Devbhumi Dwarka

ખંભાળિયામાં રંગબેરંગી મરઘીના બચ્ચાંઓનું રેસ્ક્યૂ: ₹20માં રમકડાંની જેમ વેચાતા હતા, આશ્રય સ્થાને ખસેડાયા

By GS Team
16 Sep 20262 mins read
TukuTouch Logo
દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા રેલવે સ્ટેશન નજીક રંગીન મરઘીના બચ્ચાંના વેચાણનો મામલો સામે આવ્યો છે. ઉત્તર પ્રદેશના માતલુંબ નામના શખસ દ્વારા ₹20માં 140થી વધુ બચ્ચાં વેચવામાં આવતા હતા. એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યોએ રેસ્ક્યૂ કરી બચ્ચાંને બળદ આશ્રમ ગૌશાળામાં આશ્રય આપ્યો છે. ટ્રસ્ટે આ કૃત્યને ક્રૂરતા ગણાવી, ભવિષ્યમાં આવા વેચાણ ન કરવાની સૂચના આપી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ખંભાળિયામાં રંગબેરંગી મરઘીના બચ્ચાંઓનું રેસ્ક્યૂ: ₹20માં રમકડાંની જેમ વેચાતા હતા, આશ્રય સ્થાને ખસેડાયા

Khambhalia Colored Chicks Rescue: દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા રેલવે સ્ટેશન નજીક અબોલ જીવો પ્રત્યે ગંભીર બેદરકારી અને ક્રૂરતાનો મામલો સામે આવ્યો છે. સ્ટેશન પાસે પાંજરામાં પૂરીને રંગબેરંગી કલર કરેલા મરઘીના નાનકડા બચ્ચાંનું વેચાણ કરવામાં આવી રહ્યું હોવાની જાણ થતાં જ એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને તમામ બચ્ચાંનું સશરત રેસ્ક્યૂ કર્યું હતું.

ખંભાળિયામાં રંગબેરંગી મરઘીના બચ્ચાંઓનું રેસ્ક્યૂ

મળતી માહિતી મુજબ, ઉત્તર પ્રદેશના રહીશ માતલુંબ નામના શખસ દ્વારા જાહેરમાં પાંજરામાં પૂરીને રૂ. 20માં મરઘીના બચ્ચાંનું વેચાણ કરવામાં આવી રહ્યું હતું. તપાસ દરમિયાન સ્થળ પરથી 140થી વધુ નાના બચ્ચાં મળી આવ્યા હતા, જેમાંથી કેટલાક બચ્ચાંને રંગબેરંગી કલર કરીને રમકડાંની જેમ રજૂ કરાયા હતા. એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટના કાર્યકરોએ સ્થળ પર પૂછપરછ કરી વેચાણ અટકાવ્યું હતું અને તમામ બચ્ચાંનો કબજો મેળવ્યો હતો. આ બચ્ચાંની સુરક્ષા માટે તેમને ટ્રસ્ટ સંચાલિત બળદ આશ્રમ ગૌશાળા ખાતે આશ્રય આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો: અમરેલી: આંબરડી ગામે વીજ કરંટથી ભાઈ-બહેનનું કરુણ મોત, પરિવારમાં કલ્પાંત, પંથકમાં શોકનું મોજું

સંબંધિત વ્યક્તિને ભવિષ્યમાં આવા અબોલ જીવોને પાંજરામાં પૂરીને જાહેરમાં ન વેચવાની સખત સૂચના આપવામાં આવી હતી. ટ્રસ્ટના સભ્યોએ આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, મામલો માત્ર ₹20માં બચ્ચાં વેચવાનો નથી, પરંતુ જીવંત પ્રાણીઓ સાથે રંગરોગાન કરી તેમને રમકડાંની જેમ વેચવા તે ગંભીર ક્રૂરતા છે. દરેક જીવ પ્રત્યે સંવેદના અને માનવતા હોવી જરૂરી છે. ટ્રસ્ટે લોકોને પણ અપીલ કરી છે કે જો ક્યાંય પણ અબોલ જીવો પર આવો અત્યાચાર કે ગેરકાયદે વેચાણ દેખાય તો તુરંત જવાબદાર સંસ્થાઓ કે તંત્રને જાણ કરવી.