Chitralok

વરુણ ધવને ફ્લેટનો કબજો લેવા ઇન્ટરવ્યુ આપવો પડયો

By GS Team
20 Aug 20262 mins read
TukuTouch Logo
મુંબઈની પોશ વેજિટેરિયન સોસાયટીઓમાં ફ્લેટ ખરીદવા માટે ઇન્ટરવ્યુ આપવો ફરજિયાત છે. જુહુના 'ટ્વેન્ટી' કોમ્પ્લેક્સમાં વરુણ ધવન અને નતાશા દલાલે ફ્લેટ બુક કરતા પહેલા ઇન્ટરવ્યુ આપ્યો હતો. સોસાયટીના આગેવાનોએ તેમના જવાબોથી સંતુષ્ટ થયા બાદ જ બુકિંગ કર્યું હતું. શાકાહારી હોવાની ખાતરી બાદ જ ફ્લેટ મળે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વરુણ ધવને ફ્લેટનો કબજો લેવા ઇન્ટરવ્યુ આપવો પડયો

એક વૈભવી સોસાયટીમાં વરુણ ફ્લેટ ખરીદવા માગતો હતો. સોસાયટીના આગેવાને અન્યોની સાથે એનો અને પત્ની નતાશાનો પણ ઇન્ટરવ્યુ લીધો હતો. જવાબોથી સંતોષ થયા બાદ જ એમના નામે અપાર્ટમેન્ટનું બુકિંગ કરાયું હતું.
મુંબઈની માત્ર શાકાહારીઓ માટેની હાઉસિંગ સોસાયટીઓમાં કોઈને પણ ફ્લેટ ફાળવતા પહેલા-એનો ઇન્ટરવ્યુ લેવાય છે. ખરીદાર વેજિટેરિયન છે એની ખાતરી લીધા બાદ જ એને ફ્લેટ વેચાય છે. નોન-વેજિટેરિયન્સને ઘર નહિ ફાળવવાના વલણને લીધે ઘણીવાર વિવાદ પણ થયા છે. અમુક રાજકીય પક્ષોએ એનો ઉગ્ર વિરોધ પણ કર્યો છે. અમુક સોસાયટીઓમાં ફિલ્મસ્ટાર્સનેય ભાડે કે વેચાણથી ફ્લેટ મળતા નથી. ઈમરાન હાશ્મી ભૂતકાળમાં એનો અનુભવ કરી ચુક્યો છે. આ સંદર્ભમાં એકદમ લેટેસ્ટ દાખલો વરુણ ધવનનો આપી શકાય.
વરુણ અને એની પત્ની નતાશા દલાલ તાજેતરમાં જુહુના ૧૦મા રોડપરના એક પોશ હાઉસિંગ કોમપ્લેક્સ 'ટવેન્ટી'ના આલિશાન અપાર્ટમેન્ટમાં રહેવા ગયા છે. અમિતાભ બચ્ચન અને અજય દેવગન જેવા મોટા સ્ટાર્સ એ જ એરિયામાં રહે છે. મજાની વાત એ છે કે માલેતુજારોની આ સોસાયટીમાં વરુણ ફ્લેટનું બુકિંગ કરાવ્યું એ પહેલા સોસાયટીના એક આગેવાને બીજા બધા સાથે એનો પણ ઇન્ટરવ્યુ લીધો હતો. વરુણ અને નતાશાના જવાબોથી સંતોષ થયા બાદ જ એમના નામે અપાર્ટમેન્ટનું બુકિંગ કરાયું હતું.
આ પ્રસંગના સાક્ષી બનેલા એક સજ્જન અનામ રહેવાની શરતે કહે છે, 'વરુણ અને નતાશાની જોડી ઇન્ટરવ્યુમાં બહુ આસાનીથી પાસસ થઈ. વરુણ એક મોટો ફિલ્મસ્ટાર છે અને એની પત્ની નતાશા પણ એક મોટા બિજનેસ ફેમિલીમાંથી આવે છે એટલે તેઓ એક પરફક્ટ સોસાયટી કપલની પરિભાષામાં ફિટ બેસી ગયા.'
આ બીના એવું દર્શાવે છે કે ઉચ્ચ શ્રીમંત વર્ગના લોકોને પોતાની પાડોશમાં ફિલ્મસ્ટાર રહેવા આવે એનું કોઈ ખાસ આકર્ષણ નથી હોતું. તેઓ પાડોશમાં સંસ્કારી અને શિસ્તબદ્ધ પરિવાર રહેવા આવે એટલું જ ઇચ્છે છે.