Daily Current Affairs

યુનેસ્કોની કામચલાઉ યાદીમાં બાઘ ગુફાઓ, ઉદયગિરી અને ગાંધીજી સાથે જોડાયેલા સ્થળોનો સમાવેશ

By GS Team
30 Sep 20262 mins read
TukuTouch Logo
ભારતના 5 નવા સ્થળોનો 29-30 સપ્ટેમ્બર 2026ના રોજ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ ટેન્ટેટિવ લિસ્ટમાં સમાવેશ કરાયો છે. આ સાથે, ભારતની કુલ 78 સાઇટ્સ આ કામચલાઉ યાદીમાં જોડાઈ છે. મધ્યપ્રદેશના 4 સ્થળો – બાઘની ગુફાઓ, ચંબલ ઘાટીના મંદિરો, ઉદયગિરી ગુફાઓ અને ગિન્નોરગઢનો આદિવાસી વારસો – ઉપરાંત ગાંધીજી સાથે સંકળાયેલા 'સત્યાગ્રહના સ્થળો'નો પણ સમાવેશ થયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

યુનેસ્કોની કામચલાઉ યાદીમાં બાઘ ગુફાઓ, ઉદયગિરી અને ગાંધીજી સાથે જોડાયેલા સ્થળોનો સમાવેશ

29-30 સપ્ટેમ્બર 2026 ના રોજ ભારતના નવા 5 સ્થળોનો યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ કામચલાઉ યાદીમાં (ટેન્ટેટિવ લિસ્ટ) સમાવેશ કરવામાં આવ્યો છે. આ નવા ઉમેરા સાથે યુનેસ્કોની કામચલાઉ યાદીમાં ભારતની કુલ મિલકતો કે સ્થળોની સંખ્યા વધીને 78 થઈ ગઈ છે.

યુનેસ્કો કામચલાઉ યાદી

આ એક એવી સત્તાવાર યાદી છે જેમાં કોઈ દેશ ભવિષ્યમાં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મેળવવા માટે પ્રસ્તાવિત કરવા માંગતો હોય તેવા સ્થળોનો સમાવેશ કરે છે. કોઈપણ સ્થળને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે નામાંકિત કરતા પહેલા ટેન્ટેટિવ લિસ્ટમાં સ્થાન મેળવવું ફરજિયાત છે.

નવા ઉમેરાયેલા 5 સ્થળોની વિગતો

નવા 5 સ્થળોમાંથી 4 સ્થળો મધ્યપ્રદેશમાં આવેલા છે અને 5મું સ્થળ એક સંયુક્ત (સીરિયલ ટ્રાન્સનેશનલ) પ્રસ્તાવ છે:

  1. બાઘની ગુફાઓના બૌદ્ધ ભીંતચિત્રો: મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં આવેલી પ્રાચીન બૌદ્ધ શૈલકૃત ગુફાઓ છે. અહીંના ભીંતચિત્રો ગુપ્તોત્તર કાળની ભારતીય ચિત્રકળાના મહત્વપૂર્ણ ઉદાહરણો છે અને તેમાં બૌદ્ધ વિષયો તથા માનવજીવનનાં દૃશ્યો જોવા મળે છે. 
  2. ચંબલ ઘાટીના મંદિરોનો સમૂહ: મધ્યપ્રદેશની ચંબલ ખીણમાં આવેલા પ્રાચીન મંદિરો મધ્યકાલીન સનાતન મંદિર સ્થાપત્ય અને શિલ્પકળા માટે મહત્વપૂર્ણ છે. અહીંના મંદિરોમાં વિવિધ ધાર્મિક પરંપરાઓ અને સ્થાનિક સ્થાપત્ય શૈલીનો વિકાસ જોવા મળે છે. 
  3. ગુપ્ત યુગની ઉદયગિરી ગુફાઓ: વિદિશા નજીક આવેલી આ ગુફાઓ ગુપ્ત યુગ (4–5મી સદી)ની મહત્વપૂર્ણ શૈલકૃત ગુફાઓ છે. અહીંના વરાહ અવતારનું વિશાળ શિલ્પ, શૈવ-વૈષ્ણવ મૂર્તિઓ અને સંસ્કૃત શિલાલેખો ગુપ્તકાલીન કલા અને ધાર્મિક પરંપરાનું પ્રતિનિધિત્વ કરે છે. 
  4. ગિન્નોરગઢનો આદિવાસી વારસો: મધ્યપ્રદેશના રાયસેન જિલ્લામાં આવેલું ઐતિહાસિક કિલ્લા-સ્થળ છે, જે સ્થાનિક આદિવાસી અને સાંસ્કૃતિક વારસા સાથે જોડાયેલું છે. આ વિસ્તારની ભૌગોલિક સ્થિતિ, કિલ્લાકીય અવશેષો અને સ્થાનિક પરંપરાઓ તેને મહત્વપૂર્ણ વારસાસ્થળ બનાવે છે. 
  5. સત્યાગ્રહના સ્થળો (Transnational Proposal): આ પ્રસ્તાવ ભારત અને દક્ષિણ આફ્રિકાના મહાત્મા ગાંધી સાથે જોડાયેલા કુલ 9 સ્થળોને સાંકળે છે.
  • ભારતના ઘટકો (7): સાબરમતી આશ્રમ (અમદાવાદ), મણિ ભવન (મુંબઈ), હરિજન સેવક સંઘ પરિસર, સેવાગ્રામ આશ્રમ (વર્ધા), આગા ખાન પેલેસ (પુણે), ગાંધી સ્મૃતિ નિવાસ (નવી દિલ્હી) અને મહાત્મા ગાંધી સત્યાગ્રહ સ્મારક.
  • દક્ષિણ આફ્રિકાના ઘટકો (2): પીટરમારિટ્ઝબર્ગ રેલવે સ્ટેશન અને ફોનિક્સ સેટલમેન્ટ.

પરીક્ષાલક્ષી પ્રશ્ન 

પ્રશ્ન 1: નીચેના વિધાનો ધ્યાનમાં લો:

1. બાઘની ગુફાઓ મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં આવેલી છે.

2. ઉદયગિરી ગુફાઓ વિદિશા નજીક આવેલી છે.

3. ગિન્નોરગઢનો આદિવાસી વારસો રાયસેન જિલ્લામાં આવેલો છે.

4. ચંબલ ઘાટીના મંદિરો મહારાષ્ટ્રમાં આવેલા છે.

યોગ્ય વિકલ્પ પસંદ કરો.

A) માત્ર 1 અને 2

B) માત્ર 2 અને 3

C) માત્ર 1, 2 અને 3

D) 1, 2, 3 અને 4