Dharmlok

મોટાઈની સાચી કસોટી

By GS Team
12 Aug 20261 min read
મોટાઈની સાચી કસોટી

આ સંસારમાં વૈભવના આધારે મોટાઈ ગણવાની પ્રથા છે. જેની પાસે મિલ્કત, સંપત્તિ, સાધનો, શિક્ષણ અને ચતુરાઈ છે એટલા પ્રમાણમાં એની મોટાઈનું મૂલ્ય ગણાવામાં આવે છે. બળ અને પ્રતિષ્ઠા પણ આ વર્ગમાં આવે છે. બળ અને પ્રતિષ્ઠા પણ આ વર્ગમાં આવે છે. જે બીજાની ઉપર પોતાની છાપ છોડે છે તથા ધાક જમાવે છે. લોકો ઉગ્રતા, આતંકવાદ, દુષ્ટતા અને નુકસાન પહોંચાડનારી શક્તિને જોતાં જ ડરે છે અને માન આપે છે.
મોટાઈનું મૂલ્ય કરવાની આ તમામ કસોટીઓ હલકી અને ખોટી છે, એના વડે આપણે કોઈ પણ વ્યક્તિનું સાચું મૂલ્યાંકન-કિંમત કરી શકીએ નહીં.
વ્યક્તિત્વની વાસ્તવિક મહતા તેની સુસંસ્કારિતાના આધાર પર આંકવી જોઈએ. જોવું જોઈએ કે કોણે પોતાના ગુણ-કર્મ-સ્વભાવમાં કેટલી ઉત્કૃષ્ટતા સ્વીકારી છે અને પોતાના ચરિત્ર તથા બીજાની સાથે સદવ્યવહારમાં કેટલી હદ સુધી પોતાની વિશિષ્ટતા અપનાવી છે. લઘુતામાં ભગવાન વસે છે.ને મોટાઈથી પ્રભુ દૂર ભાગે છે. જેમની હાજરીમાં બધા હળવાશ અનુભવે તે માણસ
મોટો છે.

  • જયેન્દ્ર ગોકાણી