છોટા ઉદેપુર: વરસતા વરસાદમાં નસવાડી-કવાંટ રોડના ખાડા પૂરવાની કામગીરી સામે સવાલ, બિસ્માર રસ્તાઓથી વાહનચાલકો પરેશાન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Naswadi Kawant Road Patchwork Controversy: છોટા ઉદેપુરના નસવાડી-કવાંટ રોડની સ્થિતિ અત્યંત બિસ્માર હાલતમાં હોવાથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જેમાં ઠેર-ઠેર મોટા ખાડાઓ અને વરસાદી સિઝનમાં પાણી ભરાઈ જતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ટૂ વાહનો, ફોર-વ્હીલર અને ભારે માલવાહક વાહનો ખરાબ રસ્તાઓ પરથી પસાર થતી વખતે અકસ્માતનો ભય રહે છે. નસવાડીથી કવાંટ રોડ પર વરસતા વરસાદ વચ્ચે ખાડા પૂરવા માટે ડામરનો માલ પાથરવામાં આવી રહ્યો હોવાનો વીડિયો સામે આવ્યો છે. વરસતા વરસાદમાં ડામરનું કામ કરવાના કારણે તંત્રની કામગીરીની ગુણવત્તા સામે સવાલો ઉભા થયા છે.

વરસતા વરસાદમાં તંત્ર દ્વારા નસવાડી-કવાંટ રોડના પેચવર્ક અને સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં ટ્રક મારફતે કપચી અને ડામરથી રસ્તા પરના મોટા ખાડાઓ પૂર્યા હતા.
સમગ્ર મામલે સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે, વરસતા વરસાદમાં ખાડા પૂરવા માટે આ રીતે ડામરનો માલ પાથરીને સરકારી નાણાંનો વ્યય કરવામાં આવી રહ્યો છે. સ્ટેટ આર. એન્ડ બી. વિભાગની કામગીરી સામે પણ સવાલો થઈ રહ્યા છે કે, વરસાદમાં કરવામાં આવેલી આ કામગીરીની ગુણવત્તાની જવાબદારી કોણ લેશે? સરકારી નિયમો અને માર્ગના કામ માટેની માર્ગદર્શિકાનું પાલન થઈ રહ્યું છે કે નહીં?





