Chitralok

હીબા નવાબ : હું મારી જાતને એક બોક્સમાં બંધ કરવામાં માનતી નથી

By GS Team
10 Sep 20263 mins read
હીબા નવાબ : હું મારી જાતને એક બોક્સમાં બંધ કરવામાં માનતી નથી
  • 'હું મારી જાતને પ્રેમ કરવા માગું છું. આશા રાખું છું કે કોઇ એવી વ્યક્તિ મળશે જેની સાથે હું જીવન શેર કરી શકું. મને લાગે છે કે હું સમય સાથે સમજદાર બની છું, પણ હું હજું પણ શીખી રહી છું, સમજી રહી છું…'

લગભગ એકાદ વર્ષ સુધી ટેલિવિઝનથી દૂર રહ્યા પછી હીબા નવાબ હવે 'ચુડેલ ચલી સસુરાલ' જેવી હળવી ફેન્ટસી શૉમાં નજરે પડી રહી છે, જે ૧૯૯૦માં આવેલા સિટકોમ 'બીવિચ્ડ' દ્વારા પ્રેરિત એક હળવો કાલ્પનિક શો છે. હવે આ મૂળભૂત શો સાથે તો નવા શોની સરખામણી તો સાવ સામાન્ય-અનિવાર્ય છે. હીબા નવાબ માને છે કે નવો શો તો તેની નવી ઓળખ છે.
હીબા કહે છે, 'આ કોપી-પેસ્ટ રૂપાંતર નથી. તે મૂળભૂત શોથી પ્રેરિત છે જ્યારે તે તેની પોતાની વાર્તા કહે છે, જે તેને વધુ રોમાંચક બનાવે છે. આ કંઇ એવી ડાકણ નથી જે લાંબા નખ, અવ્યવસ્થિત વાળ અને ભયાનક દેખાવ સાથે જોવા લોકો ટેવાયેલા છે. આ તો એક પ્રેમાળ ચુડેલ છે.'
'ઝનક' પછી હીબા આ શો થકી કોમેડીમાં પાછી ફરી રહી છે. આ અંગે હીબા કહે છે, 'હું તો કોમેડી સાવ ભૂલી જ ગઇ હતી. 'ઝનક' પૂર્ણ કર્યા પછી મને યાદ છે કે મેં મારા સહ કલાકારો સાથે ચર્ચા કરતાં કહ્યું હતું કે મારો આગામી પ્રોજેક્ટ કોમેડી પર આધારિત છે. મેં પાછળ વળીને જોયું તો મને લાગે છે કે મેં તે એટલા માટે ક્યો છે કારણ કે હું જે પારિવારિક નાટકો માટે ચર્ચામાં હતી તે સાકાર તો ન થયા. આથી હું થોડી નર્વસ થઇ ગઇ હતી કારણે કે છેલ્લાં કેટલાંક વર્ષોથી નાટકોની તીવ્ર વિશ્વમાં મેં દિવસો વિતાવ્યા છે. આ પછી મને લાગ્યું છે કે કોમેડી કેવી રીતે કરવી એ તો હું સાવ વિસરી જ ગઇ છું. પરંતુ મેં એકવાર શુટિંગ શરૂ કર્યું એ પછી બધુ કુદરતી રીતે પાછું યાદ આવી ગયું છે. ભલે આ વખતે મેં એક અસામાન્ય ડાકણની ભૂમિકા ભજવી છે, પણ મને ખાતરી છે કે તે જો પટકથા અનુસાર ભજવવામાં આવે તો મને આ પરંપરાગત પાત્ર ભજવવામાં કોઇ ખંચકાટ નહીં થાય. અને અંતે બન્યું પણ એવું જ ! 'જો વાર્તા રસપ્રદ હોય અને પટકથાથી ખાતરી થાય કે મને આ પાત્ર ભજવવામાં મજા આવશે. આટલું જ નહીં, આ ભૂમિકા મને એક ભૂમિકા રૂપે કલાકાર તરીકે વિકસાવવામાં મદદ કરશે. તો હું ખુશીથી એ ભજવીશ. જ્યારે હું નાની હતી ત્યારે મને લાગતું હતું કે હું ૨૬ વર્ષની થઇશ ત્યારે જીવનનો અર્થ સમજી લઇશ, હવે હું ૨૯ વર્ષની છું અને મને લાગે છે કે હું ૫૦ વર્ષની વયે પણ કદાચ બધુ સમજી શકીશ. પહેલાં હું મને શું જોઇએ છે તેની એક નિશ્ચિત ચેકલિસ્ટ હતી, પણ હવે તો હું પ્રવાહ સાથે ચાલવાનું પસંદ કરું છું. હું મારી જાતને પ્રેમ કરવા માગું છું. આશા રાખું છું કે કોઇ એવી વ્યક્તિ મળશે જેની સાથે મારું જીવન શેર કરી શકું અને સાથે વિકાસ કરી શકું.'