Diu-Daman

દમણમાં SIRની અંતિમ મતદાર યાદી જાહેર: 33 ટકા મતદારો ઘટ્યા, 1.36 લાખમાંથી ઘટીને માત્ર 92 હજાર રહ્યા

By GS Team
11 Sep 20262 mins read
TukuTouch Logo
દમણમાં ચૂંટણીપંચ દ્વારા SIR પ્રક્રિયા બાદ 2026ની અંતિમ મતદાર યાદી જાહેર થઈ છે. અગાઉના 1,36,364 મતદારોની સામે હવે 92,232 મતદારો નોંધાયા છે, જેમાં 44,116 પુરુષ અને 48,116 મહિલા મતદારોનો સમાવેશ થાય છે. આ યાદીમાં કુલ 33 ટકાનો નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દમણમાં SIRની અંતિમ મતદાર યાદી જાહેર: 33 ટકા મતદારો ઘટ્યા, 1.36 લાખમાંથી ઘટીને માત્ર 92 હજાર રહ્યા

Daman SIR Final Voter List 2026: સંઘપ્રદેશ દમણમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ (SIR)ની પૂર્ણ થયેલી પ્રક્રિયા બાદ જાહેર થયેલા આંકડાઓ મુજબ દમણમાં મતદારોની સંખ્યામાં 33 ટકાનો ઘટાડો નોંધાયો છે. ડ્રાફ્ટ પ્રકાશન પહેલાં દમણમાં કુલ 1,36,364 મતદારો, ડ્રાફ્ટ યાદીમાં 95,144 અને અંતિમ યાદીમાં 92,232 મતદારો નોંધાયા હતા. જેમાં 44,116 પુરુષ અને 48,116 મહિલા મતદારોનો સમાવેશ થાય છે.

દમણમાં SIRની અંતિમ મતદાર યાદી જાહેર

ચૂંટણીપંચ દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ હેઠળ મતદાર યાદીની સ્પેશ્યિલ ઈન્ટેન્સિવ રીવિઝન (SIR)ની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. દમણમાં હાથ ધરાયેલી આ પ્રક્રિયા અગાઉ તા. 4 જૂન, 2026ના રોજ દમણ જિલ્લામાં કુલ 1,36,364 મતદારો નોંધાયેલા હતા. જેમાં 69,996 પુરુષ અને 67,367 મહિલાઓ તેમજ 1 ટ્રાન્સજેન્ડર મતદારનો સમાવેશ થયો હતો. આ તમામ મતદારો માટે ગણતરીના ફોર્મ વહેંચવામાં આવ્યા હતા. જેમાંથી 30 ટકા ફોર્મ એટલે કે 41,220 ફોર્મ પરત મળ્યા ન હતા. પરત નહીં આવેલા ફોર્મમાંથી 1686 મૃત્યુ, 31726 ગેરહાજર, 6653 કાયમી સ્થળાંતરિત, 467 અગાઉથી નોંધાયેલા અને 688 અન્ય કારણોનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: ગુજરાતમાં હવે 24x7 ખુલ્લા રાખી શકાશે મોલ, કાફે અને રેસ્ટોરન્ટ: વિધાનસભામાં 'ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ બિલ' પસાર!

ત્યારબાદ તા. 10 જુલાઈ, 2026ના રોજ જાહેર થયેલા ડ્રાફ્ટ મતદારયાદીમાં કુલ 95,144 મતદારો હતા. જેમાંથી 45,494 પુરુષ અને 49,650 મહિલા મતદારો નોંધાયેલા હતા. જ્યારે ટ્રાન્સજેન્ડરની સંખ્યા શુન્ય દર્શાવાઈ હતી. 95,144 મતદારોના હાથ ધરાયેલા મેપિંગ દરમિયાન 39,236 કેસમાં વિસંગતતા તેમજ મેપિંગ સંબંધિત મુદ્દાઓ સામે આવ્યા હતા. જે બાદ હાથ ધરાયેલી પ્રક્રિયા દરમિયાન 4,340 મતદારોને અયોગ્ય જાહેર કરાયા હતા. જે બાદ આજે શુક્રવારે(11 સપ્ટેમ્બર) જાહેર કરાયેલી અંતિમ મતદાર યાદીમાં કુલ મતદારોની સંખ્યા 92,232 રહી છે. જેમાં 44,116 પુરુષ અને 48,116 મહિલા મતદારો છે. જે ડ્રાફ્ટ પહેલાંના મતદારોની સરખામણીએ 33 ટકાનો ઘટાડો દર્શાવે છે.