Chitralok

નવાઝુદ્દીને પુત્રીના ડેબ્યુ માટે ફિલ્મને બદલે થિયેટર પસંદ કર્યું

By GS Team
20 Aug 20263 mins read
TukuTouch Logo
દિદિલ્હીની પ્રતિષ્ઠિત નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાંથી અભિનયની તાલીમ લેનારા કલાકારોને રંગમંચ પ્રત્યે હંમેશાં ઊંડો લગાવ રહ્યો છે. એટલે જ એક્ટિંગમાં કરિયર બનાવવા ઇચ્છતી પોતાની ૧૫ વરસની દીકરી શોરાને નવાઝુદ્દીન સિદ્દીકીએ 'નકાબ' નામના નાટકથી લોન્ચ કરી છે. આ સાથે આ સિનિયર એક્ટર પોતે પણ નાટકમાં મહત્વનું પાત્ર ભજવીને ૩૦ વર્ષ બાદ સ્ટેજ પર પાછો ફર્યા છે. પારિતોષ પેઇન્ટર દ્વારા દિગ્દશત 'નકાબ'નું પ્રીમિયર શિકાગોમાં ૧૭મી જુલાઈએ યોજાયું હતું. નવાઝ અને શોરાનું આ નાટક અમેરિકાના નવ શહેરોમાં ભજવાયું. નાટકના ઓપનિંગ પહેલાં સિદ્દીકીએ મીડિયા સાથે રસપ્રદ વાતો શેર કરી હતી. દીકરી વિશે વાત કરતાં નવાઝે કહ્યું, 'મારી જેમ શોરાને પણ એક્ટિંગમાં કરિયર બનાવવી હતી, તેથી તેણે પારિતોષ પેઇન્ટર પાસે તાલીમ લીધી, જેઓ અમારા પ્લેના ડિરેક્ટર પણ છે. શોરા આ નાટકમાં ૨૬ વર્ષની ીનું પાત્ર ભજવી રહી છે. મારું મક્કમપણે માનવું છે કે કોઈ પણ નવોદિત કલાકાર વર્કશોપ્સ કરતાં થિયેટર કરીને ઘણું વધુ શીખી શકે છે. શોરાએ લંડનમાં પાંચ-છ વર્કશોપ્સ કર્યાં હતાં, પણ તે પૂરતા નહોતા, એટલે મેં વિચાર્યું કે તેને સીધી સ્ટેજ પર લાવીને તૈયાર કરીએ. 'નકાબ'માં તેનો રોલ અઘરો છે અને તેમાં તેણે પોતાનું ૧૦૦ ટકા કૌવત દાખવવું પડયું. સ્ટેજ કર્યા બાદ તેના માટે ફિલ્મોમાં અભિનય કરવો સાવ આસાન બની જશે. નવાઈની વાત એ છે કે આટલી નાની વયે તે મારી સૌથી મોટી ટીકાકાર બની ગઈ છે! સ્ટેજ પર મારાથી કોઈ ભૂલ થાય તો શોરા તરત મને ટોકે છે. વળી, તેને ફિલ્મોમાં મારા રોલ્સ બહુ ગમતા નથી. તેણે 'ગેંગ્સ ઓફ વાસેપુર' જેવી મારી અમુક જ ફિલ્મો જોઈ છે.'

Summarized by AI; it may make mistakes. Check important info

નવાઝુદ્દીને પુત્રીના ડેબ્યુ માટે ફિલ્મને બદલે થિયેટર પસંદ કર્યું
  • 'હું સિનેમાને ઉતારી પાડવા નથી માગતો, ફિલ્મોમાં પણ સારું કામ થાય છે, પરંતુ વરસો સુધી એકધારી ફિલ્મો કર્યા પછી કલાકારના મનમાં એક પ્રકારનો અસંતોષ જાગતો હોય છે.'
  • દિદિલ્હીની પ્રતિષ્ઠિત નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાંથી અભિનયની તાલીમ લેનારા કલાકારોને રંગમંચ પ્રત્યે હંમેશાં ઊંડો લગાવ રહ્યો છે. એટલે જ એક્ટિંગમાં કરિયર બનાવવા ઇચ્છતી પોતાની ૧૫ વરસની દીકરી શોરાને નવાઝુદ્દીન સિદ્દીકીએ 'નકાબ' નામના નાટકથી લોન્ચ કરી છે. આ સાથે આ સિનિયર એક્ટર પોતે પણ નાટકમાં મહત્વનું પાત્ર ભજવીને ૩૦ વર્ષ બાદ સ્ટેજ પર પાછો ફર્યા છે.
    પારિતોષ પેઇન્ટર દ્વારા દિગ્દશત 'નકાબ'નું પ્રીમિયર શિકાગોમાં ૧૭મી જુલાઈએ યોજાયું હતું. નવાઝ અને શોરાનું આ નાટક અમેરિકાના નવ શહેરોમાં ભજવાયું. નાટકના ઓપનિંગ પહેલાં સિદ્દીકીએ મીડિયા સાથે રસપ્રદ વાતો શેર કરી હતી. દીકરી વિશે વાત કરતાં નવાઝે કહ્યું, 'મારી જેમ શોરાને પણ એક્ટિંગમાં કરિયર બનાવવી હતી, તેથી તેણે પારિતોષ પેઇન્ટર પાસે તાલીમ લીધી, જેઓ અમારા પ્લેના ડિરેક્ટર પણ છે. શોરા આ નાટકમાં ૨૬ વર્ષની ીનું પાત્ર ભજવી રહી છે. મારું મક્કમપણે માનવું છે કે કોઈ પણ નવોદિત કલાકાર વર્કશોપ્સ કરતાં થિયેટર કરીને ઘણું વધુ શીખી શકે છે. શોરાએ લંડનમાં પાંચ-છ વર્કશોપ્સ કર્યાં હતાં, પણ તે પૂરતા નહોતા, એટલે મેં વિચાર્યું કે તેને સીધી સ્ટેજ પર લાવીને તૈયાર કરીએ. 'નકાબ'માં તેનો રોલ અઘરો છે અને તેમાં તેણે પોતાનું ૧૦૦ ટકા કૌવત દાખવવું પડયું. સ્ટેજ કર્યા બાદ તેના માટે ફિલ્મોમાં અભિનય કરવો સાવ આસાન બની જશે. નવાઈની વાત એ છે કે આટલી નાની વયે તે મારી સૌથી મોટી ટીકાકાર બની ગઈ છે! સ્ટેજ પર મારાથી કોઈ ભૂલ થાય તો શોરા તરત મને ટોકે છે. વળી, તેને ફિલ્મોમાં મારા રોલ્સ બહુ ગમતા નથી. તેણે 'ગેંગ્સ ઓફ વાસેપુર' જેવી મારી અમુક જ ફિલ્મો જોઈ છે.'

થિયેટરમાં પાછા ફરવા અંગે ખુલાસો કરતાં ૫૧ વર્ષના આ અદાકારે જણાવ્યું, 'હું સિનેમાને ઉતારી પાડવા નથી માગતો, ત્યાં પણ સારું કામ થાય છે, પરંતુ વરસો સુધી એકધારી ફિલ્મો કર્યા પછી કલાકારના મનમાં એક પ્રકારનો અસંતોષ જાગે છે.'
શું આજની હિન્દી ફિલ્મો તમને ઉત્સાહિત નથી કરતી એટલે એ થિયેટરમાં પાછા ફર્યા? એવા પત્રકારોના પ્રશ્નનો ઉત્તર આપતાં નવાઝે કહ્યું, 'મેં 'પરિંદા' ફિલ્મ જોઈ ત્યારે નાના પાટેકરનો અભિનય જોઈને હું સ્તબ્ધ થઈ ગયો હતો. એવી જ રીતે 'બેન્ડિટ ક્વીન'માં સીમા બિસ્વાસનું પરફોર્મન્સ, તેમજ 'સત્યા', 'મકબૂલ' અને 'સ્પર્શ' જેવી ફિલ્મોએ મને હચમચાવી મૂક્યો હતો. આ ફિલ્મો સાબિત કરે છે કે થિયેટરના કલાકારોએ સ્ક્રીન પર બેસ્ટ રિયાલિસ્ટિક પર્ફોર્મન્સીસ આપ્યાં છે અને તેઓ ઇન્ડસ્ટ્રીમાં યથાર્થવાદ લાવી શક્યાં. આજે સિનેમા માત્ર બોક્સ ઓફિસની આસપાસ જ ઘૂમ્યા કરે છે. લોકો માત્ર એટલું જ પૂછે છે કે ફિલ્મે ૧૦૦ કરોડ કર્યા કે નહીં? સિનેમામાં રિટેક્સ મળે છે, જ્યારે નાટકમાં કોઈ રિટેક નથી હોતો. ફિલ્મમાં કંઈક નવું કરવાનો અવકાશ ઓછો હોય છે. 'નકાબ'માં હું પાંચ અલગ-અલગ પાત્રો ભજવી રહ્યો છું. થિયેટરમાં પાત્રોમાં ઊંડાણ હોય છે, જ્યારે સિનેમામાં મર્યાદાઓ હોય છે. રંગમંચ પર હું હેમ્લેટ કે ઓથેલો જેવાં પાત્રો જીવી શકું છું, જે હિન્દી ફિલ્મોમાં શક્ય નથી. ટૂંકમાં, મારે એક્ટિંગમાં સાચા પ્રયોગો કરવા હતા અને થિયેટરે મને એ તક આપી છે.'
નવાઝપુત્રી ઝોરાનો કરીઅરગ્રાફ જોવાની આપણને મજા આવવાની છે એ તો નક્કી.