રાજેશ ખટ્ટર : પચાસ વર્ષે પિતા બનવામાં મને થોડો ડર લાગ્યો

- 'હું જાણું છું કે અમુક પરિસ્થિતિઓ પ્રતિક્રિયા માગતી નથી. હું એ પણ જાણું છું કે બાળક વિવિધ તબક્કામાંથી કેવી રીતે બદલાય છે અને વિકસિત થાય છે. બાળકો છે કંઇ રેસના ઘોડા નથી…'
વીસ-ત્રીસની વયે સામાન્ય પણે પિતૃત્વ સ્વીકારો તો એ સહજ છે, પણ જીવનની અડધી સદી કે ૫૦ વર્ષની વયે પિતા બનવાનું સદ્ભાગ્ય ઘણાં ઓછાને મળે છે. આ સાથે એવી પણ ચિંતા ઉદ્ભવે છે કે ખરેખર પિતૃત્વ પ્રાપ્ત થશે? આવી જ ચિંતા અભિનેતા રાજેશ ખટ્ટરને થઇ હતી. રાજેશ ખટ્ટર સ્વીકારે છે કે શરૂઆતના એ તબક્કે બાળક થવા અંગે મને શંકા હતી, પરંતુ તેમની પુત્ર યુવાને તો પિતા બનવા પ્રત્યેનો તેમનો દ્રષ્ટિકોણ સાવ બદલી નાખ્યો.
પિતા બનવા પહેલા પોતાના મનમાં શું ચાલી રહ્યું હતું, એ વાતને યાદ કરતાં રાજેશ ખટ્ટર કહે છે, 'શરૂઆતમાં તો હું ૫૦ વર્ષની વયે પિતા બનવા વિશે ડરતો હતો, પરંતુ મારી પત્ની- વંદના સજનાની (માતા બનવાની)ની તીવ્ર ઇચ્છા જોઇને મેં બધું જ ભગવાનની ઇચ્છા પર છોડી દીધું. આ સાથે જ ચોક્કસપણે અમારી બંનેને ઇચ્છા પુત્રને જન્મ આપવાની તો હતી જ! હું હંમેશા માનતો આવ્યો છું કે દરેક બાળક પોતાના વિશેષ ભાગ્ય સાથે જન્મે છે, છતાં મને તો મારા યુવાનના બાળપણ અને ભવિષ્ય માટે ડર હતો. ખાસ કરીને હું કોવિદને કારણે હોસ્પિટલમાં દાખલ થયો હતો ત્યારે યુવાન માત્ર ૧૮ મહિનાનો હતો, પરંતુ મારા જીવનમાં તેની હાજરીથી મને ચિંતા કરવાની નિરર્થકતાનો અહેસાલ થયો.'
વય અંગે તો તેનું એવું દ્દઢ પણે માનવું છે કે કોઇ પણ વયે કંઇ પણ બની શકે નવું ચેપ્ટર શરૂ થઇ શકે છે. આ અંગે રાજેશે કહ્યું, 'વય તો એક નંબર માત્ર છે. તમે જેટલી વય અનુભવો તેટલી તમારી ઉંમર હોઇ શકે છે. મારી વયના કલાકારો તો હજુ પણ મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. અભિનેત્રીઓ સાથે રોમાન્સ કરી રહ્યા છે, લગ્ન કરી રહ્યા છે, જો કે તમે તો અહીં જ છો.'
પિતા બનવાના રાજેશના અભિગમમાં ઉંમરનો તફાવત તેના સાત વર્ષના પુત્ર સાથે સંકળાયેલી પરિસ્થિતિમાં તે કેવી પ્રતિક્રિયા આપે છે, તેના પરથી સ્પષ્ટ થાય છે. અગાઉ ઇશાન ખટ્ટર સાથે પિતૃત્વનો અનુભવ કરતાં રાજેશ કહે છે, 'હવે હું મારા પુત્ર- યુવાન સાથે પિતૃત્વનો અનુભવ કરી રહ્યો છું. ભલે કોઇ યુવાન પિતા હોય કે વૃદ્ધ. તેને તો પોતાના બાળક માટેનો પ્રેમ અને સ્નેહ તો એટલો જ રહે છે, પરંતુ ઉંમર વધવાની સાથે, વ્યક્તિ ધીરજ અને શાણપણ મેળવે છે, જેથી તે પોતાના બાળકના માનસને સમજી શકે છે. એક યુવાન પિતા તરીકે, હું વધુ પ્રતિક્રિયાશીલ હતો જ્યારે હવે હું સમજું છું કે અમુક પરિસ્થિતિઓ પ્રતિક્રિયા માગતી નથી. હું એ પણ જાણું છું કે બાળક બાળપણના વિવિધ તબક્કામાંથી કેવી રીતે બદલાય છે અને વિકસિત થાય છે.'
આ દ્રષ્ટિકોણથી રાજેશ ખટ્ટર વાલીપણા અને બાળકની યાત્રાને કેવી રીતે જુએ છે, તે પણ સમજ્યો છે. આ સંદર્ભે તે કહે છે, 'વ્યક્તિએ એ સમજવું જોઇએ કે વ્યક્તિના બાળકો છે કંઇ રેસના ઘોડા નથી, જીવન એ કંઇ ડર્બી નથી, અને માતાપિતા તરીકે મત આપનારા લોકો કંઇ આયોજકો નથી. કોઇ અંતિમ રેખા પાર કરવાની નથી. બાળકો તો વ્યક્તિઓ છે અને કિશોરાવસ્થા અને પુખ્તાવસ્થા દરમિયાન તેમને પોતાનામાં ખીલતા જોવું જ રસપ્રદ છે. હું ફક્ત એટલું જ ઇચ્છું છું કે જ્યાં સુધી હું આસપાસ છું ત્યાં સુધી યુવાનને મારાથી શક્ય એટલું શ્રેષ્ઠ આપીશું,' એમ રાજેશ ખટ્ટરે ઉમેર્યું હતું.




