Chitralok

શ્રીયા પિલગાંવકર: જીવનમાં એકાદ વખત પંઢરપુરની પદયાત્રા જરૂર કરવી છે...

By GS Team
13 Aug 20262 mins read
શ્રીયા પિલગાંવકર: જીવનમાં એકાદ વખત પંઢરપુરની પદયાત્રા જરૂર કરવી છે...
  • ભક્તિરસમાં તરબોળ માનવ મહેરામણથી અદાકારા અભિભૂત
  • 'એકદમ લયબદ્ધ રીતે મંજીરા અને અન્ય દેશી વાદ્યો વગાડતાં ને અભંગ ગાતાં હજારો લોકોને ટીવીના પડદા પર જોઈએ ત્યારે આપણા મનમાં આ સીધાસાદા છતાં શિસ્તબદ્ધ લોકો પ્રત્યે અહોભાવ અચૂક જાગે.'

તાજેતરમાં આવેલી અષાઢી એકાદશીએ આપણે બધાએ વારકરીઓને ખરેખર તો વારકરીઓના દરિયાને પંઢરપુરની યાત્રાએ જતાં જોયા. અષાઢી એકાદશીથી દિવસો પહેલા મહારાષ્ટ્રમાં વસતા વારકરીઓ સફેદ વસ્ત્રો ધારણ કરી, હાથમાં મોટાભાગે મંજીરા વગાડતાં વગાડતાં પંઢરપુર જવા પગપાળા નીકળી પડે છે. એકદમ શિસ્તબદ્ધ રીતે મંજીરા અને અન્ય દેશી વાદ્યો વગાડવા સાથે અભ્યંગ ગાતા હજારો લોકોને ટીવીના પડદા પર જોઈને આંખો ટરે કે આશ્ચર્યથી પહોળી થઈ જાય તે કળવું મુશ્કેલ થઈ પડે. પરંતુ મનમાં આ સીધાસાદા છતાં શિસ્તબદ્ધ લોકો પ્રત્યે અહોભાવ અચૂક જાગે. અભિનેત્રી શ્રિયા પિલગાંવકર પણ તેમને જોઈને આવું જ અનુભવે છે.
અદાકારા કહે છે કે મહારાષ્ટ્રીયનોમાં આ।ાઢી એકાદશીનું અનોખું માહાત્મ્ય છે. મારો પરિવાર પણ દેવશયની એકાદશી તરીકે ઓળખાતા આ દિવસને ભક્તિપૂર્વક ઉજવે છે. તે વધુમાં કહે છે કે એ દિવસે મારા ઘરના બધા સભ્યો ઉપવાસ કરે છે. આષાઢી એકાદશીએ અમારા ઘરમાં ફરાળ તરીકે ખવાય એવી વસ્તુઓ જ બનાવવામાં આવે છે. અમે સાબુદાણા, રાજગીરામાંથી બનેલી વસ્તુઓ અને ફળો ખાઈએ છીએ. જોકે આષાઢી એકાદશીએ ઘણાં લોકો નિર્જળા વ્રત પણ રાખે છે. આ પ્રકારનો ઉપવાસ તમને તમારી ભીતર એક નજર નાખવાનું સમજાવે છે, રોજિંદી ઘરેડમાંથી બહાર આવીને ભક્તિભાવપૂર્વક વિઠોબાને પ્રાર્થના કરવાનું
શીખવે છે.
શ્રિયા ઉમેરે છે કે આ દિવસે વિષ્ણુ ભગવાન ચાર માસ માટે યોગનિંદ્રામાં સરી પડે છે અને તેની સાથે ચાતુર્માસનો આરંભ થાય છે. મહારાષ્ટ્રમાં લાખો વારકરીઓ આ દિવસે તેમની ૮૦૦ વર્ષથી ચાલી આવતી પંઢરપુરની પદયાત્રા (પંઢરપુર વારિ)નું સમાપન કરે છે. તેઓ સોલાપુરમાં ચંદ્રભાગ નદીના કાંઠે આવેલા વિઠોબાના મંદિરમાં વિઠ્ઠલ ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. અમે નાનપણથી મારી મમ્મીના મુખેથી આ દિવસનું માહાત્મ્ય સાંભળતા આવ્યા છીએ. આજે પણ અમે બધા આષાઢી એકાદશીએ ટીવી સામે બેસીને વારકરીઓના મહેરામણને પંઢરપુર વારિનું સમાપન કરતાં જોઈએ છીએ. વારકરીઓની આધ્યાત્મિક ભાવનાનું ઊંડાણ અમાપ છે. તેઓ વિઠોબા પ્રત્યેના સંપૂર્ણ સમર્પણ, શ્રદ્ધા-ભક્તિ સાથે પગપાળ યાત્રા કરે છે. જીવનમાં કમ સે કમ અકે વખત તો મને પણ આ યાત્રાનો અનુભવ લેવો છે.