Daily Current Affairs

WWF ગ્લોબલ કન્ઝર્વેશન કોન્ફરન્સ 2026: જયપુરમાં સંરક્ષણ અને સહ-અસ્તિત્વ માટે વૈશ્વિક આહ્વાન

By GS Team
21 Sep 20262 mins read
TukuTouch Logo
21 સપ્ટેમ્બર, 2026ના રોજ જયપુરમાં કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે WWFની ગ્લોબલ કન્ઝર્વેશન કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું. તેમણે સ્થાનિક સમુદાયો સાથે મળીને સંરક્ષણ માટે વૈશ્વિક પગલાં લેવા આહ્વાન કર્યું. છેલ્લા 10 વર્ષમાં ભારતમાં પ્રોટેક્ટેડ એરિયા 750થી વધીને 1000+, ટાઇગર રિઝર્વ 47થી 58, એલિફન્ટ રિઝર્વ 30થી 33 અને રામસર સાઇટ્સ 24થી 101 થઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

WWF ગ્લોબલ કન્ઝર્વેશન કોન્ફરન્સ 2026: જયપુરમાં સંરક્ષણ અને સહ-અસ્તિત્વ માટે વૈશ્વિક આહ્વાન

21 સપ્ટેમ્બર 2026 ના રોજ કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવે જયપુર ખાતે વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર (WWF) ની ગ્લોબલ કન્ઝર્વેશન કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે સ્થાનિક સમુદાયોને સાથે રાખીને સંરક્ષણ અને સહ-અસ્તિત્વ માટે વૈશ્વિક પગલાં લેવા આહ્વાન કર્યું હતું. 

ભારતમાં વન્યજીવ સંરક્ષણની મુખ્ય સિદ્ધિઓ (છેલ્લા 10 વર્ષમાં)

  • પ્રોટેક્ટેડ એરિયા: ~750 થી વધીને 1000 થી વધુ થયા છે.
  • ટાઇગર રિઝર્વ: 47 થી વધીને 58 થયા છે.
  • એલિફન્ટ રિઝર્વ: 30 થી વધીને 33 થયા છે.
  • રામસર સાઇટ્સ: 24 થી વધીને 101 થઈ છે.
  • ચિત્તા પુનઃપરિચય: ભારતમાં ચિત્તાઓને સફળતાપૂર્વક લાવવા માટેનો પ્રોજેક્ટ.

વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર (WWF)

WWF એ એક આંતરરાષ્ટ્રીય બિન-સરકારી સંસ્થા (NGO) છે, જેની સ્થાપના વર્ષ 1961 માં થઈ હતી. આ સંસ્થા વિવિધ દેશોમાં વન્યજીવ સંરક્ષણ, કુદરતી આવાસ રક્ષણ, ક્લાઇમેટ એક્શન અને પ્રાકૃતિક સંસાધનોના ટકાઉ ઉપયોગ માટે કામ કરે છે.

પર્યાવરણ સંરક્ષણ માટેની બંધારણીય અને કાનૂની જોગવાઈઓ

મુખ્ય કાયદાઓ

  • વન્યજીવ (સંરક્ષણ) અધિનિયમ, 1972 (Wildlife Protection Act, 1972): વન્યજીવો, પક્ષીઓ, વનસ્પતિ અને તેમના આવાસના સંરક્ષણ તથા શિકાર અને વન્યજીવ વેપાર પર નિયંત્રણ માટેનો મુખ્ય કાયદો છે.  આ અધિનિયમ હેઠળ રાષ્ટ્રીય ઉદ્યાન, અભયારણ્ય, સંરક્ષણ અનામત અને સમુદાય અનામત જેવી સંરક્ષિત વિસ્તારોની જોગવાઈ છે. 2022ના સુધારા દ્વારા CITES સંબંધિત જોગવાઈઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.  
  • વન (સંરક્ષણ) અધિનિયમ, 1980 (Forest Conservation Act, 1980): વન જમીનના સંરક્ષણ અને તેને બિન-વન હેતુ માટે વાપરવા પર નિયંત્રણ માટેનો કાયદો છે. કેન્દ્ર સરકારની પૂર્વ મંજૂરી વિના વન જમીનને બિન-વન હેતુ માટે વાળી શકાતી નથી. 2023માં તેનું નામ બદલીને વન (સંરક્ષણ અને સંવર્ધન) અધિનિયમ, 1980 કરવામાં આવ્યું છે. 
  • પર્યાવરણ (સંરક્ષણ) અધિનિયમ, 1986 (Environment Protection Act, 1986):  પર્યાવરણના રક્ષણ, પર્યાવરણ પ્રદૂષણના નિયંત્રણ અને પર્યાવરણની ગુણવત્તા સુધારવા માટેનો મહત્વપૂર્ણ છત્ર કાયદો (Umbrella Legislation) છે. આ કાયદા હેઠળ કેન્દ્ર સરકારને પર્યાવરણના ધોરણો નક્કી કરવા, ઉદ્યોગોનું નિયમન કરવા અને જરૂરી દિશાનિર્દેશો આપવાની વ્યાપક સત્તા આપવામાં આવી છે. 

બંધારણીય જોગવાઈઓ

અનુચ્છેદ 48A (રાજ્યની નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો): રાજ્ય પર્યાવરણનું રક્ષણ અને સુધારણા કરવાનો પ્રયાસ કરશે.

અનુચ્છેદ 51A(g) (મૂળભૂત ફરજો): જંગલો, તળાવો, નદીઓ અને વન્યજીવોનું રક્ષણ કરવું એ દરેક ભારતીય નાગરિકની મૂળભૂત ફરજ છે.

પરીક્ષાલક્ષી પ્રશ્ન
પ્રશ્ન 1: 21 સપ્ટેમ્બર 2026ના રોજ WWFની ગ્લોબલ કન્ઝર્વેશન કોન્ફરન્સનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું?

A) નવી દિલ્હી
B) જયપુર
C) ગાંધીનગર
D) ભોપાલ