Chitralok

એન હેથવેઃ મૈં માં બનનેવાલી હૂં... ફિર સે!

By GS Team
2 Jul 20261 min read
એન હેથવેઃ મૈં માં બનનેવાલી હૂં... ફિર સે!

હોલિવુડ અભિનેત્રી અને ઓસ્કર વિજેતા એન હેથવેએ સોશિયલ મીડિયા પર એક વીડિયો દ્વારા પોતાના ત્રીજા બાળકના આગમનના ખુશખબર શેર કર્યા છે. ૨૦૧૨માં એડમ શુલ્મન સાથે લગ્ન કરનાર એન હેથવે પહેલેથી જ બે પુત્રો જોનાથન અને જેકની માતા છે.
આ રોમાંચક સમાચાર હેથવેની કારકિર્દીના સૌથી વ્યસ્ત સમયગાળામાં આવ્યા છે. એ ટૂંક સમયમાં જ જાણીતા ફિલ્મમેકર ક્રિસ્ટોફર નોલનની આગામી અતિ અપેક્ષિત ફિલ્મ 'ધી ઓડસી'માં જોવા મળશે. નોલન સાથેની આ એની ત્રીજી ફિલ્મ છે. આ ઉપરાંત, ઓક્ટોબરમાં રિલીઝ થનારી સાયકોલોજીકલ થ્રિલર 'વેરિટી'માં પણ એન મુખ્ય ભૂમિકા ભજવી રહી છે.
આ વર્ષ એન હેથવે માટે શાનદાર રહ્યું છે. તેણે 'મધર મેરી'માં કામ કર્યું અને તેની આઇકોનિક ફિલ્મ 'ધી ડેવિલ વેર્સ પ્રાડા'ની સિક્વલ માટે મેરિલ સ્ટ્રીપ અને એમિલી બ્લન્ટ જેવાં મૂળ કલાકારો સાથે ફરી જોડાણ કર્યું. અંગત અને વ્યવસાયિક જીવનની આ બેવડી સફળતા બદલ હેથવેએ ખુશી અને કૃતજ્ઞાતા વ્યક્ત કરી છે. નેચરલી..