દા.ન.હવેલીમાં મતદાર યાદીમાંથી 29 ટકા મતદારોના નામો કમી, સુધારણા કાર્યક્રમમાં નવા નામો માટે માત્ર 609 અરજી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Dadra Nagar Haveli Voter List Revision SIR: દાદરા અને નગરહવેલીમાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ દરમિયાન કુલ મતદારો પૈકી અંદાજે 29 ટકા એટલે કે 85,674 મતદારોના નામો કમી કરવામાં આવ્યા છે. જે પૈકી 64,476 મતદારો ગેરહાજર, 13,118 મતદારોનું સ્થળાંતર, 5581 મતદારોના મૃત્યુ, 2084 મતદારોની અન્યત્ર નોંધણી અને 418 ફોર્મ હજુ મળ્યા નહોતા.
દા.ન.હવેલીમાં મતદાર યાદીમાંથી 29 ટકા મતદારોના નામો કમી
ચૂંટણીપંચ દ્વારા મતદારયાદીને વધુ ચોકસાઈ, પારદર્શક અને વિશ્વસનીય બનાવવા માટે વિશેષ સઘન મતદાર યાદી પુનઃ સમીક્ષા (એસઆઈઆર)ની કામગીરી ચાલી રહી છે. સંઘપ્રદેશ દાદરા નગરહવેલીમાં એસઆઈઆર-2026ની કામગીર પહેલાં કુલ 2,91,672 મતદારો નોંધાયેલા હતા. જો કે, 5 ઓગસ્ટ સુધી ચાલેલી મતદારયાદી પુનઃસમીક્ષા કાર્યક્રમ બાદ પણ પ્રદેશમાં 2,05,998 ફોર્મ્સ એકત્રિત કરીને તેઓને ડિજિટલાઈઝ કરવામાં આવ્યા છે. જેથી સ્પષ્ટ થાય છે કે, હજુપણ 85,674 મતદારોના ફોર્મ્સ પ્રાપ્ત થયા નથી. જે સરેરાશ 29 ટકા જેટલા મતદારો સ્થળાંતર કરી ગયા હોવા કે ગેરહાજર હોવા અંગે નિર્દેશ કરે છે.
દા. ન. હવેલી ચૂંટણી અધિકારી દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ મુજબ, 85,674 મતદારો પૈકી 64,476 મતદારો ગેરહાજર હતા. જ્યારે 13,118 મતદારોનું કાયમી સ્થળાંતર, 5,581 મતદારોના મૃત્યુ, 2084 મતદારોની અન્યત્ર નોંધણી અને 418 ફોર્મ્સ અન્ય કારણોસર મળ્યા નથી. એકત્રિત થયેલા 2,05,998 ફોર્મ્સમાંથી 58,551 મતદારોએ પોતાના, 1,31,568 લોકોએ પોતાના પરિવારજનોના જ્યારે 15,879 લોકોનું મેપિંગ થઈ શક્યું નથી.
આ પણ વાંચો: રાજ્યમાં ખાતરની કાળાબજારી અને ટેગિંગને રોકવા સરકારનો નવો પ્રયાસ, બે અધિકારીઓની કરી વિશેષ નિમણૂક
આ ઉપરાંત, 73,975 નોટિસો ઈશ્યુ કરાઈ હતી. જે પૈકી તાર્કિક ખામીઓ ધરાવતા 58,105 અને મેપિંગ થઈ શક્યું ના હોય તેવા 15,870 કિસ્સાઓ નોંધાયા હતા. 10 જુલાઈથી 5 ઓગસ્ટ સુધી ચાલેલી પ્રક્રિયામાં માત્ર 609 લોકોએ જ નવા નામો માટે નોંધણી કરાવી હતી.









