દમણ-દાદરા નગર હવેલીમાં 'Gen-Z' માટે મેગા ડ્રાઇવ: 10,000 નવા યુવા વોટર્સને જોડવા યોજાશે ખાસ અભિયાન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Dadra Nagar Haveli Daman 10K GenZ Voter Registration Drive: ચૂંટણીપંચ દ્વારા એસઆઇઆરની કાર્યવાહી પૂર્ણ થયા બાદ હવે સઘન જાગૃતિ અભિયાન હાથ ધરાશે. સંઘપ્રદેશમાં 10 હજાર GenZ યુવાઓને મતદારયાદીમાં સમાવવા સ્પેશિયલ ડ્રાઇવ યોજવામાં આવશે.
10 હજાર GenZ યુવાઓને મતદારયાદીમાં સમાવવા સ્પેશિયલ ડ્રાઈવ યોજાશે
સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR)ની કામગીરી પૂર્ણ થયા બાદ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં મતદારોની અંતિમ સ્થિતિ સ્પષ્ટ થઈ ગઈ છે. હવે ચૂંટણીપંચ દ્વારા સઘન જાગૃતિ અભિયાન દ્વારા જે મતદારોની નોંધણી જ નથી થઈ તેના માટે સ્પેશિયલ ડ્રાઇવ યોજવામાં આવશે. સંઘપ્રદેશના મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા માહિતી આપતાં જણાવવામાં આવ્યું હતું કે, પ્રદેશમાં 10 હજાર જેટલાં યુવા વિદ્યાર્થીઓ છે. જેઓની મતદાર યાદીમાં નોંધણી થાય તે માટે શિક્ષણ વિભાગની સાથે રહી કૉલેજોમાં સ્પેશિયલ ડ્રાઇવ યોજવામાં આવશે.
GenZ જનરેશન મતદાર તરીકે નોંધણી પામે તે ખાસ ઉદ્દેશ્ય હોવાથી બ્રાન્ડ એમ્બેસેડરને પણ બોલાવવામાં આવશે. સંઘપ્રદેશમાં સૌથી વધુ મતદારોના નામો કમી થવા અંગે ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે, પ્રદેશમાં 50 ટકા સ્થળાંતરીત વસ્તી હોવાના કારણે આ પ્રમાણ ઊંચું છે. સાથે રાજકીય પક્ષોની નિષ્ક્રિયતા પણ જવાબદાર હોવાનું જણાવ્યું હતું.




