Daily Current Affairs

AIME-2026: INS સહ્યાદ્રી અને INS કુલિશ સાથે ભારતની ASEAN દેશો સાથે સંયુક્ત દરિયાઈ કવાયત શરૂ

By GS Team
1 Oct 20262 mins read
TukuTouch Logo
28 સપ્ટેમ્બર 2026ના રોજ ફિલિપાઈન્સના સુબિક બે ખાતે ASEAN-India દરિયાઈ કવાયત (AIME-2026)ની બીજી આવૃત્તિનો પ્રારંભ થયો. ભારતીય નૌકાદળના INS સહ્યાદ્રી અને INS કુલિશ સાથે તમામ આશિયાન સભ્ય દેશોના દળો ભાગ લઈ રહ્યા છે. ‘એન્કર્ડ ઇન ટ્રસ્ટ, યુનાઇટેડ એટ સી’ થીમ હેઠળ આ યુદ્ધાભ્યાસ પરસ્પર સમજણ અને સહયોગ મજબૂત કરશે. આ કવાયત ભારતની એક્ટ ઈસ્ટ પોલિસી હેઠળ યોજાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

AIME-2026: INS સહ્યાદ્રી અને INS કુલિશ સાથે ભારતની ASEAN દેશો સાથે સંયુક્ત દરિયાઈ કવાયત શરૂ

28 સપ્ટેમ્બર 2026 ના રોજ ફિલિપાઈન્સના સુબિક બે ખાતે ASEAN-India દરિયાઈ કવાયત (AIME-2026) ની બીજી આવૃત્તિનો પ્રારંભ થયો છે. આ યુદ્ધાભ્યાસમાં ભારતીય નૌકાદળ સાથે તમામ આશિયાન સભ્ય દેશોના દરિયાઈ દળો ભાગ લઈ રહ્યા છે. આ કવાયતની થીમ ‘એન્કર્ડ ઇન ટ્રસ્ટ, યુનાઇટેડ એટ સી’ છે. ભારતીય નૌકાદળ તરફથી શિવાલિક-ક્લાસ સ્ટેલ્થ ફ્રિગેટ INS સહ્યાદ્રી અને કોરા-ક્લાસ કોર્વેટ INS કુલિશ જહાજે ભાગ લીધો છે. 

યુદ્ધાભ્યાસના તબક્કા અને ઉદ્દેશ્યો

આ યુદ્ધાભ્યાસ બે તબક્કામાં યોજાઈ રહ્યો છે. પ્રથમ તબક્કો હાર્બર ફેઝ છે, જેમાં વ્યાવસાયિક, ઓપરેશનલ અને સામાજિક આદાન-પ્રદાન કરવામાં આવે છે. ત્યારબાદ સી ફેઝ માં દરિયામાં બંને દેશોના સમુદ્રી દળો વચ્ચે સંકલિત યુદ્ધાભ્યાસ અને ઓપરેશનલ તાલીમ હાથ ધરવામાં આવે છે. 

આ યુદ્ધાભ્યાસનો મુખ્ય ઉદ્દેશ્ય ભાગ લેનાર નૌકાદળો વચ્ચે પરસ્પર સમજણ, સહયોગ અને ઇન્ટરઓપરેબિલિટી (સહ-સંચાલન ક્ષમતા) મજબૂત કરવાનો છે. 

ભારત-આશિયાન દરિયાઈ સહયોગ અને નીતિઓ

આ અભ્યાસ ભારતની એક્ટ ઈસ્ટ પોલિસી અને MAHASAGAR (Mutual and Holistic Advancement for Security and Growth Across Regions) વિઝન હેઠળ યોજાયો છે. વર્ષ 2026 ને ‘આસિયાન-ભારત દરિયાઈ સહયોગ વર્ષ’ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે.

ASEAN વિશે 

ASEAN (એસોસિએશન ઑફ સાઉથઈસ્ટ એશિયન નેશન્સ) એ દક્ષિણ-પૂર્વ એશિયાના દેશોનું પ્રાદેશિક આંતરસરકારી સંગઠન છે. તેની સ્થાપના 8 ઑગસ્ટ 1967ના રોજ બેન્કોક, થાઇલેન્ડમાં બેન્કોક ઘોષણા દ્વારા કરવામાં આવી હતી.

ASEANનો મુખ્ય ઉદ્દેશ્ય સભ્ય દેશોમાં આર્થિક વૃદ્ધિ, પ્રાદેશિક શાંતિ અને સ્થિરતા તથા પરસ્પર સહકારને પ્રોત્સાહન આપવાનો છે. 

ASEANનું મુખ્યાલય જકાર્તા (ઇન્ડોનેશિયા) ખાતે આવેલું છે અને હાલમાં કુલ 11 સભ્ય દેશો છે—ઇન્ડોનેશિયા, મલેશિયા, ફિલિપાઇન્સ, સિંગાપોર, થાઇલેન્ડ, બ્રુનેઇ, વિયેતનામ, લાઓસ, મ્યાનમાર, કંબોડિયા અને તિમોર-લિસ્તે.

ભારત–ASEAN સંબંધો

ભારત ASEANનું સભ્ય નથી; ભારતનું ASEAN સાથેનું ઔપચારિક જોડાણ 1992માં સેક્ટરલ ડાયલોગ પાર્ટનર તરીકે શરૂ થયું. ત્યારબાદ 1995માં ડાયલોગ પાર્ટનર, 2012માં સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ અને 2022માં કોમ્પ્રિહેન્સિવ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ (CSP) સુધી સંબંધો વિકસ્યા.

ASEAN MEMBER STATES.webp

 પરીક્ષાલક્ષી પ્રશ્ન 

પ્રશ્ન 1: ASEAN અંગે નીચેના નિવેદનો ધ્યાનમાં લો:

1.ASEANની સ્થાપના બેન્કોક ઘોષણા દ્વારા થઈ હતી. 8 ઑગસ્ટ 1967ના રોજ થઈ હતી.

2. તેનું મુખ્યાલય ઢાંકા ખાતે આવેલ છે.

3. ભારત સહિત કુલ 11 સભ્ય દેશો છે.  

ઉપરોક્ત પૈકી કયાં નિવેદનો સાચાં છે?

(A) માત્ર 1 

(B) માત્ર 1 અને 3  

(C) માત્ર 2 અને 3 

(D) 1, 2 અને 3