તપસ-1: સ્પેસએક્સના ફાલ્કન 9 રોકેટથી લૉન્ચ થશે ગુજરાતનો સ્વદેશી થર્મલ ઇન્ફ્રારેડ કેમેરો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત અભિયાનને નવી ઊંચાઈ આપતા, અમદાવાદ સ્થિત સેટલિયો (Satleo) નામના સ્પેસટેક સ્ટાર્ટઅપે ઘરઆંગણે સ્વદેશી થર્મલ ઇન્ફ્રારેડ અર્થ ઑબ્ઝર્વેશન પેલોડ (થર્મલ ઇન્ફ્રારેડ કેમેરા) 'તપસ-1' તૈયાર કરી ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. આ કેમેરાને 1 ઓક્ટોબર 2026 ના રોજ અમેરિકાથી સ્પેસએક્સ ના 'ફાલ્કન 9' રોકેટ દ્વારા અવકાશમાં સફળતાપૂર્વક મોકલવામાં આવશે.
તપસ-1 ની મુખ્ય તકનીકી વિશેષતાઓ
અમદાવાદના સ્ટાર્ટઅપ સેટલિયો દ્વારા માત્ર 12 મહિનાના ટૂંકા સમયગાળામાં આ ટેક્નોલોજી વિકસાવવામાં આવી છે. સામાન્ય સેટેલાઇટ કેમેરા જે તસવીરો નથી લઈ શકતા, તેની સામે આ કેમેરો ગરમી અને તાપમાનમાં થતી વધઘટની અતિ સૂક્ષ્મ અને હાઈ રિઝોલ્યુશન તસવીરો ઝડપી પાડવામાં સક્ષમ છે. સેટેલાઇટ દ્વારા મળનારો થર્મલ ઇમેજિંગ ડેટા વિવિધ ક્ષેત્રની કંપનીઓ અને સંસ્થાઓને ઉપયોગી આંતરદૃષ્ટિ (Insights) માટે પૂરો પાડવામાં આવશે.
વિવિધ ક્ષેત્રોમાં ઉપયોગ અને મહત્વ
- કૃષિ ક્ષેત્ર: જમીનનું તાપમાન, પાકની આરોગ્ય વિષયક સ્થિતિ અને સિંચાઈ જરૂરિયાતોના વિશ્લેષણ માટે.
- સંરક્ષણ અને સુરક્ષા: થર્મલ ડેટા દ્વારા સરહદી અને વ્યૂહાત્મક વિસ્તારોની દેખરેખ માટે.
- શહેરી વિકાસ: શહેરી વિસ્તારોમાં સર્જાતા અર્બન હીટ આઇલેન્ડ્સ અને માળખાકીય યોજનાઓ માટે.
- આબોહવા પરિવર્તન: ગ્લોબલ વૉર્મિંગ અને તાપમાનમાં આવતા સરેરાશ ફેરફારોના અભ્યાસ માટે.
પરિક્ષાલક્ષી પ્રશ્ન
પ્રશ્ન 1: 1. ‘તપસ-1’ શું છે?
(A) નેવિગેશન સેટેલાઇટ
(B) થર્મલ ઇન્ફ્રારેડ અર્થ ઑબ્ઝર્વેશન પેલોડ
(C) કમ્યુનિકેશન સેટેલાઇટ
(D) હવામાન સેટેલાઇટ




