V4+India બેઠક 2026: યુરોપના ચાર દેશનું યુએન સિક્યોરિટી કાઉન્સિલમાં ભારતની કાયમી સભ્યપદની દાવેદારીને સમર્થન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ન્યૂયોર્ક ખાતે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) ના સત્રના માધ્યમથી પ્રથમ V4 + ભારત વિદેશ મંત્રીઓની બેઠક યોજાઈ હતી. ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે પોલૅન્ડ, હંગેરી, સ્લોવાકિયા અને ચેક રિપબ્લિકના વિદેશ મંત્રીઓ સાથે આ બેઠકમાં ભાગ લીધો હતો. આ બેઠક સ્લોવાકિયાની અધ્યક્ષતા હેઠળ યોજાઈ હતી.
વિસેગ્રાડ ગ્રૂપ(Visegrad Group - V4)
વિસેગ્રાડ ગ્રૂપ (V4) એ મધ્ય યુરોપના 4 દેશોનું સાંસ્કૃતિક અને રાજકીય ગઠબંધન છે જેમાં પોલૅન્ડ, હંગેરી, સ્લોવાકિયા અને ચેક રિપબ્લિકનો સમાવેશ થાય છે. આ સંગઠન લશ્કરી, આર્થિક, સાંસ્કૃતિક અને ઉર્જા ક્ષેત્રે પરસ્પર સહયોગ વધારવાનો મુખ્ય હેતુ ધરાવે છે.
બેઠકના મુખ્ય મુદ્દાઓ અને સહયોગના ક્ષેત્રો
- વેપાર અને રોકાણ, ટૅક્નોલૉજી અને ઇનોવેશન, સ્થિતિસ્થાપક સપ્લાય ચેઇન, સંરક્ષણ અને સુરક્ષા, કનેક્ટિવિટી, શિક્ષણ, મોબિલિટી અને લોકો વચ્ચેના આપસી સંબંધો પર ચર્ચા થઈ.
- ભારત અને V4 દેશોના વ્યાપારીઓ, શૈક્ષણિક અને સંશોધન સંસ્થાઓ વચ્ચે વધુ સંવાદ વધારવાની તકો પર ચર્ચા કરવામાં આવી.
- વૈશ્વિક અને પ્રાદેશિક વિકાસ, શાંતિ અને સુરક્ષા, સુધારાત્મક બહુપક્ષીયવાદ અને ગ્લોબલ સાઉથના પડકારો પર વિચારોનું આદાન-પ્રદાન થયું.
UNSCમાં કાયમી બેઠક માટે સમર્થન
પોલૅન્ડ, હંગ્રી, સ્લોવાકિયા અને ચેક રિપબ્લિકે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાયમી બેઠક માટે ભારતની દાવેદારીને સમર્થન આપ્યું હતું, સ્લોવાકિયાના વિદેશ પ્રધાન જુરાજ બ્લાનરે જણાવ્યું હતું કે, ગ્લોબલ સાઉથના અગ્રણી દેશ અને ઈન્ડો-પેસિફિકમાં ઉભરતી શક્તિ તરીકે ભારતને યુએનની ટોચની નિર્ણય લેતી સંસ્થામાં સ્થાન મળવું જોઈએ.
પરીક્ષાલક્ષી પ્રશ્ન
પ્રશ્ન 1: નીચેના પૈકી કયો દેશ વિસેગ્રાડ ગ્રૂપ (V4)નો સભ્ય નથી?
A) પોલૅન્ડ
B) હંગેરી
C) સ્લોવાકિયા
D) ઑસ્ટ્રિયા




