Daily Current Affairs
બનાસકાંઠામાં બનાસ બાયો-સીએનજી મોડેલ પ્લાન્ટનું લોકાર્પણ : સહકારી મોડેલથી સ્વચ્છ ઊર્જાને વેગ
By GS Team
27 Aug 20262 mins read
બનાસકાંઠાના ધાનેરા તાલુકાના વિંચીવાડા ખાતે 26 ઓગસ્ટ, 2026 ના રોજ નવો બનાસ બાયો-સીએનજી પ્લાન્ટ શરૂ થયો. બનાસ ડેરી, સુઝુકી મોટર કોર્પોરેશન અને NDDB ના સંયુક્ત ઉપક્રમે રૂ. 250 કરોડના રોકાણથી આ પ્લાન્ટ બન્યો છે. અહીં દરરોજ 100 મેટ્રિક ટન છાણમાંથી બાયો-સીએનજી બનશે. આ સાથે 9 વાહનો સાથે ગ્રામીણ ટેક્સી સેવા પણ શરૂ કરાઈ છે.
Summarized by AI; it may make mistakes. Check important info
બનાસકાંઠાના ધાનેરા તાલુકાના વિંચીવાડા ખાતે 26 ઓગસ્ટ, 2026 ના રોજ નવો બનાસ બાયો-સીએનજી પ્લાન્ટ શરૂ થયો. બનાસ ડેરી, સુઝુકી મોટર કોર્પોરેશન અને NDDB ના સંયુક્ત ઉપક્રમે રૂ. 250 કરોડના રોકાણથી આ પ્લાન્ટ બન્યો છે. અહીં દરરોજ 100 મેટ્રિક ટન છાણમાંથી બાયો-સીએનજી બનશે. આ સાથે 9 વાહનો સાથે ગ્રામીણ ટેક્સી સેવા પણ શરૂ કરાઈ છે.
Summarized by AI; it may make mistakes. Check important info

26 ઓગસ્ટ, 2026ના રોજ ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના વિંચીવાડા ખાતે નવા બનાસ બાયો-સીએનજી મોડેલ પ્લાન્ટ નું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ સુવિધા બનાસ ડેરી, સુઝુકી મોટર કોર્પોરેશન અને નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB) નો સંયુક્ત ઉપક્રમ છે.
- નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB) નું મુખ્યાલય આણંદ, ગુજરાત ખાતે આવેલું છે અને તેની સ્થાપના 1965 માં થઈ હતી.
પ્લાન્ટ અને પ્રોજેક્ટની મુખ્ય વિશેષતાઓ:
- આ પ્રસંગે બાયો-સીએનજી ફિલિંગ સ્ટેશન અને 9 વાહનો સાથે ભારતની પ્રથમ ગ્રામીણ સહકારી-મોડેલ ‘ગ્રામીણ ભારત ટેક્સી’ સેવા પણ શરૂ કરવામાં આવી.
- આ નવો પ્લાન્ટ દરરોજ 100 મેટ્રિક ટન છાણ પર પ્રક્રિયા કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે.
- સુઝુકી સમર્થિત આ બાયો-સીએનજી પહેલ રૂ. 250 કરોડના રોકાણ સાથે સંકળાયેલી છે. દામા ખાતેના પ્રથમ પ્લાન્ટ સાથે હવે આ નેટવર્ક વિસ્તરીને 4 કાર્યરત પ્લાન્ટ સુધી પહોંચ્યું છે, જેની સંયુક્ત દૈનિક ક્ષમતા 340 મેટ્રિક ટન છે.
બાયો-સીએનજી અને તેની પ્રક્રિયા:
- બાયો-સીએનજી એ સંપીડિત બાયોગેસ (Compressed Biogas) છે, જે ઓર્ગેનિક (જૈવિક) કચરામાંથી ઓક્સિજનની ગેરહાજરીમાં થતી પ્રક્રિયા (Anaerobic Digestion) દ્વારા ઉત્પન્ન થાય છે.
- તેમાં મુખ્યત્વે મિથેન (CH₄), કાર્બન ડાયોક્સાઇડ (CO₂) અને અલ્પ પ્રમાણમાં અન્ય વાયુઓ હોય છે. બાયોગાસમાંથી અશુદ્ધિઓ દૂર કરીને તેને શુદ્ધ 'બાયો-સીએનજી' બનાવવામાં આવે છે, જેની ગુણવત્તા વ્યાપારી સીએનજી (CNG) જેવી જ હોય છે.
- બાયો-સીએનજી બનાવવા માટે પશુઓનું છાણ, કૃષિ અવશેષો, ઘરનો કચરો અને ખાંડ ઉદ્યોગના કચરાનો (Pressmud) ઉપયોગ થાય છે.
પરીક્ષાલક્ષી પ્રશ્ન:
પ્રશ્ન 1: બાયો-સીએનજી અંગે નીચેના વિધાનો પર વિચાર કરો:
- તે ઓર્ગેનિક કચરામાંથી ઉત્પન્ન થઈ શકે છે.
- બાયોગેસને શુદ્ધ કરીને બાયો-સીએનજી બનાવવામાં આવે છે.
- તેમાં મુખ્યત્વે મિથેન અને કાર્બન ડાયોક્સાઇડ હોય છે.
- તેની ગુણવત્તા વ્યાપારી CNG જેવી બનાવી શકાય છે.
સાચો જવાબ પસંદ કરો:
(A) માત્ર 1 અને 2
(B) માત્ર 1, 2 અને 3
(C) માત્ર 2, 3 અને 4
(D) 1, 2, 3 અને 4




