કેન્દ્રીય કેબીનેટમાં ફેરફાર પહેલા બિહાર એનડીએમાં નવા સમીકરણ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નવીદિલ્હી : કેન્દ્રમાં મોદી કેબીનેટમાં ફેરફાર પહેલા બિહાર એનડીએમાં ફેરફાર થવાની શક્યતા છે. બિહારમાં સત્તા સમીકરણમાં ફેરફાર થશે. એનડીએમાં સમાનતાની ફોર્મ્યુલા લાગુ કરવા માટે જેડીયુને મોટા હોદ્દા આપવાની તૈયારી થઈ રહી છે. ભાજપે આ માટેની તૈયારી કરી લીધી છે. નિતિશકુમારના રાજીનામા પછી બિહારમાં ભાજપએ ત્રણ સૌથી શક્તિશાળી પોસ્ટ એટલે કે મુખ્યમંત્રી, બિહાર વિધાનસભા સ્પિકર અને બિહાર વિધાન પરીષદના અધ્યક્ષના હોદ્દા પોતાની પાસે રાખ્યા છે. આમાંથી વિધાન પરીષદ અધ્યક્ષનો હોદ્દો નિતિશકુમાર જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે પણ ભાજપ પાસે હતો. હવે આ હોદ્દો જેડીયુને આપવા માટે ભાજપ સંમત થયું છે. બિહારમાં સત્તાનું સમતોલન સરખુ રાખવા ઘણા સમયથી દબાણ હતું. વિધાન પરીષદના અધ્યક્ષની ખુરશી જેડીયુને આપવા માટે ભાજપ રાજી છે. એક અહેવાલ પ્રમાણે ભાજપે અવધેશ નારાયણ સિંહને વિધાન પરીષદના અધ્યક્ષ પદેથી રાજીનામું આપવા કહી દીધું છે.
વાંગચૂકે પદયાત્રા
સ્થગીત કરી
બિહારને પુર્ણ રાજ્યનો દરજ્જો આપવા તેમજ બંધારણની છઠ્ઠી અનુસૂચિમાં સામેલ કરવાની માંગણી માટે આંદોલન કરી રહેલા ચળવળકારી સોનમ વાંગચૂકે પોતાની પદયાત્રા રદ કરી દીધી છે. ૯મી સપ્ટેમ્બરે ગૃહમંત્રાલયની સબ કમીટી સાથેની બેઠકમાં કોઈ પ્રગતિ નહીં થતા લદ્દાખનું પ્રતિનિધિ મંડળ નિરાશ થયું હતું. ત્યાર પછી સોનમ વાંગચૂકે કહ્યું હતું કે, જો સરકાર તરફથી ખાતરી નહીં મળે તો ૧૯થી ૨૩ સપ્ટેમ્બર સુધી પદયાત્રા કાઢવામાં આવશે. જોકે હવે એક નવી પોસ્ટ લખીને સોનમએ સફાઈ આપી છે કે, યાત્રા કાઢવામાં નહીં આવે. આ માટેનું કારણ એમણે એવું આપ્યું છે કે, રાજ્યનું હવામાન બગડી રહ્યું છે. ઠંડી વધવા માંડતા અને રાજકીય બાબતે ગરમી વધુ પકડતા તેઓ પદયાત્રા રદ કરે છે. હવે છ દિવસની પદયાત્રાને બદલે તેઓ ૨૩ તારીખે એક સાંકેતીક પદયાત્રા કરશે.
વિધાનસભાની ચૂંટણી પહેલા રાજનાથ સિંહના પુત્ર પર બધાની નજર
ઉત્તર પ્રદેશમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાશે. આ માટે ભાજપએ પોતાના સંગઠનમાં ફેરફાર કરીને ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે. ભાજપે પોતાની ટીમના સભ્યોને નવી જવાબદારી સોંપીને જિલ્લા પ્રભારીઓની ઘોષણા કરી છે. બીજેપીના નવા નિમાયેલા પ્રભારીઓના લિસ્ટમાં સૌથી મોટુ નામ રક્ષા મંત્રી રાજનાથ સિંહના પુત્ર અને ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ નીરજ સિંહનું છે. નીરજ સિંહને ભાજપે રાહુલ ગાંધીના સંસદીય ક્ષેત્ર રાયબરેલીમાં ચૂંટણીની રણનીતિ બનાવવાની તૈયારી સોંપી છે. ભાજપ પ્રદેશ પ્રમુખ પંકજ ચૌધરીએ રાજ્યના વિવિધ ક્ષેત્રોના જિલ્લા પ્રભારીઓની જાહેરાત કરી હતી. આ ફેરફાર પશ્ચિમ યુપી, બ્રજ, કાનપુર, અવધ, કાશી અને ગોરખપુર ક્ષેત્રના તમામ જિલ્લા અને મહાનગરોમાં કરવામાં આવ્યા છે. લખનૌ મહાનગરમાં ત્ર્યમ્બક ત્રિપાઠી, વારાણસી મહાનગર તેમજ જિલ્લા બંનેની કમાન અરૂણ પાઠકને, ગાંઝીયાબાદ મહાનગરમાં અશોક કટારીયા અને નોયડા મહાનગરની જવાબદારી ડી કે શર્માને સોંપવામાં આવી છે.
હાઇવે બનાવો કે પશુઓનું સેલ્ટર હોમ?
નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડિયા (એનએચએઆઇ)ની એક અરજી સાંભળવા માટે સુપ્રિમ કોર્ટ સહમત થઈ છે. આ અરજીમાં દેશભરમાં ઢોર માટે સેલ્ટર હોમ બનાવવાના ચૂકાદાને ચેલેન્જ કરવામાં આવ્યો છે. ઓથોરીટી તરફથી હાજર થયેલા સોલીસીટર જનરલ તુષાર મહેતાએ જસ્ટીસ સૂર્યકાંત, જસ્ટીસ જોય માલ્ય બાગચી અને જસ્ટીસ વી મોહનાની બેંચને આગ્રહ કર્યો હતો કે જસ્ટીસ વિક્રમ નાથની સ્પેશ્યલ બેંચે એમને સેલ્ટર બનાવવાની સૂચના આપી હતી. આ સેલ્ટર સ્થાનિક અધિકારીઓએ બનાવવું જોઈએ. એનએચએઆઇને દેશભરમાં રખડતા ઢોરો માટે સેલ્ટર હોમ બનાવવાની સૂચના આપવામાં આવી હતી જેને કારણે ઓથોરીટીને લગભગ ૭ હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થઈ શકે. સોલીસીટર જનરલના કહેવા પ્રમાણે આ કામ એનએચએઆઇ આખા દેશમાં કરી શકે એમ નથી.
મરીના બીચ પર સચીવાલય બનાવવાનો વિવાદ
તામીલનાડુની ટીવીકે સરકારે ચેન્નઇના મરીના બીચ કિનારે ફોરશોર એસ્ટેટમાં નવું સચીવાલય અને વિધાનસભા પરિસર બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ બાબતે ડીએમકેના પ્રમુખ એમ કે સ્ટાલીને વિરોધ કર્યો છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રી સ્ટાલીને કહ્યું છે કે, ભીડવાળા વિસ્તારમાં નવું સચીવાલય બનાવવાની જરૂર નથી. નવું સચીવાલય બનાવવાથી માછીમારોની રોજી-રોટીને નુકસાન થઈ શકે એમ છે. આ ઉપરાંત આસપાસના સ્થળોને પણ નુકસાન થશે. એમણે કટાક્ષ કરતા કહ્યું હતું કે, સચીવાલયમાં બેસીને મુખ્યમંત્રીએ કામ કરવાનું હોય છે. સચીવાલયમાંથી સમુદ્ર દર્શન કરવાનું હોતું નથી. દરિયા કિનારે સચીવાલય બનવાના પ્રસ્તાવનો વિરોધ માછીમાર પણ કરી રહ્યા છે. આ માછીમારોને સ્ટાલીને ટેકો જાહેર કર્યો છે. સ્ટાલીને કહ્યું હતું કે, 'અમે ટીવીકે સરકારના અભિમાનને કચડી નાખીશું. ટીવીકેને ટેકો આપનાર પક્ષના વિરોધને પણ ધ્યાનમાં લેવામાં આવ્યું નથી.'
'મતાધિકાર ઝુટવી લેવાની આ પદ્ધતિ છે'
કોંગ્રેસે ફરી એક વખત એસઆઇઆર પ્રક્રિયાની આકરી ટીકા કરી છે. કોંગ્રેસનું માનવું છે કે ભારતીઓને મતાધિકારથી વંચીત રાખવાની આ એક ખતરનાક પદ્ધતિ છે. એસઆઇઆર પછી દિલ્હીમાં લગભગ ૩૩.૧૩ લાખ લોકોને નોટીસ આપવામાં આવી હતી. કેટલીક જાણીતી વ્યક્તિઓને પણ આ નોટીસ મળ્યા પછી મોટો વિવાદ થયો છે. મોટા ભાગની નોટીસ એટલા માટે આપવામાં આવી છે કે,૨૦૦૨માં થયેલી વોટરની જાણકારી અને વોટર લીસ્ટનો છેલ્લા એસઆઇઆર ડેટા સાથે મેળ ખાતો નથી. દિવંગત અર્થશાસ્ત્રી વિવેક દેબરોયના નામે પણ નોટીસ મોકલવામાં આવી છે જેની ટીકા કોંગ્રેસના મહામંત્રી જયરામ રમેશએ કરી છે. જયરામ રમેશે કહ્યું હતું કે, ભારતના લોકોને મત આપવાના અધિકારથી વંચીત રાખવાનું કાવતરૂ થયું છે. આ સાથે કોંગ્રેસે ખાણી-પીણીની વસ્તુઓના વધેલા ભાવ માટે પણ મોદી સરકારની આકરી ટીકા કરી હતી.




