World

અમેરિકામાં અર્ધી રાતે કત્લ-એ-આમ બાલ્ટીમોરમાં કેટલાયે લોકોને ગાળી મરાઈ

By GS Team
17 Sep 20262 mins read
TukuTouch Logo
બાલ્ટીમોર, મેરીલેન્ડમાં બુધવારે રાત્રે પૂર્વ બાલ્ટીમોરના બ્લોક 1400ની ઈસ્ટ ફાયેટ-સ્ટ્રીટમાં ગોળીબારની ઘટના બની હતી. પોલીસને રાત્રે 9 વાગ્યે માહિતી મળતા, તેઓ ઘટનાસ્થળે પહોંચી સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો. પ્રારંભિક તપાસમાં 5 લોકોને ગોળી વાગી હોવાનું બહાર આવ્યું છે. પોલીસે પુરાવા એકત્રિત કરી તપાસ શરૂ કરી છે. અમેરિકાના ગન-કલ્ચરને કારણે આવી ઘટનાઓ વારંવાર બને છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમેરિકામાં અર્ધી રાતે કત્લ-એ-આમ બાલ્ટીમોરમાં કેટલાયે લોકોને ગાળી મરાઈ
  • અમેરિકાનાં લોહીમાં વહેતાં ગન-કલ્ચરનાં વરવાં પરિણામો
  • ગોળીબારીનું કારણ કે ગોળીબાર કરનારાઓ અંગે હજી સુધી કોઈ માહિતી નથી : પોલિસે તે વિસ્તાર ઘેરી તપાસ શરૂ કરી દીધી

બાલ્ટીમોર : મેરીલેન્ડ રાજ્ય સ્થિત બાલ્ટીમોરમાં બુધવારે રાત્રિએ કેટલાયે લોકોને ગોળી મારવાની ઘટના સામે આવી છે. પોલીસ જણાવે છે કે પૂર્વ બાલ્ટીમોરના બ્લોક ૧૪૦૦ની ઈસ્ટ ફાયેટ-સ્ટ્રીટમાં આ ઘટના બની હતી. આ ગોળીબારના સમાચારો મળતાં જ પોલીસ તે સ્થળે પહોંચી ગઈ હતી, અને સમગ્ર વિસ્તારને ઘેરી તપાસ શરૂ કરી દીધી હતી.
સ્થાનિક રિપોર્ટ પ્રમાણે બાલ્ટીમોરનાં મેયરનાં કાર્યાલયે જણાવ્યું હતું કે પ્રારંભિક તપાસમાં તો માત્ર પાંચ લોકોને જ ગોળી વાગી હોવાનું જાણવા મળ્યું છે.
બાલ્ટીમોરના પોલીસના જણાવ્યા પ્રમાણે અધિકારીઓને આશરે રાત્રે નવ વાગે ગોળીબારની માહિતી મળી હતી. પોલીસે તુર્ત જ ત્યાં પહોંચી તે વિસ્તારને ઘેરી લીધો હતો. તે પછી તુર્ત જ તેણે, ઈસ્ટ-ફાયેટ-સ્ટ્રીટ અને કેરોલિન સ્ટ્રીટ બંધ કરી દીધી હતી, સાથે ગોળીબારના પૂરાવા એકત્રિત કરવા અને તે સમયની પરિસ્થિતિ જાણવાની કાર્યવાહી શરૂ કરી.
વાસ્તવમાં અમેરિકાનાં અન્ય શહેરોની જેમ જ બાલ્ટીમોર પોલીસ અને સ્થાનિક એજન્સીઓ અહીં પણ ગોળીબારની ઘટનાઓ ઉપર નજર રાખી રહી છે. જોકે, પ્રાથમિક માહિતીમાં તો વિશેષ કશું બહાર આવ્યું નથી. પરંતુ, વિશ્લેષણકારો તો અમેરિકામાં વારંવાર થતી આવી ગોળીબારની ઘટનાની ટીકા કરતાં કહે છે કે અમેરિકાનાં લોહીમાં જ ગન-કલ્ચર વહી રહ્યું છે. તેનાં આવાં વરવાં પરિણામો આવે છે. અમેરિકામાં ૨૪ ઇંચ કે તેથી મોટી ગન માટે લાઈસન્સ જરૂરી નથી. તે માને છે કે મોટી ગન તો છૂપાવી શકાય નહીં, માટે લાઈસન્સ જરૂરી નથી. અમેરિકામાં બંદૂકો અને ગોળીઓ વેચનારા વેપારીઓની વગ ઘણી મોટી છે. તેઓ બંદૂકો ઉપર પ્રતિબંધ મુકતો કાનૂન સંસદમાંથી પસાર થવા દે તેમજ નથી.