Chitralok

રાકેશ બક્ષી : મારા પિતા જરાય રોમેન્ટિક નહોતા!

By GS Team
13 Aug 20263 mins read
રાકેશ બક્ષી : મારા પિતા જરાય રોમેન્ટિક નહોતા!
  • તો પણ આનંદ બક્ષીએ ૩,૦૦૦થી વધુ રોમેન્ટિક ગીતો લખ્યા..

સંગીતપ્રેમીઓને આનંદ બક્ષી સાથે એક અનેરો નાતો છે, તેમણે લખેલા અનેક રંગી ગીતો તેમના જીવનમાં ખાલીપો ભરી દેતા હશે. એટલું જ નહીં, પણ સદ્ગત ગીતકારે તો પ્રેમ, વિશુ અને આશા પર તો અનેક અવિસ્મરણીય ગીતો લખ્યા છે, જે આજે પણ લોકો માટે પ્રેરણાસ્ત્રોત બની રહે છે. આનંદ બક્ષીના પુત્ર રાકેશ બક્ષી માટે તો આ બધા ગીતો તેમના જીવનના સૌથી મુશ્કેલ અને દર્દભર્યા તબક્કા દરમિયાન ખૂબ જ મહત્ત્વપૂર્ણ સાબિત થયા છે,જે જાણવું અત્યંત રસપ્રદ બની રહે છે.
થોડા દિવસ પહેલાં જ સુભાષ ઘાીની અભિનય સંસ્થામાં આયોજિત આનંદ બક્ષીને શ્રદ્ધાંજલિ આપવા માટે ગોઠવાયેલા સમારોહ 'ધ આર્ટ એન્ડ પોએટ્રી ડે'માં રાકેશ બક્ષીએ યાદ કર્યું કે કેવી રીતે તેમના પિતાએ તેના પીડાદાયક છૂટાછેડા પછી તેને સાજા થવા માટે પોતાના શબ્દોનો કેવી રીતે મલમ તરીકે ઉપયોગ કર્યો. તેને શેર કર્યું, 'મારા પિતા આનંદ બક્ષીએ ૩૦૦૦થી વધુ રોમેન્ટિક ગીતો લખ્યા છે, પરંતુ તેઓ વાસ્તવમાં જરાય રોમેન્ટિક નહોતા. તેઓ હંમેશાં કહેતા, 'મેરી જિંદગી મેં બિલકુલ રોમાન્સ નહીં હૈ, અગર હોતા તો મૈં શાયદ ઐસે ગાને લીખ નહીં પાતા.' જે તમારી પાસે નથી તે તમે વ્યક્ત કરો છો.' પોતાના પિતાની ઘણી રચના અંગે રાકેશ બક્ષીએ કહ્યું કે 'મને સૌથી વધુ ગમતું ગીત તો 'બડે અચ્છે લગતે હૈ…' છે. આ તેમનું સૌથી અંગત પ્રિય ગીત છે.' આ સાથે જ તેણે ઉમેર્યું, 'મારા છૂટાછેડા પછી, હું ખૂબ જ ભાંગી પડયો હતો. લગભગ બે મહિના સુધી હું પપ્પાનું ગીત સાંભળતો રહ્યો, 'મુઝે તેરી મુહબ્બત કા સહારા મિલ ગયા હોતા, અગર તુહાન નહીં આતે કિનારા મિલ ગયા હોતા…' આ ગીતને હું રોજ ૧૫થી ૨૦ વખત સાંભળતો અને ચોઘાર આંસુએ રડતો.'
પોતાના દીકરાને દુ:ખમાં ડૂબતો જોઈને આનંદ બક્ષીએ નક્કી કર્યું કે તેને વાસ્તવિકતામાં પાછો ખેંચવાનો સમય આવી ગયો છે, 'તેઓ મારી પાસે આવ્યા અને કહ્યું, 'બેટા, મને ખબર છે કે તું અલગ થયા પછી અત્યંત પીડામાંથી પસાર થઈ રહ્યો છે. શું તને યાદ છે કે મેં એક એવું ગીત લખ્યું છે, જે તને આવી પરિસ્થિતિમાંથી બહાર કાઢી શકે છે?' પછી તેમણે મને પોતાની એક પંક્તિ યાદ કરાવી. 'હમ તુમ કિતને પાસ હૈ, કિતને દૂર હૈ ચાંદ સિતારે…'
અત્યંત મૂંઝવણમાં મુકાયેલા રાકેશે તેના પિતાને પૂછ્યું કે 'આ પંક્તિઓનો ખરેખર અર્થ શો છે?' તેમણે મને કહ્યું, 'બેટા, તુમ કો જો છોડ કે ચલે ગયે હૈ, વો ઉસ સૂરજ ઔર ચાંદ કી તરહ હૈ એ તો આકાશમાં છે- તેનો પીછો નહીં કર વાસ્તવિક્તા એ છે કે જે તમારી આસપાસ પીછો નહીં કર. વાસ્તવિકતા એ છે કે તમારી આસપાસ છે. આ પૃથ્વી, આ નદીઓ, આ વરસાદ, તારી માતા, તારો ભાઈ, તારી બહેનો અને બાળપણના તારા મિત્રો અને તારું કામ. તું આ બધાથી દૂર થઈ ગયો છે. હંમેશાં આ અંતરાને યાદ રાખ,' રાકેશ બક્ષી માટે તો આ વાતચીતે તેને થયેલા નુકસાન અંગે તેનો જે દ્રષ્ટિકોણ હતો, તે સાવ બદલી નાખ્યો.