Chitralok

હર્ષદ ચોપડાઃ મને મારા પર વિશ્વાસ છે

By GS Team
27 Aug 20264 mins read
હર્ષદ ચોપડાઃ મને મારા પર વિશ્વાસ છે
  • 'મુઝે ગુસ્સા ભી દેર સે આતા હૈ ઔર સમજ ભી દેર સે આતી હૈ. હું રેડ ફ્લેગ ને ગ્રીન ફ્લેગની વચ્ચે ક્યાંક ઊભો છું… સંપૂર્ણ કોઈ
    હોતું નથી'

રિયાલિટી શોઝ કરનારા કલાકારો અને સ્પર્ધકો વિજય મેળવવાના ઈરાદે જ તેમાં ભાગ લે છે અને ગમે તે ભોગે વિજય હાંસલ કરવાનું તેમનું લક્ષ્ય હોય છે. જો કે ઘણા એવા પણ હોય છે જે રિયાલિટી શોઝને એક સ્પર્ધા તરીકે જુએ છે અને હારજીત તેમને મન ખાસ હોતી નથી. તેઓ એક જિંદાદિલ વ્યક્તિ હોય છે. જો કે અહીં હર્ષદ ચોપડા જેવી વ્યક્તિ 'લોકઅપ ઃ સચ યા સઝા' જેવી અત્યંત નિયંત્રિત રિયાલિટી શો સાથે નોન-ફિક્શન પદાર્પણ કરવાનો અર્થ તેના કન્ફર્ટ-ઝોનથી ખૂબ દૂર જવાનો હતો. તેણે આ શોમાં એક સ્પષ્ટ ઈરાદા સાથે પ્રવેશ કર્યો છે. તેણે પ્રેક્ષકોને એક અભિનેતાથી વિશેષ વ્યક્તિ તરીકે જોવા દેવાનો પ્રયાસ કર્યો છે. આ સંદર્ભે જ હર્ષદ ચોપડા કહે છે, મારો ઈરાદો તો મારા સાચા સ્વને બતાવવાનો છે. જો આવું ન હોત તો હું મારી પોતાની જગ્યામાં જ રહેવાનું પસંદ કરત. અને હું હંમેશા આ રીતે જ જીવ્યો છું. મેં ક્યારેય જીતવાના વિચાર સાથે આ શોમાં પ્રવેશ કર્યો નથી. તેના બદલે, લોકોને વાસ્તવિક અને મને જોવા દેવાનો મારો વિચાર જીતવાનો હતો. જો હું ક્યારેય બીજો રિયાલિટી શો કરું તો હું જીતવાના લક્ષ્ય સાથે પ્રવેશ કરીશ.
મને એવું નહોતું લાગ્યું કે હું કંઈ અસામાન્ય-અસાધારણ કરી રહ્યો છું. આ સહજતાએ જ મારા કાર્યકાળના સૌથી મોટા નિર્ણયોમાંનો એક બનાવ્યો. 'બડે અચ્છે લગતે હૈ-૪'ની સહઅભિનેત્રી શિવાંગી જોશીને પોતાનું પહેલું ફાઈનલિસ્ટ પદ ચોંપાયું. આ સંદર્ભે હર્ષદ ચોપડા કહે છે, મને એવું લાગ્યું નહીં કે હું કંઈ અસાધારણ કરી રહ્યો છું મેં તો તે ક્ષણે મને જે યોગ્ય લાગ્યું તે કર્યું. આવું કરવા માટે કોઈએ મને અપરાધભાવમાં ફસાવ્યો નથી. હું ખરેખર તેવું જ કરવા માગતો હતો. અને હું હજુ પણ તે નિર્ણયથી ખૂબ ખુશ છું. બહાર આવ્યા પછી જ મને ખ્યાલ આવ્યો કે લોકો મારી પાસેથી શી અપેક્ષા રાખતા હતા. હું માનું છું કે જે મિત્રની તમને જરૂર હોય ત્યારે તમારી સાથે ન હોય તો તે સારો મિત્ર નથી.
હર્ષદ ચોપડાની ભાવનાત્મક ચર્ચાઓ તો આ આખી વાતમાં બીજો જ મુદ્દો બની ગઈ. દર્શકો તેમની સરખામણી કબીર સિંહ નામના પાત્ર સાથે કરે છે. આટલું તે અંગે ચ્રચા પણ કરી રહ્યા છે. આ સાથે એમ પણ જણાવી રહ્યા હતા કે તે 'લાલ ઝંડો' અથવા 'લીલો ઝંડો' છે. આ સંદર્ભે હર્ષદે જણાવ્યું, હું કંઈ કબીર સિંહ જેવો નથી. હું પણ બીજા લોકોની જેમ ગુસ્સો કરી શકું છું, પણ એ ત્યારે જ આવે છે જ્યારે મારી પૂરતી ઉશ્કેરણ કરી હોય ત્યારે જ. મૈં ઐસે હી ગુસ્સા નહીં કરતા… પાગલ થોડી ના હૂં… મુઝે ગુસ્સા ભી દેર સે આતા હૈ ઔર સમજ ભી દેર સે આતી હૈ… લાલ ઝંડાવાળો કે લીલા ઝંડાવાળો હોવાની વાત કરીએ તો તેમાં તો હું કદાચ ક્યાંક વચ્ચે છું. કોઈ પણ સંપૂર્ણ નથી અને અપૂર્ણતાઓ તો આપણા અસ્તિત્વનો ભાગ છે, હિસ્સો છે.
શિવાંગીએ જે ટેકો આપ્યો હતો તેનાથી લોકોને આશ્ચર્ય થયું કે તેમના સમીકરણમાં વધુ કંઈ હતું કે નહીં, પરંતુ હર્ષદ પોતાની સરળ વાત રાખે છે. હર્ષદ કહે છે, આપણે મિત્રો છીએ અને બસ એટલું જ હું તેના માટે સુભકામના પાઠવું છું. બસ એટલું જ.
આ અનુભવથી તે પોતાની જાતને જોવાની રીત પણ બદલી નાખે છે, અને તે ઉમેરે છે મને સમજાયું છે કે હું જે વિચારતો હતો તેના કરતાં હું ઘણું વધારે કરી શકું છું. હવે મારામાં આત્મવિશ્વાસ વધુ છે. મને એ પણ ખ્યાલ છે કે હું એવા લોકો સાથે હળીમળીને રહી શકું છું, જેમને હું એક સમયે વિચારતો હતો કે હું ક્યારેય હળીમળીને રહી શકીશ નહીં. તેનાથી મને આશ્ચર્ય થયું. તેમ છતાં અભિનય હજુ પણ મારો પહેલો પ્રેમ છે અને હું માનું છું કે ત્યાં જ મારો શ્રેષ્ઠ ઉપયોગ થાય છે.
પોતાની લાગણીને પોતાની બાંય પર દબાવી રાખવાની તેની વૃત્તિ, જેમાં આંસુઓથી ભાંગી પડવાનો પણ સમાવેશ થાય છે. કદાચ તે પોતાની જાતનો એ ભાગ હતો જેનાથી તે ઓછામાં ઓછો આરામદાયક હતો. આ સાથે હર્ષદ ચોપરા કહે છે, સાચું કહું તો હું ઇચ્છું છું કે હું શોમાં જેટલો લાગણીશીલ નહોત. હું વાસ્તવિક જીવનમાં પણ ભાવનાત્મક છું, પણ મેં શીખી લીધું છે કે તેની સાથે કેવી રીતે જીવવું. તેને મારા પર કે મારી આસપાસના લોકો પર અસર ન થવા દઈએ, હું આગલી વખતે આટલો ભાવુક નહીં થાઉં.