Gujarat

સુરત: ગ્રેમાં કામકાજ ઓછાં હોવાથી વિવિંગમાં જોબવર્કના એકમોમાં બે રજા શરૂ થઈ

By GS Team
21 Jul 20201 min read
This article was originally published on 21 Jul 2020
સુરત: ગ્રેમાં કામકાજ ઓછાં હોવાથી વિવિંગમાં જોબવર્કના એકમોમાં બે રજા શરૂ થઈ

સુરત, તા.21 જુલાઈ 2020, મંગળવાર 

કાપડ બજારમાં કામકાજો ખૂબ જ ઓછાં થયાં છે, પરિણામે ગ્રેની ખરીદીને સીધી અસર પડી હોઇ વિવિગના એકમોમાં અઠવાડિયામાં બે રજાનો અમલ શરૂ થઈ ગયો છે. જોબવર્કથી કામ કરાવતાં ઘણાં વેપારીઓએ ઉત્પાદન ધીમું કરાવ્યું છે. પરિસ્થિતિ વધુ વિકટ થવાનો ભય સૌને સતાવે છે. 

કામકાજો ખૂબ જ ઘટી ગયા હોવાને કારણે ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલાં તમામે તમામ ક્ષેત્ર યાર્નથી લઈને ફિનિશ્ડ પ્રોડક્ટ સુધીના ઉદ્યોગકારો ભીંસમાં છે. કાપડબજારના ઘણાં વેપારીઓ જોબવર્કથી ગ્રે બનાવડાવે છે. અત્યારે ફિનિશ્ડ માલ નહીં વેચાતો હોવાથી વેપારીઓએ મશીનો ધીમે- ધીમે બંધ કરાવવાનું શરૂ કર્યું છે.

પરિસ્થિતિમાં સુધારો ક્યારે આવશે એ નક્કી નથી. પરંતુ બીજી તરફ કોરોના સંક્રમણનો ડર હોવાને કારણે ઘણાં વેપારીઓએ કામકાજ મર્યાદિત કરી દીધું છે. સૌથી મહત્વનો મુદ્દો એ છે કે, બહારગામની જથ્થાબંધ માર્કેટમાંથી ખરીદી સ્થગિત થઈ ગઈ છે. ઘણા રાજ્યોમાં તો લોકડાઉન હોવાને કારણે દુકાનો બંધ હોવાથી, માલની ખરીદી નથી.