જયશંકરે ભૂતાનને 43 જર્સી ગાયો ભેટ આપી આ અસામાન્ય ભેટ પાછળ રહસ્ય રહેલું છે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- ભૂતાનને રેલવે લાઇન આપવા સાથે તેના ડેરી ઉદ્યોગને વેગ આપવા ભારતની પહેલ : જયશંકર, વડાપ્રધાન તથા મહારાજાને મળ્યા
થીમ્યુ : ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરની ભૂતાનની મુલાકાત અસામાન્ય બની રહી. સાથે વ્યવહારૂ પણ બની રહી. પોતાની ભૂતાનની મુલાકાત દરમિયાન જયશંકરે ભૂતાનનાં બૂમથાંગની વિશેષ મુલાકાત લીધી હતી અને ત્યાં ૪૩ જર્સી ગાયો ભેટ આપી હતી. આ દ્વારા જયશંકરે ભૂતાનમાં પશુ-ઉછેરને વેગ આપવામાં ભારતનો સહાયક હાથ લંબાવ્યો હતો. બૂમથાંગમાં ભૂતાનનું નેશનલ કેટલ બ્રીડીંગ સેન્ટર છે. આ ગાયો ભૂતાનને ભેટ આપતાં જયશંકરે કહ્યું હતું કે, સામાન્યત: ખેડૂતો ખેતી સાથે પશુ ઉછેર પણ કરે છે. આ વિસ્તારના ૪૦,૦૦૦ જેટલા ખેડૂતોને આથી લાભ થશે.
ઉલ્લેખનીય છે કે, આ પૂર્વે જ ભારતે ભૂતાનને રેલવેથી જોડવા રૂ. ૪૦૦૦ કરોડનો પ્રોજેક્ટ તો શરૂ કરી દીધો જ છે. આ ભેટ આપતાં જયશંકરે કહ્યું હતું કે આ માત્ર સિમ્બોલિક ગિફ્ટ નથી. તે પાછળનો હેતુ ભૂતાનના ખેડૂતોના જીવન ધોરણ ઉંચું લાવવાનો છે. તેમજ દૂધ ઉત્પાદન ક્ષમતા વધારવાનો છે.
બૂમથાંગ ભૂતાનની પૂર્વ રાજધાની હતી ત્યાંના ઐતિહાસિક રાજમહેલની પણ જયશંકરે મુલાકાત લીધી હતી અને ત્યાં રચાયેલું સંગ્રહસ્થાન (મ્યુઝિયમ) પણ જોયું હતું. તથા ત્યાં આવેલું રાજસભા ગૃહ પણ જોયું હતું.
ભારતના વિદેશ મંત્રીએ ભૂતાનના વિદેશ મંત્રી અને વિદેશ વ્યાપાર મંત્રી લ્યોનમો ડી.એન. ધુંગ્યેલને મળ્યા હતા. જેઓ આ ગાયોનાં અર્પણ સમયે પણ તે સ્થળે ઉપસ્થિત હતા. તે પૂર્વે જયશંકરે કુર્જે લ્હખાંગ મંદિરની મુલાકાત લઈ ત્યાં પ્રાર્થના પણ કરી હતી.
પોતાની ભૂતાનની મુલાકાતના છેલ્લા દિવસે જયશંકર નેપાળના વડાપ્રધાન ત્શેરિંગ તોબગેને મળ્યા હતા અને બંને દેશો વચ્ચે ઘનિષ્ટ સહકાર સ્થાપવા વિષે મંત્રણા કરી હતી. તે પછી તોબગે સાથે તેઓ ભૂતાનના રાજવી હીઝમેજેસ્ટી કીંગ જીગ્મે ખેચર નામગ્યાબ વાંકછુકને પણ મળ્યા હતા. તેઓની સાથે પણ ભારત-ભૂતાનના દ્વિપક્ષીય સંબંધો બળવત્તર કરવા ચર્ચા કરી હતી.
ઉત્તરે ચીનનો ડોળો ભૂતાન પર રહેલો છે. તે દ્રષ્ટિએ જયશંકરની આ મુલાકાતનું મહત્વ ઘણું છે.




