના ભાવ ઘટે એટલા માટે શેરડીના રસમાંથી ઈથેનોલ બનાવ્યું , પણ પેટ્રોલ તો સસ્તું ન થયું પણ શેરડીમાંથી બનતી સાકર મોંઘી થઈ ગઈ, જુઓ તો ખરા?'
'લાભુ, મીરા બાઈ ગાતાં હતાં - મને ચાકર રાખોજી… હવે આપણે ગાવાનો વારો આવ્યો છે કેઃ ં મને સાકર આપોજી…'
'હા, તમે પેટ્રોલ પમ્પની વાત કરી એટલે યાદ આવ્યું. પમ્પની બાજુમાં મીઠાઈની દુકાન છે ત્યાંથી ગુલાબજાંબુ લેવા જાવું છે, લીલાએ ખાસ કહ્યું છે.'
'લાભુ, તને અને લીલાને અચાનક ગુલાબ જાંબુ ખાવાનું કેમ મન થયું?'
'અરે વૈદરાજે સલાહ આપી છે કે ડાયાબિટીસના દરદીઓએ જાંબુ ખાવા જોઈએ જાંબુ…'
'લાભુ, તું પણ સાવ જ ડોબો છે, ડાયાબિટીસમાં જાંબુ ખાવાની સલાહ આપી છે એ ઝાડ પર ઉગતા કાળા જાંબુ ખાવાની, ગુલાબ જાંબુ નહીં, પડી સમજ?'
'અરે ભાઈ, જાંબુ નહીં લઈ જાઉં તો લીલા મારી સાથે ઝઘડો કરશે. ખબર છે?'
'લાભુ, વર-વ હુ બંનેને ડાયાબિટીસ હોય એમ ની વચ્ચે બાઝણું થાય એને ઝઘડો નહીં, પણ મીઠોે ઝઘડો કહેવાય, સમજાયું?'
'અરે મારા રાજ્જા, લીલાને તમે ઓળખતા નથી? આટઆટલી લોહીમાં સાકર આવે છે, છતાં એની જીભ કેવી કડવી છે?'
'લાભુ, તું લીલાને સમજાવ કે કડવી જીભનો ઉપયોગ તારી સામે ન કરે, પણ સાકરના ભાવ વધારી ભાંગી નાખતા સંગ્રહખોરો સામે કરે…'
'અચ્છા મને જવાબ આપો કે ખાંડને હિંદીમાં શું કહેવાય?'
'લાભુ, તું મને અભણ સમજે છે? ખાંડને હિન્દીમાં ચીની કહેવાય ચીની.'
'અચ્છા, અચ્છા… હવે યાદ આવ્યું, મારા હિંદી ભાષી ડોકટરે કહ્યું હતું કે હિંદુસ્તાન મેં લોગ ચીની બહોત ખાતે હૈ ઈસ લિયે ડાયાબિટીસ કે પેશન્ટ બઢતે જાતે હૈં…'
'લાભુ, એક જમાનામાં કહેવાતું હિંદી-ચીની ભાઈ ભાઈ… અને હવે કહેવું પડશે કે હિંદી-'ચીની' બહુ ખાય… '
ફન કી બાત
મોટગજાના સંગીતકાર અને રમૂજના રાજા કલ્યાણજીભાઈને પરદેશમાં કોઈએ તેમના વાઈફનું નામ પૂછ્યું ત્યારે કલ્યાણજીભાઈએ હસીને જવાબ આપ્યો કે વાઈફ નું નામ છે સુગર સીસ્ટર… સાકરબેન.




