Daily Current Affairs

BIMSTEC JWG-CTTC બેઠક 2026: નવી દિલ્હીમાં આતંકવાદ અને ટ્રાન્સનેશનલ ક્રાઇમ સામે સહકાર પર ચર્ચા

By GS Team
30 Sep 20261 min read
TukuTouch Logo
નવી દિલ્હીમાં 28-29 સપ્ટેમ્બર 2026ના રોજ BIMSTECના કાઉન્ટર ટેરરિઝમ અને ટ્રાન્સનેશનલ ક્રાઈમ (JWG-CTTC)ની 11મી બેઠક યોજાઈ. ભારતના વિદેશ મંત્રાલયના અતિરિક્ત સચિવ ડૉ. સુહેલ અજાઝ ખાનની અધ્યક્ષતામાં, તમામ 7 સભ્ય દેશોના પ્રતિનિધિમંડળોએ ભાગ લીધો. માનવ તસ્કરી, ડ્રગ્સ, મની લોન્ડરિંગ અને આતંકવાદ સામે લડવા સંયુક્ત વ્યૂહરચનાઓ પર ચર્ચા થઈ.

Summarized by AI; it may make mistakes. Check important info

BIMSTEC JWG-CTTC બેઠક 2026: નવી દિલ્હીમાં આતંકવાદ અને ટ્રાન્સનેશનલ ક્રાઇમ સામે સહકાર પર ચર્ચા

28-29 સપ્ટેમ્બર 2026 ના રોજ નવી દિલ્હી ખાતે BIMSTEC ના જોઈન્ટ વર્કિંગ ગ્રુપ ઓન કાઉન્ટર ટેરરિઝમ એન્ડ ટ્રાન્સનેશનલ ક્રાઇમ (JWG-CTTC) ની 11મી બેઠક યોજાઈ હતી. ભારત સરકાર દ્વારા આયોજિત આ બેઠકમાં BIMSTEC ના તમામ સાતેય સભ્ય દેશોના પ્રતિનિધિમંડળોએ ભાગ લીધો હતો. ભારતના વિદેશ મંત્રાલયના અતિરિક્ત સચિવ ડૉ. સુહેલ અજાઝ ખાનએ આ બેઠકની અધ્યક્ષતા કરી હતી. 

બેઠકના મુખ્ય મુદ્દાઓ 

  • માનવ તસ્કરી અને ગેરકાયદેસર ડ્રગ્સની હેરાફેરી.
  • મની લોન્ડરિંગ વિરોધી પગલાં.
  • કાનૂની અને કાયદા અમલીકરણ મુદ્દાઓ.
  • કટ્ટરપંથ અને આતંકવાદ સામે લડત.
  • પરંપરાગત અને ઉભરતા બિન-પરંપરાગત સુરક્ષા જોખમો સામે સંયુક્ત વ્યૂહરચના.

BIMSTEC વિશે 

BIMSTECનું પૂરું નામ Bay of Bengal Initiative for Multi-Sectoral Technical and Economic Cooperation છે.  જેની સ્થાપના 1997માં બેંગકોક ઘોષણાપત્ર દ્વારા થઈ હતી. BIMSTECનું મુખ્ય મથક ઢાકા, બાંગ્લાદેશ ખાતે આવેલ છે. 

સભ્ય દેશો (7): દક્ષિણ એશિયા અને દક્ષિણ-પૂર્વ એશિયાને જોડતા 7 દેશો — ભારત, બાંગ્લાદેશ, ભૂટાન, નેપાળ, શ્રીલંકા, મ્યાનમાર અને થાઇલેન્ડ. 

પરીક્ષાલક્ષી પ્રશ્ન 

પ્રશ્ન 1: નીચેના પૈકી BIMSTECના તમામ સભ્ય દેશોનો યોગ્ય સમૂહ કયો છે?

A) ભારત, બાંગ્લાદેશ, ભૂટાન, નેપાળ, શ્રીલંકા, મ્યાનમાર, થાઇલેન્ડ

B) ભારત, પાકિસ્તાન, ભૂટાન, નેપાળ, શ્રીલંકા, મ્યાનમાર, થાઇલેન્ડ

C) ભારત, બાંગ્લાદેશ, માલદીવ, નેપાળ, શ્રીલંકા, મ્યાનમાર, થાઇલેન્ડ

D) ભારત, બાંગ્લાદેશ, ભૂટાન, પાકિસ્તાન, શ્રીલંકા, મ્યાનમાર, થાઇલેન્ડ