Sports

ટીમ ઈન્ડિયાના નવા ચીફ સિલેકટરની રેસમાં આ ગુજરાતી દિગ્ગજનું નામ! અજિત અગરકરની વિદાય નક્કી

By GS Team
17 Sep 20262 mins read
TukuTouch Logo
BCCI ના ચીફ સિલેક્ટર અજીત આગરકરનો કાર્યકાળ આ મહિને પૂરો થતાં તેમને એક્સટેન્શન મળવાની શક્યતા ઓછી છે. તેમની અધ્યક્ષતામાં ભારતે 3 ખિતાબ જીત્યા હતા. હવે પાર્થિવ પટેલ અને પ્રજ્ઞાન ઓઝા તેમની જગ્યા લેવા માટે પ્રબળ દાવેદાર છે. BCCI ટૂંક સમયમાં આ અંગે સત્તાવાર જાહેરાત કરશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ટીમ ઈન્ડિયાના નવા ચીફ સિલેકટરની રેસમાં આ ગુજરાતી દિગ્ગજનું નામ! અજિત અગરકરની વિદાય નક્કી

BCCI Chief Selector : BCCI ના ચીફ સિલેક્ટર અજીત આગરકરનો કાર્યકાળ આ જ મહિને પૂરો થઈ રહ્યો છે. રિપોર્ટ્સ અનુસાર, તેમને કાર્યકાળમાં એક્સટેન્શન મળવાની શક્યતા ઓછી છે. BCCI ની વાર્ષિક સામાન્ય સભા શુક્રવારે યોજાવાની છે, જ્યારે આગરકરે બુધવારે મળેલી પસંદગી બેઠકની અધ્યક્ષતા કરી લીધી હતી. તેમની અધ્યક્ષતાવાળી સિલેક્શન કમિટીએ વેસ્ટ ઇન્ડીઝ સામેની વાઇટ-બૉલ સીરિઝ અને ઇરાની ટ્રોફી માટે ટીમની જાહેરાત કરી હતી.

આગરકરના કાર્યકાળમાં ભારતે જીત્યા 3 ખિતાબ

પૂર્વ ફાસ્ટ બોલર અજીત આગરકરને જુલાઇ 2023 માં ટીમ ઇન્ડિયાની સિલેક્શન કમિટીના ચેરમેન બનાવવામાં આવ્યા હતા. તેમના કાર્યકાળ દરમિયાન ટીમ ઇન્ડિયાએ 2024 માં T-20 વર્લ્ડ કપ અને ચેમ્પિયન્સ ટ્રોફી પોતાના નામે કરી હતી. આ ઉપરાંત, ટીમ ઇન્ડિયા 2023 ના વનડે વર્લ્ડ કપની ફાઇનલમાં પણ પહોંચી હતી. ભારતીય ક્રિકેટમાં બદલાવ લાવવાની દ્રષ્ટિએ તેમનો આ કાર્યકાળ અત્યંત મહત્ત્વપૂર્ણ રહ્યો છે.

પાર્થિવ પટેલ અને પ્રજ્ઞાન ઓઝા દાવેદાર

એક સૂત્રના જણાવ્યા અનુસાર, પૂર્વ વિકેટકીપર પાર્થિવ પટેલ અને પૂર્વ સ્પિનર પ્રજ્ઞાન ઓઝા અજીત આગરકરની જગ્યા લેવા માટે રેસમાં સૌથી આગળ છે. આ બંને પૂર્વ ખેલાડીઓ IPL માં 3-3 વખત ચેમ્પિયન ટીમનો હિસ્સો રહી ચૂક્યા છે. પાર્થિવ પટેલે ભારત માટે 25 ટેસ્ટ, 38 વનડે અને 2 T-20 ઇન્ટરનેશનલ રમીને 1700 થી વધુ રન બનાવ્યા છે, જ્યારે પ્રજ્ઞાન ઓઝાએ 24 ટેસ્ટ, 18 વનડે અને 6 T-20 ઇન્ટરનેશનલ રમીને 140 થી વધુ વિકેટ ઝડપી છે. આગામી દિવસોમાં BCCI દ્વારા આ પદ માટે સત્તાવાર જાહેરાત કરવામાં આવી શકે છે.