Dharmlok

रुद्रो नर उमा नारी तस्मै तस्यै नमो नमः । रुद्रो ब्रह्मा उमा वाणी तस्मै तस्यै नमो नमः ।।

By GS Team
13 Aug 20262 mins read
रुद्रो नर उमा नारी तस्मै तस्यै नमो नमः । रुद्रो ब्रह्मा उमा वाणी तस्मै तस्यै नमो नमः ।।
  • रुद्रो नर उमा नारी तस्मै तस्यै नमो नमः । रुद्रो ब्रह्मा उमा वाणी तस्मै तस्यै नमो नमः ।।
    रुद्रो विष्णु उमा लक्ष्मी तस्मै तस्यै नमो नमः । रुद्रो यज्ञ उमा वेदी तस्मै तस्यै नमो नमः ।।
  • શિવની ભક્તિથી મળે છે શાંતિ, દૂર થાય છે જીવનની દરેક ભ્રાંતિ. ભોળાના શરણે જે આવી ગયો, એના ઘરમાં આવે છે સુખ-શાંતિ
  • શિવજીના પાવન આશીર્વાદ, સદાય તમારી સાથે રહે. દુ:ખ, દર્દ અને બધી તકલીફો, તમારાથી હંમેશા દૂર રહે
  • શ્રાવણનો આ મહિનો પાવન, લાવે તમારા જીવનમાં નવપલ્લવ. દરેક દિવસ તમારો ખુશહાલ રહે, અને મહેકી ઊઠે ખુશીઓથી આંગણું
  • ઓમ નમ: શિવાયનો જાપ કરો, મનના તમામ વિકારોને હરો. શ્રાવણના પાવન અવસર પર, પોતાના જીવનને શિવમય કરો

શ્રાવણ માસમાં શિવલિંગ પર જળનો તથા દૂધનો અભિષેક કરી બિલિપત્ર ચઢાવવાથી મન પ્રસન્નતા અનુભવે છે. સદ્કાર્ય તથા પુણ્યકાર્ય કરવાનો આ લહાવો આત્મિક સંતોષ અને સોહાર્દભાવ જન્માવે છે. શ્રાવણ માસમાં બાર જ્યોતિર્િંલગનું મનન અને ચિંતન કરવાથી આંતરિક શક્તિ તથા ઉર્જાનું સર્જન કરે છે તદુપરાંત ગંધર્વરાજ પુષ્પદંત રચિત શિવમહિમ્ન સ્તોત્ર, રાવણ દ્વારા રચિત શિવતાંડવ સ્તોત્ર, ગોસ્વામી તુલસીદાસ રચિ શ્રીરુદ્રાષ્ટકમ્, શિવમાનસ પૂજા આદિ સ્તોત્રો આત્મિક કલ્યાણ તથા મુક્તિના દ્વારને ખુલ્લું કરે છે. દિલમાં જોમજુસ્સો જોશ એન દિવ્ય શક્તિનું સંવર્ધન કરે છે, દુર્વિવાચોરને ભસ્મીભૂત કરી સદ્વિચારોનો અંતરદીપ પ્રગટાવે છે. આ આત્મઓજસ દિવ્ય સ્વરૂપ છે. યજુર્વેદમાં શિવજીને રુદ્ર કહેવાયા છે. રુદ્ર એટલે દુ:ખ હરનારા. રુત દ્રાવ્યતિ ઇતિ રુદ્ર. જે દુ:ખને દૂર કરે છે તે રુદ્ર, એ શિવજીનું ભયાનક અને શક્તિશાળી સ્વરૂપ રુદ્ર ગણાય છે. યજુર્વેદના સોળમાં અધ્યાયમાં શતરુદ્રીય પાઠ દ્વારા શિવસ્તુતિ કરાઇ છે. શિવકલ્યાણકારી છે.

  • દિનેશ એલ. જોષીપુરા