Daily Current Affairs

ભારત-ન્યૂઝીલેન્ડ FTA: 20 ઓક્ટોબરથી અમલ, ભારતીય ઉત્પાદનોને મળશે 100% કરમુક્ત પ્રવેશ

By GS Team
21 Sep 20262 mins read
TukuTouch Logo
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે FTAને વેગ મળ્યો છે. ન્યુઝીલેન્ડ સંસદે વિધેયક પસાર કરતા 20 ઓક્ટોબરથી કરાર અમલમાં આવશે. આનાથી ભારતીય નિકાસના 100% ઉત્પાદનોને ડ્યુટી-ફ્રી પ્રવેશ મળશે. આગામી 4-5 વર્ષમાં બંને દેશો વચ્ચે ₹35,000 કરોડનો વેપાર થવાનો અંદાજ છે, જે રોકાણ અને કૌશલ્ય સહયોગ માટે નવી તકો ઊભી કરશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભારત-ન્યૂઝીલેન્ડ FTA: 20 ઓક્ટોબરથી અમલ, ભારતીય ઉત્પાદનોને મળશે 100% કરમુક્ત પ્રવેશ

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેના દ્વિપક્ષીય આર્થિક સંબંધોને વધુ મજબૂત બનાવવાની દિશામાં મુક્ત વેપાર કરાર (FTA) તરફ મહત્વપૂર્ણ પ્રગતિ થઈ છે. ન્યૂઝીલેન્ડની સંસદે ભારત સાથેના FTAને લગતું વિધેયક બહુમતીથી પસાર કર્યું હતું, જેના હેઠળ આ કરાર આ વર્ષે 20 ઓક્ટોબરથી અમલમાં આવશે.  આ કરાર હેઠળ ન્યુઝીલેન્ડમાં ભારતીય નિકાસના 100% ઉત્પાદનોને ડ્યુટી-ફ્રી (કરમુક્ત) પ્રવેશ મળશે. આ વ્યૂહાત્મક ભાગીદારીનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી 4 થી 5 વર્ષમાં બંને દેશો વચ્ચેના માલ અને સેવાઓના દ્વિપક્ષીય વેપારને બમણો કરીને આશરે ₹35,000 કરોડ સુધી પહોંચાડવાનો છે. 

ટેરિફમાં ઘટાડો અને ભારતીય નિકાસને લાભ

આ કરાર હેઠળ ન્યૂઝીલેન્ડની ભારત ખાતે થતી લગભગ 95% નિકાસ પરની જકાત નાબૂદ અથવા નોંધપાત્ર રીતે ઘટાડવામાં આવશે અને ન્યૂઝીલેન્ડના બજારમાં ભારતની તમામ ચીજવસ્તુઓને 100% જકાતમુક્ત પ્રવેશ મળશે. કાપડ અને વસ્ત્રો , ચામડું અને ફૂટવેર, એન્જિનિયરિંગ સામાન, ફાર્માસ્યુટિકલ્સ, કૃષિ અને પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ માટે ન્યુઝીલેન્ડના બજારમાં નવી તકો ખુલશે. ન્યુઝીલેન્ડને ભારતીય બજારમાં લાકડું, ઊન, ઘેટાંનું માસ અને કાચું ચામડું જેવી વસ્તુઓ પહોંચાડવા માટે વધુ સરળ અને સારો પ્રવેશ મળશે. 

રોકાણ અને કૌશલ્ય સહયોગ 

ન્યૂઝીલેન્ડે આગામી 15થી 20 વર્ષમાં ભારતમાં 20 અબજ અમેરિકી ડોલરનું રોકાણ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. સેવા ક્ષેત્ર, રોકાણ અને વ્યાવસાયિકો, વિદ્યાર્થીઓ તથા યુવાનોની અવરજવર માટે નવી તકો ઊભી થશે. 

અન્ય મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં ભાગીદારી

કૃષિ ઉત્પાદકતા, ફાર્માસ્યુટિકલ્સ, તબીબી ઉપકરણો, પરંપરાગત દવાઓ અને આયુષ (AYUSH), ટેકનોલોજી અને વેપાર સુગમતા ક્ષેત્રે દ્વિપક્ષીય સહયોગ મજબૂત થશે.

પરીક્ષાલક્ષી પ્રશ્ન
પ્રશ્ન 1: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેનો કયો કરાર દ્વિપક્ષીય આર્થિક સંબંધોને મજબૂત કરવા માટે મહત્વપૂર્ણ છે?

A) CEPA
B) FTA
C) BIT
D) DTAA