તાપસી પન્નુ અને કંગનાએ એકબીજા સામે તલવાર તાણી

- તાપસી પન્નુ અને કંગના રણૌત વચ્ચે સોશિયલ મિડીયા પર ફરી શાબ્દિક યુદ્ધ છેડાઈ ગયું. બંનેએ એકમેકને મહેણાં-ટોણાં મારવાનું શરૂ
કરી દીધું છે
તાપસી પન્નુ અને કંગના રણૌત વચ્ચે સોશ્યલ મિડીયા પર ફરી શાબ્દિક યુદ્ધ છેડાયું છે. બંનેએ એકબીજાને મહેણાં-ટોણાં મારવાનું શરૂ કરી દીધું છે. બધા જાણે છે એમ તાપસી અને કંગના એકબીજાથી બિલ્કુલ વિરોધાભાસી વિચારો ધરાવે છે. તાપસીએ હમણાં એક ઈન્ટરવ્યુમાં એમ કહીને ફરી જંગ છેડી હતી કે અમારા બંનેના વિરોધાભાસી મતોમાં અમારો ઉછેર કઈ રીતે થયો છે અને જીવન પ્રત્યેનો અમરો દ્રષ્ટિકોણ કેવો છે એનું પ્રતિબિંબ પડે છે.
તાપસીની આવી કમેંટ્સે કંગનાને ઈન્સ્ટાગ્રામ પર એનો જવાબ આપવા પ્રેરી, પન્નુનું સીધું નામ લીધા વિના 'તનું વેડ્સ મનુ'ની એક્ટ્રેસે લખ્યું કે એક 'સસ્તી કોપી' (હલકું લખનારી વ્યક્તિ) પોતાની આગામી બી ગ્રેડ ફિલ્મનું પ્રમોશન કરવા બહાર પડી છે. એણે મારા ઉછેર અને મારા પેરેન્ટ્સ વિશે કમેન્ટ કરીને મર્યાદા ઓળંગી છે. પરંતુ હમેશ મુજબ મિડીયાની હેડલાન્સમાં કંગના જ ચમકે છે.
રનૌતે આટલેથી ન અટકતા પોતાની પોસ્ટમાં તાપસીના પેરેન્ટ્સને એવો પ્રશ્ન કર્યો છે કે મારા મા-બાપની જેમ તમે કોઈ ઓરિજિનલ સંતાનને જન્મ કેમ ન આપ્યો. મને તમારા (નિષ્ફળ) પ્રયત્ન બદલ ખેદ થાય છે. જો કે, પછીથી કંગનાએ પોતાની ટિપ્પણ સાથેની પોસ્ટ્સ ડિલીટ કરી નાખી હતી. એના આ પગલાં પાછળનું કારણ સમજાતું નથી.
અલબત્ત, એ પહેલા કંગનાની કમેન્ટ્સ વાંચી ચુકેલી તાપસીએ કોઈનું નામ લીધા વિના ઈન્ટાગ્રામ પર એક ટુંકો મેસેજ મૂકી દીધો, 'હેન્સ, પ્રુવ્ડ' (જુઓ હું સાચી. પુરવાર થઈ). પોતાની તીખીતીમતી ટિપ્પણીની શ્રેણીમાં કંગનાએ એવો દાવો કર્યો કે મારા ઉછેર વિશે સવાલ કરવામાં તાપસી એકલી નથી. ઘણા ં ગલિચ્છ વસતિઓમાં રહેતા અને હીન માનસિકતા ધરાવતા લોકોએ મારા ઉછેર અને મારા પેરેન્ટ્સ પર કાદવ ઉછાળ્યો છે. પોતાની ફિલ્મી બેકગ્રાઉન્ડ વિશે ખુલાસો કરતા રનૌતે લખ્યું છે કે મારા માતા-પિતા એક પ્રતિષ્ઠિત રાજપૂત જમીનદાર પરિવારમાંથી આવે છે. એમનો ઉછેર એમના શિક્ષિત અને સંસ્કારી મા-બાપે કર્યો છે. એક્ટિંગમાં કોઈના સપોર્ટ વિના આપ બળે કરીએર બનાવવાના મારા નિર્ણય સામે શા માટે સંકા કરાય છે? એ મારી ચોઈસ હતી. એ માટે મારા પેરેન્ટ્સને શા માટે નિશાન બનાવાય છે? આવી ગોબરી ઉદ્ધતાઈ આવે છે ક્યાંથી?




