શાહ વિરુદ્ધ રાહુલ, કોણ સાચું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નવીદિલ્હી : આજકાલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાહુલ ગાંધીના ટાર્ગેટ પર છે. એમણે કહ્યું હતું કે, વિરોધપક્ષનું ચોખ્ખુ કહેવું છે કે અમને અમિત શાહનું ભાષણ સાંભળવામાં રસ નથી. 'અમને'નો મતલબ છે દેશના યુવાનો. અમિત શાહમાં હીંમત નથી કે રાજીનામું આપી શકે. અમારે ફક્ત જાણવું છે કે દેખાવ કરનારા વિદ્યાર્થીઓ પર ગોળી કોણે ચલાવી? કોણે હુકમ કર્યા હતા? આ હુકમ ગૃહમંત્રાલય તરફથી આપવામાં આવ્યો હતો. જો આ હુકમ અમિત શાહે આપ્યો હોય તો એમણે તરત જ રાજીનામું આપી દેવું જોઈએ. બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંસદ ગૃહની બહાર પત્રકારોને કહ્યું હતું કે તેઓ તો નિયમીત સંસદમાં આવતા જ હતા. ફક્ત ગૃહમાં એટલા માટે જતા નહોતા કે વિરોધપક્ષો બુમબરાડા પાડીને કોઈ કામકાજ થવા દેતા નહોતા એટલે ગૃહમાં જવાનો કોઈ અર્થ નહોતો. અમારા માટે ભાગેડુ જેવા શબ્દનો ઉપયોગ થયો એ શરમજનક છે. હું હજી પણ સંસદમાં જઈને ચર્ચા કરવા તૈયાર છું, જો રાહુલ ગાંધી બપોર સુધીમાં સ્પિકરને લેખીત પત્ર આપે કે તેઓ ચર્ચા માટે તૈયાર છે.
૩૬ મીનીટમાં ૭ બીલો પસાર થયા
સંસદનું ચોમાસુ સત્ર ભારે તોફાની રહ્યું હતું. સરકાર અને વિરોધપક્ષ વચ્ચે સતત ઘર્ષણ થયું હતું. જોકે દિલ્હીમાં થયેલા વિદ્યાર્થી આંદોલન સામેની પોલીસ કાર્યવાહી બાબતે વિરોધપક્ષના દેખાવો થયા હોવા છતાં સત્રમાં ઘણા બીલો પસાર થયા હતા. સરકારે અત્યાર સુધીમાં ૧૯ બીલો પસાર કરી દીધા છે. આ તમામ બીલો કોઈ પણ ચર્ચા વગર પસાર થઈ ગયા હતા. એક વખત તો ૩૬ મીનીટમાં ૭ બીલ પસાર થઈ ગયા હતા. એટલે કે દર ૫ મીનીટે ૧ બીલ પસાર થયું હતું. કેટલાક બીલોમાં સુધારાની પ્રસ્તાવના હોવાથી થોડો સમય વધુ લાગ્યો હતો. લોકસભમાં ૧૫ દિવસોમાં ફક્ત ૧૫ કલાક અને ૩૬ મીનીટ જ કામ થયું હતું. જ્યારે રાજ્યસભામાં ૨૪ કલાક અને ૨૧ મીનીટનું કામ થયું હતું. જો રોજ ૬ કલાક કાર્યવાહી થાય તો ૧૫ દિવસોમાં ૯૦ કલાક કામ થવું જોઈતું હતું.
રિસેપ્શનમાં એક સાથે ભેગા થયેલા નેતાઓએ કેવી વાતો કરી
એનસીપી (શરદ પવાર)ના પ્રમુખ શરદ પવારની પૌત્રી રેવતી સુલેના રિસેપ્શનમાં દેશના તમામ જાણીતા પક્ષોના રાજકારણીઓ ભેગા થયા હતા. આ પ્રસંગના વીડિયો વાયરલ થયા છે. એક વીડિયો સૌથી વધુ વાયરલ થયો છે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગાંધી પરીવારના સભ્યો આમને સામને થઈ ગયા હતા. એક બીજાને અવગણવાને બદલે બંને પક્ષે ખૂબ આત્મીયતાથી વાતો કરવામાં આવી હતી એનો ઓડિયો પણ સંભળાઈ રહ્યો છે. મોદી અને ગાંધી કુટુંબ સાથે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લીકાર્જૂન ખડગે હતા. વાતચીત કઈક આ રીતે થઈ હતી. મોદી : પ્રિયંકા કેમ છો? પ્રિયંકા ગાંધી : હું મજામા છું સર, તમે કેમ છો? મોદી : હું તો પહેલા જેવો જ છું. ખડગે : નહી ભાઈ સાહેબ તમે થોડા બદલાઈ ગયા છો. આ સાંભળીને ત્યાં હાજર રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ખડખડાટ હસવા માંડયા હતા.
વંદે માતરમ અને રાષ્ટ્ર ગીત પહેલા તામીલ રાજ્ય ગીત વગાડવામાં આવશે
તામીલનાડુમાં વંદે માતરમ અને તામીલ રાજ્ય ગીત (તામીલ થાઈ વાજથુ)નો વિવાદ શાંત થતો નથી. તામીલનાડુ વિધાનસભામાં એક નવું બીલ પસાર થયું છે. આ પ્રસ્તાવ પ્રમાણે તામીલનાડુમાં તમામ સરકારી કાર્યક્રમો, શીક્ષણ સંસ્થાઓ, યુનીવર્સિટી, સરકારી ઓફિસો અને સાર્વજનીક કાર્યક્રમોની શરૂઆત 'તામીલ થાઈ વાજથુ'થી થશે. મુખ્યમંત્રી જોસેફ વિજયએ વિધાનસભામાં પ્રસ્તાવ રજૂ કરીને કહ્યું હતું કે તામીલનાડુમાં રાજ્ય ગીતને પ્રથમ પ્રાથમિકતા મળવી જોઈએ. એમની સરકાર રાજ્યની ભાષા અને સાંસ્કૃતિક અધિકારો સાથે સમાધાન નહીં કરે. તામીલ અમારી ભાષા જ નથી, પરંતુ જીવન રેખા અને ભાવના સાથે સંકળાયેલી છે. આ ભાષા રાજ્યની ઓળખ છે. તામીલનાડુ સરકારના આ પ્રસ્તાવને કારણે કેન્દ્રની સૂચના અને રાજ્યના નિર્ણય વચ્ચે ટકરાવ ઉભો થશે.
સુભાષ ચંદ્ર બોઝનો પ્રપૌત્ર પણ જેન ઝીને લઈને પક્ષ બનાવશે
જંતર મંતર પર વિદ્યાર્થીઓના પ્રદર્શન પછી દેશના રાજકારણમાં બદલાવ આવી શકે છે. એ માટેની તૈયારી પણ શરૂ થઈ ગઈ છે. દેશના રાજકારણમાં એક નવા પક્ષની શરૂઆત થઈ રહી છે. નેતાજી સુભાષચંદ્ર બોઝના પ્રપૌત્ર ચંદ્રકુમાર બોઝએ પોતાનો પક્ષ સ્થાપવાનો નિર્ણય કર્યોછે. એમણે તૃણમુલ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. દિલ્હીના જંતર મંતર પર દેખાવો કરનાર વિદ્યાર્થીઓની સફળતા જોઈને બોઝ હવે દેશના યુવાનોને સાથે રાખીને પક્ષ બનાવી રહ્યા છે. આ પક્ષ યુવાનો અને નેતાજીની વિચારધારાનો અમલ કરશે. એમના કહેવા પ્રમાણે સ્વતંત્રતાના ૮૦ વર્ષ બાદ ફરીથી દેશના યુવાનો આગળ આવી રહ્યા છે. જંતર મંતર પર થયેલા યુવાનોના પ્રદર્શનથી ઘણા પ્રભાવીત થયા છે. દેશમાં શીક્ષા, સ્વાસ્થ્ય અને ઉદ્યોગમાં ફેલાયેલા ભ્રષ્ટાચારથી લોકો પરેશાન છે ત્યારે નવા પક્ષની જરૂર છે.
'સીજેપીએ સીજેઆઇની ટીપ્પણીને ખોટી રીતે રજુ કરી'
ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયા (સીજેઆઇ)એ કોકરોચ બાબતે કરેલી ટીપ્પણી પછી સોશ્યલ મીડિયા પર કોકરોચ જનતા પાર્ટી (સીજેપી)ની સ્થાપના થઈ હતી. આ પાર્ટીએ હમણા જ જંતર મંતર પર વિરોધ પ્રદર્શન કર્યું હતું. હવે સુપ્રિમ કોર્ટમાં એક જાહેર હીતની અરજી દાખલ કરીને સરકાર તેમજ સીબીઆઇ પાસે જવાબ માંગવામાં આવ્યો છે. આ પીઆઇએલ એવી વ્યક્તિઓ સામે છે કે જેમણે વર્ચ્યુઅલ કોર્ટની કાર્યવાહીનું ચાલાકી પૂર્વક એડીટીંગ કરીને ટીપ્પણીનો ફાયદો ઉઠાવ્યો. સીજેઆઇ સૂર્યકાંત અને જસ્ટીસ જોય માલ્ય બાગચી તેમજ વી મોહનાની બેંચ સામે આ બાબતે અરધો કલાક સુધી દલીલો થઈ હતી. અરજી કરનારના વકીલ રાજા ચૌધરીએ કહ્યું હતું કે, એ વાતની ઊંડી તપાસ થવી જોઈએ કે, ૧૫મી મેએ એક ન્યાયીક કાર્યવાહી દરમિયાન તદ્દન ખોટા સંદર્ભનો ઉપયોગ કરીને કોકરોચ શબ્દ પસંદ કરવામાં આવ્યો હતો. આ કૃત્ય ન્યાયતંત્રની ગરીમાને નુકસાન કરનાર અને સંસ્થાની ઇમેજને નુકસાન પહોંચાડનારૂ હતું.
'જો તેઓ પરત આવશે તો એમને પુરતી સુરક્ષા આપવામાં આવશે'
ભારતમાં લાંબો સમય રહ્યા પછી શેખ હસીનાએ બાંગ્લાદેશ પરત ફરવાની ઇચ્છા જાહેર કરી છે. બાંગ્લાદેશ સરકારે હવે એમને પુરતી સુરક્ષા વ્યવસ્થા આપવાનું વચન આપ્યું છે. જોકે એમના ભવિષ્યનો નિર્ણય કોર્ટ પર છોડી દીધો છે. વડાપ્રધાનના સૂચના અને પ્રસારણ સલાહકાર ઝાહીદ ઉર રહેમાનએ કહ્યું હતું કે, 'હસીનાએ કહ્યું છે કે તેઓ ડિસેમ્બર મહિનામાં પરત ફરશે. જ્યારે તેઓ ઘરે પરત ફરશે ત્યારે એમને પુરતી સુરક્ષા આપવામાં આવશે. જોકે એમણે ન્યાયીક પ્રક્રિયાનો સામનો કરવો પડશે અને કોર્ટ જે નિર્ણય લે એ માનવો પડશે.' એમના કહેવા પ્રમાણે સૌથી વધુ ગંભીર ગુના કરનાર આરોપીઓને પણ બંધારણીય અધિકાર મળે છે. જો એ શાકીબ અલ હસન હોય (આવામી લીગના ભૂતપૂર્વ સાંસદ અને બાંગ્લાદેશી ક્રિકેટર) કે ખુદ હસીના. પ્રવક્તા ભલે આમ કહેતા હોય, પરંતુ બધા જાણે છે કે બાંગ્લાદેશમાં પણ પાકિસ્તાનની જેમ જંગલરાજ પ્રવર્તી રહ્યું છે એટલે શેખ હસીના પરત ફરે તો પણ એમની સલામતી બાબતે ઘણાને શંકા છે.









